Gujarat Main

18 વર્ષથી વધુ ઉમ્મરના યુવાનો માટે કોરોના સામેની રસી આપવામાં 15 દિવસનો વિલંબ થશે

ગાંધીનગર : રાજયમાં તા.1લી મેથી 18 વર્ષની ઉપરના યુવાનોને કોરોના ( corona) સામેના જંગમાં રસી આપવામાં આગામી 15 દિવસનો વિલંબ થઈ શકે છે. આ સમયગાળા દરમ્યાન રાજયમાં 45 ર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ ( vaccination) ચાલુ રહેશે. રાજયમાં 18 વર્ષથી યુવાનો દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા જતાં વેબમાં ટેકનિકલ ખામી પણ આવતી હતી. આ ઉપરાંત રાજય સરકારે હવે કોવિશીલ્ડ ( covishield) વેકિસનના બે કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. જયારે હૈદરાબાદની બાયોટેકને કોવેકિસન ( covaccine) ના 50 લાખ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. રસીકરણના ત્રણેય તબક્કામાં ગુજરાતમાં કુલ વસ્તીના ૧૮.૩ ટકા એટલે કે ૧ કરોડ ર૦ લાખ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૯પ.૬૪ લાખ વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ર૧.૯૩ લાખ લોકોને બીજો ડોઝ અપાઇ પણ ગયો છે. આ ત્રણ તબક્કા માટે અત્યાર સુધી ગુજરાતને ૧ કરોડ ર૭ લાખ ૭પ હજાર વેક્સિન ડોઝ કેન્દ્ર સરકાર તરફથી મળી ગયા છે.


આજે સાંજે ફેસબુક લાઈવ ( facebook live) પર સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ( cm vijay rupani ) એ કહ્યું હતું કે, યુવાનો વેક્સિન માટે ઝડપથી ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવે. આવનારા ૧૫ દિવસોમાં જ્યારે રસીનો જથ્થો ઉપલબ્ધ થશે ત્યારે તબક્કા વાર અને સમયબદ્ધ રીતે રસીકરણની કામગીરી શરૂ કરી દેવાશે.તેમણે કહ્યું હતું કે, ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોના વેક્સિનેશનનો ચોથો તબક્કો ૧લી મે થી તબક્કાવાર શરૂ થવા જઇ રહ્યો છે. રાજ્ય સરકારે રસીકરણ માટે પહેલાં દોઢ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે વધારીને હવે અઢી કરોડની કરી છે. પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યુટ ( serum institute) ને કોવિશીલ્ડ વેક્સિનના બે કરોડ ડોઝ માટે તેમજ હૈદરાબાદની ભારત બાયાટેકને કોવેક્સિન રસીના પ૦ લાખ ડોઝ માટે રાજ્ય સરકારે ઓર્ડર આપી દીધા છે. વેક્સિનેશન ડ્રાઇવને વધુ સઘન બનાવવા સમગ્ર રાજ્યમાં અત્યારે સરકારી અને ખાનગી મળીને ૬ હજાર વેક્સિનેશન સેન્ટર્સ કાર્યરત કરેલા છે. ૧૮ વર્ષથી ઉપરની વયના જે લોકો સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર રસી લેવા આવે તેઓને વિનામુલ્યે રસી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે ગઇ કાલે ચાર વાગે જ્યારે કેન્દ્ર સરકારની COWIN વેબસાઇટ ઉપર ૧૮ વર્ષથી વધુ લોકો માટે રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થઇ ત્યારે એક જ કલાકમાં લાખો યુવાનો રજિસ્ટ્રેશન કરાવવા માટે આગળ આવ્યા. વધુ ટ્રાફિકના કારણે થોડા સમય માટે આ કામગીરી બંધ પણ રહી હતી પણ ત્યાર બાદ ફરીથી રજિસ્ટ્રેશનની કામગીરી સારી રીતે ચાલી રહી છે જે ખુબજ ઉત્સાહ જનક બાબત છે. રાજ્ય સરકારે રસીકરનના ચોથા તબક્કા માટેની તૈયારીઓ લગભગ પૂરી કરી દીધી છે. કેન્દ્ર સરકારના દિશાનિર્દેશનમાં ગુજરાતે રસીકરણ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારા ૧૮ થી ઉપરની વયના દરેક વ્યક્તિને તેનો વારો આવે ત્યારે તબક્કાવાર વેક્સિનેશન થઇ જાય, કોઇ રસીથી વંચિત ન રહે તે માટેનું પ્લાનિંગ ડીટેઇલ અને એડવાન્સ પ્લાનિંગ પણ કરી દીધું છે.રસીકરણના ત્રણેય તબક્કા સુઆયોજિત રીતે પ્રજાના સહયોગથી પાર પડ્યા છે. ક્યારેય પણ રસીકરણની ચેઇનમાં બ્રેકડાઉન આવ્યું નથી કે કયાંય કોઇ તકલીફ થઇ નથી
પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યુટના કોવિશીલ્ડની ૩.૭૦ લાખ અને હૈદરાબાદની ભારત બાયોટેકની ૩.૩૦ લાખ કોવેક્સિન ડોઝ મળીને હાલ રાજ્યમાં ૭ લાખથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. આ ડોઝ અત્યારે ચાલી રહેલા ૪પ થી વધુની વયના લોકોના રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવાઇ રહ્યા છે અને હજુ વધુ ડોઝ ભારત સરકાર પાસેથી મેળવીને ૪પથી વધુની વયના લોકોને રસી આપવાનું અભિયાન પણ ચાલુ જ રહેશે

Most Popular

To Top