surat : શહેરમાં કોરોનાના ( corona) દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનને ( remdesivir) લઇ માથાકૂટ હજી યથાવત રહેવા પામી છે. કલેકટર દ્વારા આજે...
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં મધ્યરાત્રીએ રેસિડેન્ટ તબીબના પરિવારજનને જ સારવાર માટે ના પાડી દેવામાં આવી હતી. રેસિડેન્ટ તબીબના...
ભારતમાં કોરોનાના વધતા જતા વિનાશ (INCREASING CORONA CASE IN INDIA) વચ્ચે સહાયકોનો હાથ પણ વધવા માંડ્યો છે. વિદેશી ક્રિકેટરો(FOREIGN CRICKETER)ની પહેલ બાદ ભારતીય...
surat : શહેરમાં કોરોનાના ( corona) વધતા કેસને જોતાં આઈએમએ દ્વારા એસએમએસનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. એએમએસ એટલે સોશિયલ...
surat : ગુજરાત સરકારે મિનિ લોકડાઉન ( mini lock down) જાહેર કરતાં કાપડ માર્કેટને પણ 5 મે સુધી બંધ રાખવા માટે તંત્ર...
પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું (Rohit Sardana) કોરોનાથી અવસાન થયું છે. લાંબા સમયથી ઝી ન્યુઝમાં એન્કર રહેલા રોહિત સરદાના આજ તક ન્યૂઝ ચેનલમાં...
ખેરગામ : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા...
નવી દિલ્હી : દેશના પૂર્વ એટર્ની જનરલ (Former Attorney General ) સોલી સોરાબજી(Soli Sorabjee)નું નિધન થયું છે. તે 91 વર્ષ(dies at the age of...
સામાન્ય વર્ગના કોરોનાના ( corona) દર્દીઓ માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ( civil hospital) જ એક માત્ર આશાની જ્યોત છે, પરંતુ ત્યાંની સ્થિતિ...
અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અહીં પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની ટીમ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ આવતીકાલે શુક્રવારે જ્યારે મેદાન પર...
અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અહીં રમાયેલી એક મેચમાં દિલ્હી કેપિટલ્સ(DELHI CAPITALS)ના બોલરોના અંકુશિત પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) મુકેલા...
ગાંધીનગર : કચ્છથી ડાંગ સુધી કોરોના મહામારી વચ્ચે કામ કરી શકાય તે માટે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી ( vijay rupani) એ...
ગાંધીનગર : રાજયમાં તા.1લી મેથી 18 વર્ષની ઉપરના યુવાનોને કોરોના ( corona) સામેના જંગમાં રસી આપવામાં આગામી 15 દિવસનો વિલંબ થઈ શકે...
નવી દિલ્હી: આજે પાંચ રાજ્યો (5 STATE ELECTION) માટેના એક્ઝિટ પોલ્સ(EXIT POLLS)માં હાઇ પ્રોફાઇલ (HIGH PROFILE) પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION)...
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં નકલી ( duplicate) રેમડેસિવીર ઇન્જેક્શન ( remdesivir injection) ના કૌભાંડમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓની...
ગાંધીનગર : રાજયમાં હવે ઓકિસજન (oxygen) ની અછતના સંકટ તરફ આગળ વધી રહયુ છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 ટન ઓકિસજનનની માગ સામે...
નવી દિલ્હી: ભારત(INDIA)ને 40થી વધુ દેશો તાત્કાલિક ઑક્સિજન (OXYGEN) સંબંધિત ઉપકરણો અને જરૂરી દવાઓ (MEDICINE) પૂરી પાડવા તૈયાર થયા છે. જેથી કોરોના...
ભારતીય શેરબજાર(INDIAN STOCK MARKET)માં ગુરુવારે એપ્રિલ સીરિઝનો છેલ્લો દિવસ હોવાથી દિવસ દરમ્યાન ઉતાર ચઢાવ દેખવા મળ્યું હતું અને બજાર પોઝિટિવ બંધ રહ્યું...
કોરોના મહામારી દેશમાં ઓર બગડવાની જ છે એવી આગાહી કરતા જાણીતા સર્જન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ કહ્યું છે કે દેશને આગામી સપ્તાહોમાં...
ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાનું બીજું મોજું ઘણું કાતિલ પુરવાર થયું છે અને દેશના અનેક ભાગોમાં જાણે મોતનું તાંડવ મચી ગયું છે. આવા સમયે...
કોરોનાના હળવા/ લક્ષણો વિનાના કેસોના હોમ આઇસોલેશન માટે આરોગ્ય મંત્રાલયે આજે સુધારેલી ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં ઘરે રેમડેસિવિરના ઇન્જેક્શનો લેવા કે...
કોરોનાના વધતા દર્દીઓની હાલત ધીરે ધીરે કફોડી થઈ રહી છે. ત્યારે કોવિડ સ્પેશિયલ ઓપરેશન ઓફિસર મિલિન્દ તોરવણે જણાવ્યું હતું કે, નવી સિવિલ...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી દર્દીઓ લેવાનું બંધ કરી દેતાં ગંભીર દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી હતી. જોકે, આ મામલે...
સુરત શહેરમાં કોરોનાની મહામારીને કારણે હવે ઓક્સિજનનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ઓક્સિજનને લઈને જાણે યુદ્ધ છેડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ...
કોરોનાની ભયાનક સેકન્ડ વેવના આખરે વળતા પાણી શરૂ થઇ ગયા છે. આ મામલે શહેરના જાણીતા તબીબ ડો.સમીર ગામીએ આ સારા સમાચાર આપ્યા...
કોરોના વેક્સિનેશન રાજયમાં ખૂબજ જરૂરી છે. તેનો પૂરાવો જો હોય તો સુરતની સાતસો જેટલી નાની મોટી હોસ્પિટલોમાં આવેલા દસ હજાર જેટલા કર્મચારીઓમાં...
સુરત: (Surat) સુરત શહેર જિલ્લાની પ્રજાને હજીરામાં તાબળતોબ 1000 બેડની કોરોના હોસ્પિટલનું (Hospital) સ્વપ્ન બતાવી મુર્ખ બનાવ્યા હોય તેવું સામે આવ્યું છે....
વલસાડ: (Valsad) વલસાડમાં બિન જરૂરિયાત દુકાનો ખુલ્લી (Shop Open) હોય તો એની સામે વલસાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે વલસાડના અંબામાતાના...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટિઝન ક્લબમાં કોરોના મહામારી વચ્ચે એક જાણીતા જ્વેલર્સની પૌત્રીનાં લગ્નપ્રસંગમાં (Marriage) બંધ બારણે સંગીત સંધ્યાનો...
કોરોના ( corona) ની બીજી તરંગને કારણે કેન્દ્ર સરકાર દેશમાં ખાડે ગયેલી તબીબી વ્યવસ્થાને સંભાળવા કાર્યવાહીમાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે...
આણંદના યુવક-યુવતીનું અઝરબૈજાનમાં અપહરણ બાદ છોડાવી લેવાયાં
કાશ્મીરથી વડોદરા સુધીનો અતૂટ વિશ્વાસ, 4 વર્ષના માસૂમની સારવાર માટે પરિવાર આવ્યો સયાજી હોસ્પિટલમાં
વડોદરા કોર્પોરેશનમાં નિમણૂંક કૌભાંડ, હાઈકોર્ટે વહીવટી તંત્રને ખખડાવ્યું, મનમાની નહીં ચાલે કહી કાર્યપાલ ઇજનેર ની પસંદગી રદ કરી
ગરમીનો પારો 31.4 ડીગ્રી પર પહોંચ્યો,અઠવાડિયા બાદ ગરમી વધવાની શકયતા
પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે
વડોદરા પાલિકાનો ‘કાંટાળો’ વિકાસ: ડિવાઈડર પર બોગનવેલ રોપી વાહનચાલકોને લોહીલુહાણ કરવાનું આયોજન?
અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્ન: સચિન પીએમ મોદીને મળ્યો, લગ્નનું આમંત્રણ આપ્યું
સુરત ના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ, પ્લાયવુડ ગોડાઉન સળગ્યું
નોવિનો રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આખરે નવસારી ભાજપમાં ભડકો! જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ બાદ નવનિયુક્ત જીલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોના રાજીનામા!
મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક માત્ર કાગળ પર જ! શહેરમાં પ્રશ્ન,પરિણામ ક્યાં છે?
પેંગ્વિનનો દાવો કે નરવણેનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું, રાહુલ ગાંધીએ પૂછ્યું- કંપની ખોટું બોલે છે કે નરવણે?
“બાબરી મસ્જિદ કયામત સુધી ફરીથી નહીં બને,” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન
પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડતા મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું, બે વૃધ્ધોને અધમૂવા કરી નાખ્યા
માંજલપુરમાંથી શક્તિવર્ધક દવાઓનો જથ્થો ઝડપાયો, રશિયા–ઓસ્ટ્રિયાથી મંગાવાયા સ્ટેરોઇડ
લગ્ન પ્રસંગોમાં મંજૂરી વિના DJ વગાડનાર સામે પોલીસની કડક કાર્યવાહી, ચાર સંચાલકો સામે ગુનો દાખલ
સુરતમાં કરોડોની યોજના પર સવાલ,તાપી નદીમાં ઇન્ટેક વેલ નમતાં રાજકારણ ગરમાયું
IND vs PAK: દિલ્હીથી કોલંબો મુસાફરી મોંઘી થઈ, ફ્લાઇટ ભાડું ₹6.66 લાખ સુધી પહોંચ્યું
લાખો ચાહકો માટે મોટી રાહત: ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે, BCCI એ આપી પ્રતિક્રિયા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સનો કડક પ્રહાર,AIU–કસ્ટમ્સે નશીલા પદાર્થોની દાણચોરી પકડી,એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાંથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
કાલોલ મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ
સુરત ના લાલગેટમાં શોકજનક બનાવ,એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી વિસ્તારમાં સન્નાટો
પાવાગઢ તળેટીથી માંચી સુધીના ₹12.29 કરોડના રોડ રિસર્ફેસીંગ કામનું ભૂમિપૂજન
કાંકણપુરની કોલેજમાં ડૉ. એસ. એસ. રખિયાણિયાના ગઝલસંગ્રહ ‘મહેકી હવાના ઘર તરફ’નું વિમોચન
સુરતમાં એક ક્ષણની ભૂલ અને જીવન પૂરું થયું: વસ્તાદેવડી રોડ પર BCA વિદ્યાર્થીનું કરુણ મોત
સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું સફળ આયોજન
આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગરમાં રોહિશા નજીક ટોલ ટેક્ષ કપાયો
સોશિયલ મીડિયામાં શરાબી શોખ, ખાખીને ખુલ્લો પડકાર!
surat : શહેરમાં કોરોનાના ( corona) દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનને ( remdesivir) લઇ માથાકૂટ હજી યથાવત રહેવા પામી છે. કલેકટર દ્વારા આજે પણ 4796 ઇન્જેક્શનની ડિમાન્ડ સામે 2488 ઇન્જેક્શન જ ફાળવ્યા હતા.શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત ખાનગી હોસ્પિટલોએ કલેકટરને તેમના ત્યાં દાખલ દર્દીઓના નામ સાથેની યાદી મોકલવાની હોય છે.

જે યાદી કલેકટર દ્વારા મંજૂર કરાયા બાદ ખાનગી હોસ્પિટલના અધિકૃત વ્યક્તિને આ ઇંજેક્શન ફાળવવામાં આવી રહ્યા છે. પ્રતિદિન ઇન્જેક્શનની માંગણી સામે માંડ ૫૦ થી ૬૦ ટકા દર્દીઓને જ ઇન્જેક્શનની ફાળવણી થઈ રહી છે. જેનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા ઈન્જેક્શનનો પૂરતો જથ્થો મોકલવામાં આવી રહ્યો નથી. જેને કારણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ શહેરની 280 ખાનગી હોસ્પિટલોએ 4796 ઇન્જેક્શનની ડિમાન્ડ કરી હતી. જેની સામે કલેક્ટરએ 2488 ઇન્જેક્શન ફાળવ્યા છે.
ઈંજેકશનની જેમ જ સુરત શહેરમાં કોરોનાની મહામારીને કારણે હવે ઓક્સિજનનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ઓક્સિજનને લઈને જાણે યુદ્ધ છેડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સતત ચોથા દિવસે શહેરમાં કુલ ૨૧૦ મેટ્રિક ટન ડિમાન્ડની સામે ખેંચતાણ કરીને તંત્ર 183 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરી શક્યું હતું.

શહેરમાં કોરોનાને કારણે ગંભીર દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. પરંતુ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હવે ફુલ થઈ જતાં ગંભીર દર્દીઓને દાખલ કરવાનું પણ ટાળી રહ્યા છે. હોસ્પિટલોમાં હાલ જે દર્દી દાખલ છે તેમને પણ પૂરતો ઓક્સિજન સપ્લાય મળી રહ્યો નથી. આવી ભયંકર પરિસ્થિતિમાં શહેરના અધિકારીઓ દ્વારા જોર જબરજસ્તીથી કંપનીઓ પાસેથી ઓક્સિજન મેળવવામાં આવી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે શહેરમાં 210 મેટ્રિક ટન ઓક્સિજનની ડિમાન્ડ સામે માત્ર 183 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો છે. ગઈકાલે શહેરમાં ખેંચતાણ કરીને 193 મેટ્રિક ટન ઓક્સિજન મેળવી શકાયો હતો. ઉલ્લેખનીય છે કે હજીરા ખાતે આવેલી આઈનોક્સ કંપની માંથી મધ્યપ્રદેશમાં મોટો ઓક્સીજનનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જેને કારણે શહેરની સ્થિતિ વધારે વિકટ બની છે. સુરતને આઈનોક્સ કંપનીએ આજે 107 મેટ્રિકટન ઓક્સિજન આપ્યો હતો જ્યારે ગઈકાલે 100 મેટ્રિકટન ઓક્સિજન મળ્યો હતો.

આઈનોક્સ કંપની દ્વારા સૌથી વધારે ઉત્પાદન હજીરા ખાતે કરવામાં આવે છે. કોરોનાના સમયમાં આઈનોક્સ કંપની દ્વારા 170 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાંથી મધ્યપ્રદેશમાં ગઈકાલે 65 મેટ્રિક ટન અને આજે ઘટાડીને 52 મેટ્રિકટન જથ્થો આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે 120 મેટ્રિક ટન મધ્યપ્રદેશને આપવા સૂચના આપી હતી. પરંતુ શહેરની પરિસ્થિતિ વધારે બગડતા તેમાં ઘટાડો કરાયો હોય તેવું જણાઈ આવે છે