SURAT

નવી સિવિલ હોસ્પિ.માં ગંભીર દર્દીઓને દાખલ કરવાનો ઈન્કાર નહીં કરો: સાંસદ સીઆર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી દર્દીઓ લેવાનું બંધ કરી દેતાં ગંભીર દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી હતી. જોકે, આ મામલે હવે સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રભારી અધિકારી મિલિન્દ તોરવણેને સૂચના આપી હતી કે ગમે તેવી પરિસ્થિતિ કેમ નહીં હોય પરંતુ નવી સિવિલ હોસ્પિ.માં દર્દીઓને દાખલ કરવાનો ઈન્કાર નહીં કરો.

સાંસદ પાટીલની સૂચનાને પગલે સાંજે પાંચ વાગ્યાથી ગંભીર દર્દીઓને નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેરમાં દાખલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, હવેથી આ બંને હોસ્પિ.માં દર્દીઓને દાખલ કરવામાં આવશે. કોઈપણ દર્દીને ઈન્કાર કરવામાં આવશે નહીં

હજીરાની આર્સેલર મિત્તલ હોસ્પિટલમાં મહાપાલિકાનો સ્ટાફ કામગીગી કરશે

એક હજાર બેડની હોસ્પિટલ આર્સેલર મિતલ હજીરા ખાતે શરૂ કરવામાં આવી છે. તેમાં મહાપાલિકાનો સ્ટાફ મોકલવામાં આવશે. આ મામલે સાંસદ પાટીલ દ્વારા મ્યુનિ.કમિ. સાથે ચર્ચા કરવામાં આવી છે. કાલથી હોસ્પિ.ની કામગીરી શરૂ થઈ જશે. આ હોસ્પિ. શરૂ થતાં જ નવી સિવિલ હોસ્પિ. પરનું ભારણ ઘટી જશે તેમ પણ પાટીલે જણાવ્યું છે.

કામદારવર્ગ માટે સિટી બસ સેવા શરૂ કરાશે

હાલમાં ઈન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામદારો રિક્ષામાં ભરાઈને જઈ રહ્યાં છે. એક જ રિક્ષામાં 10 જેટલી કામદારો જતાં હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ છે. આ કારણે સાંસદ સીઆર પાટીલે સુરતમાં ઈન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામદારો માટે સિટી બસ શરૂ કરવા માટે મ્યુનિ.કમિ.ને જણાવ્યું છે.

Most Popular

To Top