Charchapatra

કોઇ પણ ચિકિત્સા પદ્ધતિ વિરુધ્ધ થતા દુષ્પ્રચારનો અંત આવવો જોઇએ

આપણે ત્યાં પ્રસિદ્ધ ત્રણ પ્રકારની ચિકિત્સા પદ્ધતિનું ચલણ છે. એલોપેથિક, યુનાની, આયુર્વેદિક. ખાસ કરીને આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ વૈદિક કાળથી થતી આવી છે. જયારે સાઇન્સનો ઉગમ થયો ત્યાર પછી એલોપેથિક ચિકિત્સાએ બહોળો વિકાસ કર્યો. નવી નવી શોધ કરી એલોપેથિક પદ્ધતિ આખા જગતમાં પ્રસિદ્ધિ પામી. આજના યુગમાં 99 ટકા ઇલાજ એલોપેથિક પદ્ધતિથી કરવામાં આવે છે. એલોપેથિકમાં દર્દીને જલ્દી આરામ મળે. સાથે સાથે દર્દીને કયારેક કયારેક દવાઓની આડ અસર પણ થતી હોય છે. છતાં મહદ્ અંશે સાઇન્સ દ્વારા અવનવી દવા ઇંજેકશન અને ઓપરેશન કરવા માટે અવનવાં સંસાધનો નિતરોજ ઇજાત પામી રહયા છે. એ જ રીતે આયુર્વેદિક તેમજ યુનાની દવાઓ પદ્ધતિઓ વર્ષો ઉપરાંતથી થતી આવી છે. આયુર્વેદિક તેમજ યુનાની દવાઓની અસર ભલે તરત ન થતી હોય પરંતુ આવી દવાઓની આડ અસર દર્દીને થતી નથી.

વિશ્વભરમાં અનેક પ્રકારની સારવાર અને ચિકિત્સા અસ્તિત્વમાં પ્રાચીન સમયથી આપણે પોતાને પરેશાન કરતા રોગો સામે લડવા અને તેમના નિદાન સારવાર માટે પ્રયાસો કરતા આવ્યા છે જેમાં આયુર્વેદ, યુનાની દવાઓ પદ્ધતિઓ પણ સાથે સાથે થતી આવી છે પરંતુ આજે સૌથી વધુ વિકસિત એલોપેથી ચિકિત્સા જ છે. આમાં જેટલી શોધખોળ થઇ એટલી બીજી પદ્ધતિઓમાં નહીં જોવા મળી. તેમ છતાં એલોપેથી કયારેક કયારેક આડ અસર રૂપે એક રોગનું નિદાન કરતાં કરતાં બીજા રોગમાં સપડાવી દે તેમ જોવા મળે છે. આ ત્રણેય પદ્ધતિ તો માનવ માટે આશીર્વાદરૂપ છે. આ પદ્ધતિઓ વચ્ચે એકબીજાની હરીફ માનવાને બદલે તેમનો સમન્વય સાધીને માણસ જાતની સુખાકારી માટે પ્રયાસ નિર્દોષ રૂપે થવો જોઇએ.
સુરત              – અખ્તર મકરાની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડિવાઇડરને રિફલેકટરો જરૂરી છે
એક પગા હોય કે બે પગા ડીવાઇડર ઓળંગવું એ ગેરકાયદેસર છે. કોઇ પણ વાહન ખાસ કરીને રાત્રીના ભાગે ઝાંખા પ્રકાશમાં ડીવાઇડર સાથે અથડાઇ સામેના છેડેથી આવતાં વાહનો સાથે અફળાઇ જીવલેણ અકસ્માતો છાશવારે બને છે. સરકાર જો થોડીક સજાગતા અપનાવે દરેક ડિવાઇડરમાં મજબૂત રેઇલીંગ અને જો શકય ન હોય તો એક પણ ડીવાઇડર રીફલેકટર વગર બાકી રહેવું ન જોઇએ. કિંમતી જિંદગી તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાવચકા વચ્ચે વર્ષો લડત ચાલે છે અને છેવટે સમાધાન કરવામાં આવે છે. આવી બધી વિડંબના નિવારવા કડક સજા પાત્ર કાયદાનો અમલ અને ઝટ ઇન્વેસ્ટિગેટીંગના અમલવારીની તાકીદે આર્થિક નુકસાનીમાંથી બચાવશે.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top