Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: રાંદેર ખાતે રહેતા 80 વર્ષીય વૃદ્ધાને (Old Men) તેમની પાસે 18 લાખની સોનાની બિસ્કીટ (Golden Biscuits) છે, જે 11 લાખમાં વેચવાની છે કહીને બે જણાએ વાતોમાં ભરમાવ્યા હતા. વૃદ્ધાએ લાલચમાં આવી 11 લાખ રોકડા આપી બિસ્કીટ ખરીદી લીધી હતી. બાદ સોની પાસે ચેક કરાવતાં નકલી હોવાનું સામે આવતાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોનીએ તે પિત્તળ હોવાનું જણાવતાં વૃદ્ધાના હોશ ઊડી ગયા હતા. ઘરમાં દીવાલ ચણવા આવેલા મધ્યપ્રદેશના મજૂરો વૃદ્ધાને છેતરી ગયા હોવાની વિગત જાણવા મળી છે.

સોનાની ધાતુ જેવું બિસ્કીટ બતાવી સોનાની બિસ્કીટ હોવાનું કહ્યું
રાંદેર ખાતે કોટીયાર્કનગર સોસાયટીમાં રહેતી 50 વર્ષીય ફાલ્ગુનીબેન પટેલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત તા.23 ઓગસ્ટે શ્રાવણ મહિનામાં તેઓ કતારગામમાં કંતારેશ્વર મહાદેવનાં દર્શને ગયાં હતાં. રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમની માતા હસુમતીએ અગાઉ આપણા ઘરે સમારકામ કરવા આવેલા અને અત્યારે ઘરની સામે કડિયાકામ કરતા લર્વીન જગન રાઠવા તથા દીપક સાંજે ઘરે આવ્યા હોવાનું જણાવ્યું હતું. લર્વીને હસુમતીબેન પાસે આવીને તેની પાસે રહેલી સોનાની ધાતુ જેવું બિસ્કીટ બતાવી સોનાની બિસ્કીટ હોવાનું કહ્યું હતું.

11 લાખ રોકડા આપીને આ બિસ્કીટ લઈ લીધી
અને બજારમાં તેની કિંમત 18 લાખ છે પણ તેને 11 લાખમાં જ વેચવાની છે. જેથી હસુમતીબેને તેમની પાસે રહેલા 11 લાખ રોકડા આપીને આ બિસ્કીટ લઈ લીધી હતી. અને બંને જણા જતા રહ્યા હતા. બાદમાં હસુમતીબેને તેમના ઓળખીતા સોની રમેશભાઈને બોલાવી બિસ્કીટની ખરાઈ કરાવી હતી. દરમિયાન આ બિસ્કીટ નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાની તબિયત સારી ન હોવાથી ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો. હાલ તેમની તબિયત સુધરતાં રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

To Top