Top News

More Posts

   The Latest

Most Popular

વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મકેન્ઝી સ્કોટે એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે મેકેન્ઝીને જેફ બેઝોસથી છૂટાછેડા લીધા ત્યારે 38 અબજ ડોલરના શેર મળ્યા હતા. મેકેન્ઝી સ્કોટ એક લેખક અને સામાજિક કાર્યકર છે. તેણે અમેરિકાના સિએટલમાં રહેતા વિજ્ઞાનના શિક્ષક ડેન જૈવેટ સાથે લગ્ન કર્યાં છે.

આ વાત તેણે લગ્ન બાદ તરત જ જાહેર કરી દીધી હતી. જેફે એક્સ વાઈફને અભિનંદન આપ્યા હતા. એમેઝોનના પ્રવક્તા દ્વારા નિવેદનમાં બેઝોસે કહ્યું કે, ડેન એક સારા માણસ છે અને હું તે બંને માટે ખુશ છે. 50 વર્ષિય મેકેન્ઝી સ્કોટ 53.5 મિલિયનની સંપત્તિ સાથે વિશ્વના 22મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

ગયા વર્ષે જુલાઇમાં કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સ્કોટે 116 એનજીઓને 1.68 મિલિયન યુએસ ડોલરની રકમ દાનમાં આપી હતી. તે યુએસમાં બીજી સૌથી મોટી દાતા છે. પ્રથમ નંબર તેના ભૂતપૂર્વ પતિ જેફ બેઝોસનું સ્થાન છે, જેમણે 10 અરબ ડોલરનું દાન આપ્યું હતું.

To Top