Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
Vadodara

પાર્કિંગ લાઈટ વગર ઊભેલી ટ્રક કાળ બની; ડભોઇ-કરજણ હાઇવે પર મોપેડ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ

(પ્રતિનિધિ), વડોદરા. તા. 9
ડભોઇ-કરજણ રોડ પર આવેલા થરવાસા ગામ નજીક પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વગર રોડ સાઈડમાં ઊભેલી એક અજાણી ટ્રકના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે ડભોઇ તરફથી કરજણ જઈ રહેલો એક્સેસ મોપેડ સવાર યુવક અંધારામાં ઊભેલી ટ્રક નજરે ન પડતાં પાછળથી ધડાકાભેર અથડાયો હતો.

અકસ્માત એટલો જ ભયાનક હતો કે મોપેડનું આગળનું વ્હીલ તૂટી જઈને દૂર ફંગોળાઈ ગયું હતું. ઘટનામાં યુવકને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને પ્રાથમિક સહાય આપીને ડભોઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ થરવાસા નજીક હાઇવે પર રાત્રિના સમયે અનેક ટ્રક ચાલકો ગેરકાયદેસર રીતે પાર્કિંગ લાઈટ અથવા સુરક્ષા સંકેતો વગર વાહનો ઉભા રાખે છે, જે પાછળથી આવતા વાહનચાલકો માટે મોતની છટકબારી સાબિત થાય છે. આવા જોખમી પાર્કિંગ સામે તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Most Popular

To Top