Dakshin Gujarat

નેત્રંગ: પ્રાથમિક શાળાના બાળકોને દરિયા કિનારે પ્રવાસે લઈ જતા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના પૂર્વભાગમાં નેત્રંગના મોતિયાની પ્રાથમિક શાળાના (School) વિદ્યાર્થીઓને પ્રવાસમાં (Journey) દરિયા કિનારે લઈ ગયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકને નોટિસ ફટકારી દીધી હતી.

  • નેત્રંગના મોતિયામાં પ્રાથમિક શાળાના બાળકોને દરિયા કિનારે પ્રવાસે લઈ જતા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી
  • પ્રવાસનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું
  • વડોદરામાં હરણી તળાવની ઘટના હાલમાં બન્યા બાદ જિલ્લામાં શાળાઓને શૈક્ષણિક પ્રવાસમાં લઇ જવાના નિયમોમાં ફેરફાર કરાયો છે

ખાસ કરીને વડોદરામાં હરણી તળાવની ઘટના હાલમાં બન્યા બાદ જિલ્લામાં શાળાઓને શૈક્ષણિક પ્રવાસમાં લઇ જવાના નિયમોમાં ફેરફાર કરાયો છે અને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને તળાવો, નદી કે દરિયા કિનારે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, તેમ છતાં કેટલીયે શાળાઓ હજુ આ નિયમોનું પાલન કરતી નથી. જેની સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે.

જેમાં હાલમાં નેત્રંગ તાલુકાના મોતિયા ગામની શાળાના ૩૦ છાત્રોને શૈક્ષણિક પ્રવાસે લઇ જવામાં આવ્યાં હતાં. શાળાના ૩૦ જેટલા બાળકો સાથે શિક્ષક કૌશિક વસાવા તેમજ રીનલબેન પણ ગયા હતા. તેઓ દરિયા કિનારે છાત્રાઓને લઇ જઈને ત્યાં પાડેલો ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. જો કે આ ઘટના અંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને માહિતી મળતાં તેઓએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી. જે મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચીન શાહે શિક્ષકને તાત્કાલિક અસરથી નોટિસ આપી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ભારે હોહા મચી ગઈ છે.

Most Popular

To Top