Trending

હવે ટ્રેનની મુસાફરીમાં તમારી સાથે જઈ શકે છે તમારું પેટ ડોગ, જાણો શું છે આ માટેના નિયમો

શું તમે પણ ડોગ લવર (Dog Lover) છો? જો તમારી પાસે ઘરે પાલતુ પ્રાણી છે, તો થોડા દિવસની ટ્રિપ (Trip) પર જવું મુશ્કેલ કાર્ય બની શકે છે. જ્યારે કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીને ઘરે એકલા છોડી દે છે, તો કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીને તેમની સાથે લઈ જવા માટે રોડ ટ્રિપ (Road Trip) પસંદ કરે છે. પરંતુ જો હવે તમારે ક્યાંક દૂર જવું હોય તો તમે ટ્રેનનો સહારો લઈ શકો છો. હવે તમને સવાલ થશે કે ટ્રેનમાં શું આ શકય છે તો જવાબ છે હા. ટ્રેનની મુસાફરી એ તમારા પાલતુ પ્રાણીને સાથે લઈ જવાનો સૌથી સુરક્ષિત રસ્તો છે. આ માટે રેલવે તરફથી કેટલાક નિયમો છે, જેનું પાલન તમામ પાલતુ પ્રેમીઓએ તેઓના પેટને સાથે લઈ જતી વખતે કરવું પડશે.

એસી ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવી જરૂરી છે
મળતી માહિતી મુજબ પાલતુ પ્રાણી સાથે એસી સ્લીપર કોચ, સેકન્ડ ક્લાસ અને ટ્રેનની એસી ચેર કારમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. આ કિસ્સામાં ફર્સ્ટ એસી ક્લાસ અથવા ચાર સીટર કેબિન અથવા ટુ સીટર કૂપ બુક કરાવવી પડશે. કોરોનાના સમયગાળા પછી તમારા પાલતુ પ્રાણીને તમારી સાથે ટ્રેનમાં લઈ જતા પહેલા તેમને રસી અપાવી પણ ખૂબ જરૂરી થઈ ગયું છે. રસીકરણ કાર્ડ પણ સાથે રાખવો જરૂરી છે. જો શક્ય હોય તો પશુચિકિત્સક પાસેથી તબીબી પ્રમાણપત્ર મેળવવું પણ જરૂરી થઈ પડે છે.

અરજી લખવી પડશે
એકવાર તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય એટલે તમારી ટિકિટની એક નકલ લો અને મુખ્ય વાણિજ્ય અધિકારીને એક અરજી લખો કે તમે પાલતુ સાથે મુસાફરી કરી રહ્યાં છો. આ પુષ્ટિ કરશે કે તમને રેન્ડમ બર્થ નહીં પરંતુ કૂપ અથવા કેબિન આપવામાં આવી છે.

કમ્પાર્ટમેન્ટ પૂર્ણ કરવું પડશે
તમારા બધા દસ્તાવેજોની ફોટોકોપી, તમારી ટિકિટ અને ફોટો ID પ્રૂફ સાથે રાખવાનું ભૂલશો નહીં. સંબંધિત અધિકારીને તમારા પાલતુ પ્રાણીને બુક કરાવવા માટે કહો. આગળ, તેઓ તમારા પાલતુ પ્રાણીનું વજન જોશે. એસી ફર્સ્ટ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરો લેબ્રાડોર, બોક્સર અને જર્મન શેફર્ડ જેવા નાના કે મોટા કૂતરા સાથે મુસાફરી કરી શકે છે. પરંતુ નિયમો અનુસાર પેસેન્જરે ટ્રેનનો આખો ડબ્બો રિઝર્વ કરવાનો હોય છે.

માલિકે પાલતુ પ્રાણી માટે ખોરાક રાખવો પડશે
ટ્રેનની મુસાફરી દરમિયાન તમારા પાલતુ માટે થોડો સૂકો ખોરાક અને પાણી અને ચીકન લઈ જઈ શકો છો. પાલતુ માટે સાંકળ લઈ જવાની જવાબદારી માલિકની છે. આ સાથે માલિકે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવી પડશે. મળતી માહિતી મુજબ મુસાફરી દરમિયાન પાલતુ પ્રાણી તણાવમાં આવે છે. તેથી જ તેઓ વધારે ખાતા કે પીતા નથી. તેથી તેમની સ્થિતિ પર નજર રાખો.

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં એકલી મુસાફરી કરતી મહિલા તેની સાથે તેઓનું પેટ લાવી શકે છે. એકવાર તમારી કેબિન અથવા કૂપ કન્ફર્મ થઈ જાય, પ્રસ્થાનના બે કલાક પહેલાં સ્ટેશન પર આવી જવું પડે છે. સ્ટેશન પર ટિકિટ, PATનું ફિટનેસ સર્ટિફિકેટ અને રસીકરણ કાર્ડ બતાવવાનું રહે છે.

Most Popular

To Top