Dakshin Gujarat Main

બારડોલીમાં જ્વેલર્સની પૌત્રીનાં લગ્નમાં બંધ બારણે ચાલતી હતી સંગીત સંધ્યા, પોલીસે કરી આ કાર્યવાહી

બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટિઝન ક્લબમાં કોરોના મહામારી વચ્ચે એક જાણીતા જ્વેલર્સની પૌત્રીનાં લગ્નપ્રસંગમાં (Marriage) બંધ બારણે સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ વ્યક્તિ હાજર હોવાથી બારડોલી પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી પોલીસે (Police) ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ કલેક્ટરના જાહેરનામા ભંગ અંગેના ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલ યુવતીના દાદા અને કાકાને પોલીસ સ્ટેશન લઈ જઇ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. માણસ ટપોટપ મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકારે ધાર્મિક સામાજિક અને રાજકીય કાર્યક્રમો અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લગ્નપ્રસંગમાં 50થી વધુ વ્યક્તિ હાજર રાખી શકાય નહીં અને સાથોસાથ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય છે. આમ છતાં સુરત જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટિઝન હોલમાં ગુરુવારે બારડોલીના સિયારામ જ્વેલર્સનાં માલિક સુરેશ પારેખની પૌત્રીનાં લગ્ન હોવાથી બંધ બારણે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું. અહીં 100થી વધુ વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર હતા.

અહીં કોરોના ગાઈડલાઇનનો ભંગ થતો હોવાથી આ અંગે બારડોલી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સંગીત સંધ્યામાં ભંગ પડાવ્યો હતો. પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 279 અને કલેક્ટરના જાહેરનામા ભંગ અંગે 188 મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સિનિયર સિટિઝન હોલ ખાતે બારડોલી પોલીસે રેડ કરતાં જ સંગીત સંધ્યામાં હાજર મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી. અને કેટલાક મહેમાનો પાછલા બારણે ઘર તરફ રવાના થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે હાલ યુવતીના દાદા અને કાકાને પોલીસ સ્ટેશન લઈ જઇ તપાસ શરૂ કરી છે.

ઉચ્છલ-નિઝરમાં રસીકરણ માટે લોકજાગૃતિના પ્રયાસ

વ્યારા: નિઝરના તાપી ખડકલા ગામે ઉચ્છલના નેવાળા તથા પાટીબંધારા ગ્રામ પંચાયતના મોરગન ગામે મનરેગા યોજના હેઠળ ચાલતાં કામોનાં સ્થળે તથા અન્ય ગામોમાં ઘરે ઘરે જઇ મામલતદાર, પી.એસ.આઇ., આંગણવાડી વર્કર, આશાવર્કર, તલાટીઓ સાથે જાગૃત નાગરિકોએ રસીકરણની આવશ્યકતા અને અનિવાર્યતા અંગે માહિતી આપી હતી. તાપી જિલ્લામાં સો ટકા વેક્સિનેશન થાય એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે.

Most Popular

To Top