સુરત: (Surat) સુરત મહાપાલિકામાં તમામ 120 બેઠક કબ્જે કરવા માટે ભાજપે આ વખતે મોટી જાહેરાતો કરી પેજ પ્રમુખો પણ બનાવ્યાં પરંતુ ભાજપના...
AHEMDABAD : અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ ( BHAJAP) નો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા...
અંકલેશ્વર: (Ankleshwar) કુલ 1600 ઉદ્યોગો અને તેમાં પણ અતિ જોખમી 88 ઉદ્યોગો ધરાવતો ભરૂચ જિલ્લો હવા પ્રદૂષણ મામલે રાજ્યમાં સુરત બાદ બીજા...
સુરતઃ (Surat) શહેરના અંબિકાનિકેતન સર્કલ પાસે ટ્રાફિકમાં બાઈક આગળ લેવાના મુદ્દે બે અજાણ્યાઓએ પત્ની સાથે જઈ રહેલા મનપાના પાર્કિંગના કોન્ટ્રાક્ટરને (Parking Contractor)...
દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સાંસદ સદગત મોહનભાઇ ડેલકરની (Mohan Delkar) અંતિમયાત્રામાં સેલવાસમાં જાણે હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. સેલવાસમાં...
પ્રખ્યાત પંજાબી ગાયક શાર્દુલ સિકંદરે (Sardool Sikandar) બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર આવતા જ પંજાબમાં (Punjab) શોકનો માહોલ છવાઇ ગયો...
સુરત: (Surat) રત્નકલાકારોના (Diamond Workers) માથેથી વ્યવસાયવેરો રદ્દ કરવા 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે વચન આપ્યું હોવા છતાં તેનું પાલન કરવામાં...
ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ -મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) હસ્તે કરવામાં આવ્યું...
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની કોલેજ ( CHINMYANAND COLLEGE) ની 21 વર્ષીય ચિન્મયાનંદ કોલેજની પરિષરમાંથી એક યુવતી સોમવારે સવારે કેમ્પસમાંથી રહસ્યમય રીતે ગાયબ...
શેરબજારમાં બુધવારે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 144 અંકના વધારા સાથે 49,895.44 પર કારોબાર કરી રહ્યો છે....
ઇંધણના ભાવો દેશમાં બે દિવસના વિરામ પછી આજે ફરી વધ્યાં હતાં ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૯૧ની નજીક પહોંચી ગયો...
અમેરિકાના બિડેન પ્રશાસને ટ્રમ્પ યુગની સખત નીતિ ઉલટાવી છે અને તમામ લાયક વ્યક્તિઓ માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનાવવાનો માર્ગ મોકળો...
બુધવારથી અહીંના મોટેરા સ્ટેડિયમની નવી પીચ પર શરૂ થઇ રહેલી પિન્ક બોલ ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પછાડવા માટે વિરાટ કોહલીની આગેવાની...
સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે આજે જણાવ્યું હતું કે તે સૂચિત મીડિયા બાર્ગેઇનિંગ કાયદાઓ અંગે સરકાર સાથે સુધારેલા કરાર પર પહોંચ્યા બાદ ત્યાં...
અમેરિકામાં હજારો લોકો, ખાસ કરીને વયોવૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરીને અને ધાકધમકી વડે નાણા પડાવવાના લાખો ડૉલરના રોબોકોલ કૌભાંડમાં બે ભારતીયોને પોતાનો...
અમેરિકામાં કોવિડ -19થી થયેલા મૃત્યુની સંખ્યા 5.12 લાખને પાર કરી ગઈ છે. આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધ, કોરીયા અને વિયેતનામમાં મૃત્યુ પામેલા...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Surat Municipal Election) આખરી પ્રક્રિયા, મતગણતરી આજે શહેરમાં બે સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ...
ઝઘડિયા: (Jhgadia) ઝઘડિયા જીઆઇડીસીના (GIDC) ગત રોજ રાત્રીના ૧:૩૦ વાગ્યાના અરસામાં યુપીએલ કંપનીના સીએમ પ્લાન્ટમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જાણવા મળતી માહિતી...
ગુજરાતમાં (Gujarat) યોજાયેલી 6 મહાનગર પાલિકાઓ માટેની ચૂંટણીઓના (Municipal Corporation Election) પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થયાં છે જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો...
સુરતમાં આમ આદમી પાર્ટીએ (AAP) 27 બેઠકો પર જીત (WON) મેળવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ સુપ્રીમો અને...
અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત અને ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વીપ કર્યુ છે. પહેલા કરતા વધુ બેઠકો સાથે ભાજપે જીત મેળવી...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) ભાજપની જીત (BJP Win) થઈ છે. જોકે આ વખતના પરિણામોએ દરેકનો ચોંકાવી દીધા છે. કોંગ્રેસને...
ટૂલકીટ કેસમાં દિલ્હી પોલીસ આજે સાયબર સેલ ઓફિસમાં નિકિતા જેકબ, શાંતનુ અને દિશા રવિની સામ-સામે પૂછપરછ કરી રહી છે. ગઈકાલે પણ દિલ્હી...
આમ આદમી પાર્ટી (Aam Admi Party) સુરત શહેરમાં ટેકઓવર કરી જતાં કોંગ્રેસે હથિયાર નાંખી દીધા છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ...
સુરતની 120 બેઠકો માટે બપોરે 4 કલાકે આવેલા સમીકરણો મુજબ આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સતત વધતું જઈ રહ્યું છે. વોર્ડ નંબર 7...
શહેરા: શહેરા તાલુકાનુ છેવાડાનુ ગામ ઉડાંરા પાસે પસાર થતી પાનમ નદીમાં ખાન ખનીજ વિભાગના મંજૂરી વગર મોટા પાયે રેતી ખનન થઈ...
સુરતની 120 બેઠકો માટે બપોરે 3 કલાકે આવેલા સમીકરણો મુજબ સુરતમાં લગભગ ભગવો લહેરાઈ ચક્યો છે પરંતુ આ ભગવાને ઝાડૂએ પરસેવા પડાવી...
દાહોદ: ગરબાડા તાલુકાના ગુલબાર ગામે નીમચ ઘાટી તરફ તા.૨૨ ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ગામના એક અનાજના વેપારી તથા તેમની સાથે...
ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે કે ફિલ્મોમાં બતાવેલ ગુનાઓ કરવાની પદ્ધતિઓ, ઘણી વખત ગુનેગારોને ખરેખર મદદ કરે છે. લોકો તેમની પાસેથી શીખે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના બાગપતમાં (Baghpat, UP) ફક્ત એક પ્લેટ ચાટ માટે ભર બજારે બે દુકાનો વચ્ચે મારામારી થઈ હતી....
હોર્ડિંગ્સ મામલે ગરમાયું રાજકારણ, કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વાકયુદ્ધ’
કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવા શિક્ષક સંઘની લડત ચાલુ રહેશે
સિંધરોટથી વડોદરા આવતા કારની અડફેટે 30 વર્ષીય યુવકનુ મોત
વડોદરા: હરણીમાં 5946 ચો.મી.વિસ્તારમાં આકાર પામી રહ્યો છે ભવ્ય ઓક્સિજન પાર્ક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો યુ-ટર્ન, 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેચ રમવા માટે તૈયાર?
કોણ છે શબાના મહમૂદ જે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બની શકે છે?
નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર: મોટા પાયે ‘પત્તા કપાવાની આશંકા’ને ખોટી ઠેરવતું મિશ્ર સંયોજન
બીલીમોરા નજીક ટ્રેન સામે પડતું મૂકી ઉદ્યોગપતિનો આપઘાત
હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, અફરા-તફરી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે
વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના
મમતા બેનર્જીને ઠપકો: સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપ્યો, કહ્યું- પ્રક્રિયામાં દખલ કરવી નહીં
અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત
દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
પંજાબ: તરનતારનમાં LAW ના વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસી વિદ્યાર્થીનીની હત્યા કરી, પોતે પણ સ્યુસાઈડ કર્યું
સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ
સમામાં પ્રોફેશનલ પહેરવેશમાં રેકી કરી ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોર ઝડપાયા
શરદ પવારની તબિયત લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પહોંચ્યા
જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ
રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા
મને બોલવા દેશો? રાહુલ ગાંધીના સવાલ પર હંગામો, વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે
સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
સલાટવાડામાં જુગારધામ પર કારેલીબાગ પોલીસનો દરોડો, 17 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી
વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન
પૈસા લીધા પણ ઘરના આપ્યા: વડોદરામાં 300 પરિવારોની છત છીનવાઈ
સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો
ફૂડ વિભાગ એક્શન મોડમાં
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
સુરત: (Surat) સુરત મહાપાલિકામાં તમામ 120 બેઠક કબ્જે કરવા માટે ભાજપે આ વખતે મોટી જાહેરાતો કરી પેજ પ્રમુખો પણ બનાવ્યાં પરંતુ ભાજપના આ ‘મિશન 120’નું આજના પરિણામોને પગલે સૂરસૂરિયું થઈ જવા પામ્યું છે. વધુને વધુ ભાજપની (BJP) તરફેણમાં મતદાન થાય તે માટે ભાજપ દ્વારા મોટા ઉપાડે પેજ પ્રમુખો બનાવવામાં આવ્યાં હતાં પરંતુ આ પેજ પ્રમુખો ભાજપની તરફેણમાં વધુ મતદાન (Voting) કરાવવામાં નિષ્ફળ રહ્યાં. પરિણામે જે રીતે ભાજપે 1995માં ક્લિન સ્વીપ કરી હતી અને 99માંથી 98 બેઠક મેળવી હતી તેનું પુનરાવર્તન થયું નહીં અને ભાજપના નેતાઓ નબળા સાબિત થયાં હતાં.


તમામ પરિબળો તરફેણમાં હોવાથી આ વખતે ભાજપને 120માંથી 120 બેઠક મેળવવામાં કોઈ જ રોકી શકે તેમ નહોતું, સિવાય કે તેમનો જ વધુ પડતો આત્મવિશ્વાસ. ભાજપે 120 બેઠક મેળવવા માટે પહેલેથી જ માઈક્રો પ્લાનિંગ કર્યું હતું. ભાજપને અનુકુળ થાય તેવું જ તમામ વોર્ડનું સીમાંકન કરવામાં આવ્યું હતું. આ સીમાંકન એવું હતું કે જેને કારણે જે લઘુમતિ વિસ્તારો કોંગ્રેસને ફાયદો કરાવતાં હતાં તે લઘુમતિ વિસ્તારો બેઅસર થઈ જાય. સાથે સાથે વિપક્ષ કોંગ્રેસ પણ એવી કોઈ તાકાત નહોતીં કે એવો કોઈ મુદ્દો કોંગ્રેસ પાસે નહોતો કે ભાજપને 120 બેઠક મેળવતાં અટકાવી શકે. ભાજપે ચૂંટણી કે ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ પ્રચાર શરૂ કરી દીધો હતો. ત્યાં સુધી કે વોર્ડ વાઈઝ કાર્યાલય ખોલવાના નામે પણ પ્રચાર કરવા માંડ્યો હતો.

ખુદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ સુરતના જ હતાં. આ કારણે જ મિશન 120 પાર પડશે તેવા દાવાઓ કરવામાં આવ્યાં હતાં. ખુદ સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા પણ જાહેરમાં 120 બેઠકનો દાવો કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા એવી ગણતરી પણ મુકવામાં આવી હતી કે પાટીદાર વિસ્તારોમાં કોંગ્રેસના મત આપ કાપશે અને તેનો ફાયદો ભાજપને મળશે. આ કારણે જ ભાજપે કેટલાક વોર્ડમાં આયાતી ઉમેદવારો પણ ઉતાર્યા હતાં. જોકે, આ તમામ આયોજનો છતાં પણ ભાજપનું 120 બેઠક મેળવવાનું મિશન પડી ભાંગ્યું હતું.