Dakshin Gujarat

‘દારૂની પાર્ટી કરો છો, રાત્રે મહિલાઓને બોલાવો છો’ કહેનાર ભરૂચ જિલ્લા પંચાયતના આ ચેરમેનના પતિ વિરૂદ્ધ ફરિયાદ

રાજપીપળા: નર્મદા જિલ્લા (Narmada District) આરોગ્ય અધિકારીએ ભાજપ (BJP) શાસિત નર્મદા જિલ્લા પંચાયત (Jilla Panchayat) આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરી પરમારના પતિ રજનીકાંત વિરુદ્ધ પોતાને ફોન પર ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવાતાં ખળભળાટ મચ્યો છે. તો બીજી બાજુ જિલ્લાના રાજકારણમાં (Politics) પણ ગરમાવો આવી ગયો છે. નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેનના પતિ વિરુદ્ધ CDHOએ ફરિયાદ નોંધાવી છે.

નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 03/06/2021 ના રોજ એમના ફોન પર રજનીકાંત પરમારનો ફોન આવ્યો હતો. ફોન પર આક્ષેપો લગાવ્યા હતા કે, તમે બે-ત્રણ અધિકારીઓ મળી શનિ-રવિના દિવસે દારૂની પાર્ટી કરી મજા કરો છો. સાથે સાથે રાત્રે મહિલાઓને ઘરે બોલાવો છો. તમે સોમવારે ઓફિસના વિધવા પટાવાળા બહેન પાસે વાસણો ધોવડાવો છો, એમનું શોષણ કરી મનફાવે એમ બદલીઓ કરો છો.

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ વિરુદ્ધ રાજપીપળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાતાં સ્વાભાવિક રીતે ભાજપની છબી ખરડાઈ છે. આ મામલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, એક અધિકારી સાથે આવી વર્તણૂક ન કરાય. આ મામલે અમે યોગ્ય કાર્યવાહી કરીશું.

Most Popular

To Top