Health

કાળઝાળ ગરમીમાં ડિહાઈડ્રેશન કોવિડના લક્ષણો હોય શકે, હળવેથી નહીં લેવા સૂચના

surat : શહેરમાં કોરોનાના ( corona) વધતા કેસને જોતાં આઈએમએ દ્વારા એસએમએસનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. એએમએસ એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ ( social distance) , માસ્ક ( mask) નો ઉપયોગ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.સુરત આઈએમએ કોવિડ-19 ( covid 19) એક્શન સમિતિ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, અત્યારની પરિસ્થિતિને જોતાં SMSનું પાલન કરવું ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝર. લોકોએ હાલમાં જાતે જ લોકડાઉન ( lock down) નું પાલન કરવું જરૂરી છે. ખૂબ જ અગત્યનું કામ હોય તો જ ઘરની બહાર નીકળવું. હાલની બીમારીને લગતાં થોડાં પણ લક્ષણો દેખાય તો તરત જ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવો અને વિના વિલંબે ડોક્ટરની સારવાર લેવા અપીલ કરી છે. તાવ-શરદી-ખાંસી ઉપરાંત ઝાડા-ઊલટી, પેટનો દુખાવો તથા ખૂબ જ અશક્તિ તથા ગરમીમાં ડિહાઈડ્રેશનનાં લક્ષણો પણ કોવિડ બીમારીનાં લક્ષણ હોઈ શકે છે. જો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે અને બીમારીનાં લક્ષણો હોય તો RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે.

હાલમાં 30 ટકા આરટીપીસીઆર નેગેટિવ આવે છે

હાલના સમયમાં ૨૫ % -30 % કેસમાં RTPCR ટેસ્ટ પણ નેગેટિવ આવતો હોવાનું આઈએમએ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ કોવિડ પ્રોટોકોલ મુજબ ઈલાજ કરાવવો જરૂરી છે. દરેક દર્દીને IRCT ટેસ્ટની જરૂર હોતી નથી. લક્ષણ વગરના તથા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ પોતાના ઘરમાં જ ૧૦થી ૧૪ દિવસનું આઈસોલેશન જરૂરી છે. સાથે જરૂરી આરામ, પૂરતી ઊંઘ, પોષણયુક્ત ખોરાક અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જરૂરી છે.

દવાઓ ડોક્ટરની સલાહથી જ લેવી જોઈએ

coronavirus,3d render

તાવ માટે ફક્ત પેરાસિટામોલ દવા લેવી જોઈએ. Favipiravir દવા ડોક્ટરની સલાહ મુજબ ૭થી ૧૪ દિવસ લઈ શકાય. સાથે વિટામિન-ડી, ઝિંક તથા બીજા વિટામિન્સ લઈ શકાય. દર ચારથી છ કલાકે દર્દીનું SPO2 (ઓક્સિજનનું લેવલ) તથા તાવ માપવું જરૂરી છે. જો દર્દીનું SPO2 ૯૦-૯૩ ટકા રહેતું હોય તો આવા દર્દીને જ્યાં ઓક્સિજન આપવાની સગવડ હોય તેવી હોસ્પિટલ અથવા કોવિડ કેર સેન્ટર્સમાં દાખલ કરવા જોઈએ. જે દર્દીઓનું SPO2 ૯૦ ટકાથી ઓછું રહેતું હોય તેવા દર્દીઓને જે હોસ્પિટલમાં આઈસીયુ તથા વેન્ટિલેટરની સગવડ હોય તેવી હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. જે દર્દીઓને લક્ષણો વધુ હોય, ઓક્સિજન આપવાની જરૂર હોય અને હોસ્પિટલમાં દાખલ કરેલા હોય તેવા જ દર્દીઓને ઈજેક્શન રેમડેસિવિર આપવાની જરૂર પડે છે.

Most Popular

To Top