SURAT

મનપાના પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર હુમલો: ‘તુ મુઝે જાનતા નહીં હૈ.. આસિફ ગાંડે કા ભાઈ હૂં, જો ઉખાડના હે ઉખાડ લઈઓ’

સુરતઃ (Surat) શહેરના અંબિકાનિકેતન સર્કલ પાસે ટ્રાફિકમાં બાઈક આગળ લેવાના મુદ્દે બે અજાણ્યાઓએ પત્ની સાથે જઈ રહેલા મનપાના પાર્કિંગના કોન્ટ્રાક્ટરને (Parking Contractor) માર મારી ‘તું આદિલ હૂં આસિફ ગાંડે કા ભાઈ હૂં જો ઉખાડના હે ઉખાડ લઈઓ’ કહીને માર માર્યો હતો. સૈયદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવા જતા તેનો મોબાઈલ લઈ લીધો હતો. સૈયદની પત્નીએ બૂમાબૂમ કરતા લોકોનું ટોળુ ભેગુ થતાં બંને જણા ડરીને મોપેડ મુકીને ભાગી ગયા હતા. લોકોની ભીડ ભેગી થતાં ‘તેરે કો મેં દેખ લુંગા છોડુંગા નહીં’ તેમ ધમકી આપી મોપેડ ત્યાં જ મુકીને ભાગી ગયા હતા.

મુગલીસરા અલમદીના હાઈટ્સમાં રહેતો 38 વર્ષીય સૈયદ જાવીદ લીયાકતઅલી એસએમસીમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેણે ઉમરા પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે સાંજે સાતેક વાગ્યે તે મોટર સાઈકલ લઈને પત્નીને લાલગેટની હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાંથી સાડા આઠ વાગ્યે એસએમસીમાં ચાલતા કોન્ટ્રાક્ટના કલેક્શન માટે પાર્લેપોઈન્ટ ગયો હતો. કલેક્શનના રૂપિયા લઈને પરત ઘરે જવા નીકળ્યો ત્યારે અંબિકાનિકેતન સર્કલ પાસે ટ્રાફિક હોવાથી સૈયદે બાઈક ધીમી કરી હતી. દરમિયાન તેની બાજુમાં બાઈક ઉપર બે અને મોપેડ ઉપર બે અજાણ્યાઓએ આવીને તેને બાઈક આગળ લેવા કહ્યું હતું. જેથી સૈયદે આગળ ટ્રાફિક છે આગળ જાય તેમ નથી કહેતા મોપેડ પર પાછળ બેસેલા વ્યક્તિએ ગાળો આપી હતી.

સૈયદે ગાળો નહીં આપવા જણાવતા મોપેડ સાઈડ પર મુકી સૈયદને બે તમાચા મારી દીધા હતા. અને ‘તું મુઝે જાનતા નહી હૈ મેં માવિયા ટલ્લી હું’ અને પાછળવાળાએ કહ્યું કે ‘મેં આદિલ હૂં આસિફ ગાંડે કા ભાઈ હૂં, જો ઉખાડના હે ઉખાડ લઈઓ.’ કહીને બંને જણાએ સૈયદને માર માર્યો હતો. બાઈક પર સવાર બે અજાણ્યાઓએ પણ ત્યાં આવીને ગાળો આપી હતી. સૈયદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવા જતા તેનો મોબાઈલ લઈ લીધો હતો. સૈયદની પત્નીએ બૂમાબૂમ કરતા લોકોનું ટોળુ ભેગુ થતાં બંને જણા ડરીને મોપેડ મુકીને ભાગી ગયા હતા. જતા જતા ‘તેરે કો મેં દેખ લુંગા છોડુંગા’ નહી તેમ ધમકી આપી હતી. જેથી સૈયદે ઉમરા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top