Life Style

યુવતીઓની અનોખી શિવ ભક્તિ એટ્રેક્ટિવ ઘીના કળમાં છલકાઈ ક્રિઅટિવીટી

મહાશિવરાત્રી એટલે શિવજીની આરાધનાનું પર્વ. આજે શિવભક્તોમાં તેની ઉજવણીનો ઉત્સાહ અનેરો છે. શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના સાથે ઘીના કમળ અર્પણ કરવામાં આવે છે. ઘીના કમળ બનાવવા પણ એક કળા છે. તેને બનાવતા 2 કલાક પણ લાગે અને 4 દિવસ પણ લાગે. ગરમી હોય તો તે જલ્દી પીઘળી જાય પણ ઠંડક હોય તો તે મહિનો પણ રહે. સલાબતપુરામાં જરીવાલા પરિવાર દ્વારા 25 વર્ષથી અનોખા પ્રકારના ઘીના કમળ બનાવાય છે. તે કલરફુલ અને આકર્ષક હોય છે. તેમાં હવે યુવતીઓનું ગ્રુપ જોડાયું છે જેઓ પેઇન્ટિંગ કરી એકદમ કલરફુલ અને અટ્રેકટિવ ઘીના કમળ બનાવે છે. આવા કમળ બનાવવા ક્યાં ક્યાંથી યુવતીઓ આવે છે? આજે મહાશિત્રીનો પર્વ અને સાથે જ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસનો સમન્વય થયો છે ત્યારે આ યુવતીઓ નિઃસ્વાર્થ ભાવે કઈ રીતે ઘીના પાટિયા પર પેઇન્ટિંગ બનાવે છે તે જાણીએ…

10 વર્ષથી ઘી પર કરું છું પેઈન્ટિંગ્સ : પ્રિયંકા જરીવાલા
પ્રિયંકાએ જણાવ્યું કે હું 10 વર્ષથી આવા પેઈન્ટિંગ્સ કરું છું. હું પેઇન્ટિંગ્સ બનાવવાનું જાણતી જ હતી પણ આ રિતની પેઇન્ટિંગ્સ બનાવવાનું મારા ફાધર ઇન લૉ પ્રકાશભાઈ જરીવાલા પાસે બેસીને શીખી. આમાં એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે બ્રશ એકને એક જગ્યા પર વારંવાર નહીં ફેરવી શકાય નહીં તો ઘી ખરાબ થઈ જાય. ઘીના કમળ બનાવતા 2 કલાકથી લઈને બે દિવસ અને 4 દિવસ પણ લાગે છે.
ઘી દાનમાં આવે છે, વિવિધ મંદિરોમાં આ ઘીના કમળ મોકલાય છે
કમળ બનાવવા માટે ઘી દાનમાં આવે છે. મંદિરી તરફથી પાટિયા આવે છે તેની પર ગરમ કરેલું ઘી પાથરી દેવાય છે તે સેટ થયા બાદ તેની પર શિવજી, પાર્વતીજીને લગતા પેઇન્ટિંગ્સ થાય છે. પછી તે મંદિરોમાં મોકલાય છે શિવરાત્રી બાદ તેમાનું ઘી કાઢી દિવામાં ઉપયોગમાં લેવાય છે.
12થી વધારે યુવતીઓ આ રીતે બનાવે છે પેઇન્ટિંગ્સ
12 જેટલી છોકરીઓ મહાશિવરાત્રીના 15 દિવસ કે એક મહિના પહેલા સેવાકીય ભાવે શિવજી પ્રત્યે આસ્થાને કારણે ઘીના પાટિયા પર પેઇન્ટિંગ્સ કરે છે. આ યુવતીઓ સલાબતપુરા, અડાજણ અને અન્ય વિસ્તારોની છે જે સલાબતપુરા સીધી શેરીમાં પ્રકાશભાઈ જરીવાલાને ત્યાં આવા પેઇન્ટિંગ્સ બનાવવા આવે છે. આવા પેઇન્ટિંગ્સ બનાવવા માટે ઘીના સ્પેશ્યલ ઓઇલ કલર યુઝ થાય અને બ્રશ પણ અલગ જ પ્રકારના હોય.

Most Popular

To Top