Gujarat

રાજ્યમાં 11 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલશે, હોટલોમાં બેસી જમી શકાશે, રાત્રી કફર્યુ 26મી જૂન સુધી લંબાવાયો

ગાંધીનગર: રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તા. ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, આ નિયંત્રણો તા. ૧૧ જૂનથી ૨૬મી જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટ અને હોટલ (Hotel) આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂન ના સમય  દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 % સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જોકે કર્ફ્યુના (Curfew) સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે. જયારે ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે. આ ઉપરાતં કોર કમિટી દ્વ્રારા 36 શહેરોમાં કોરોના રાત્રી કફર્યુ પણ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ કર્ફ્યુના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાત્રી કર્ફ્યુનો અમલ તા. 11 જૂન રાત્રે ૯ થી તા. ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કફર્યુનો અમલ કરવાનો રહેશે.

તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપવામાં આવી છે.

રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

Most Popular

To Top