Entertainment

જાને કયા તુને કહી

જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,
બાત કુછ બન હી ગઇ
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,
બાત કુછ બની હી ગઇ
જાને કયા તુને કહી
સનસનાહટ સી હુઇ, થર્રથર્રાહટ સી હુઇ
જાગ ઉઠે ખ્વાબ કઇ, બાત કુછ બની હી ગઈ
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,
બાત કુછ બન હી ગઈ જાને કયા તુને કહી
ઝુલ્ફ શાને પેમુડી, એક ખુશ્બુ સી ઉડી (2)
ખૂલ ગયે રાઝ કઇ, બાત કુછ બન હી ગઇ
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,
બાત કુછ બન હી ગઇ
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,
બાત કુછ બનહી ગઇ
જાને કયા તુને કહી

ગીતકાર: સાહિર લુધ્યાનવી સ્વર: ગીતા દત્ત સંગીત: સચિન દેવ બર્મન ફિલ્મ: પ્યાસા દિગ્દર્શક : ગુરુદત્ત વર્ષ 1957 કલાકારો  : ગુરુદત્ત, વહીદા રહેમાન, રહેમાન, માલાસિંહા, જોનીવોકર

પ્રથમ પ્રેમની વાત, પ્રથમ પ્રેમના સૂક્ષણ અનુભવની વાત ગીતકારોએ લખી છે. અહીં સાહિર પણ લખે છે પણ તેની ભાષામાં  સાદગી છે કારણ કે તે જે ગાઈ રહી છે તે એવા વર્ગની નથી જે કાવ્યાત્મક શૈલીથી, ભાષાકીય શૃંગારથી કહી શકે. પણ એ  મર્યાદા હોય તો પાત્રની છે, સાહિરસાબની નથી. તેઓ નાના નાના ટૂકડાઓથી પંક્તિ બાંધે છે અને તે કારણે એક હળવાશ  સાથે પ્રેમની કમાલ વર્ણવાય છે. ફિલ્મની સિચ્યુએશન તો એવી છે કે જેને પોતે ચાહતી આવી તેવા પ્રિયતમને પોતાના નિવાસમાં નિમંત્રીત કરે છે. વહીદાજી ગાતા ગાતા આગળ વધે છે ને ગુરુદત્તે તેમને અનુસરે છે. બન્ને એ એકબીજા માટેનો પ્રેમ હજુ વ્યક્ત નથી કર્યો. પણ બન્ને જાણી ચુક્યા છે કે પ્રેમ તો થઇ ચુકયા છે? કેવી ીરતે થયો? પ્રેમની ભાષા પ્રતમ તો આંખો હોય, ને આખું ય શરીર હોય. તમે એકબીજાને કશું ન કહો પણ બંને સમજી શકે કે પ્રેમની જ આ પળ છે. એમાં એકબીજાને શું કહ્યું ને એકબીજાએ શું સાંભળ્યું? બસ, વાત કાંઇક બની જ ગઇ! પ્રેમનું એવું જ હોય. આમ જુઓ તો કશું જ ન કહ્યું હોય પણ પ્રેમમાં હો તો જે કહ્યું નથી તે પણ સંભળાય જાય. ખબર નહીં શું કહ્યુંને શું સાંભળ્યું પણ જે વાત બનવાની હતી તે બની જ ગઈ!-ને આમ બની ગયાનું આશ્ચર્ય પેલી યુવતીને ય છે તે દોહરાવે છે. જાને કયા તુને કહી.

આખા ગીતમાં દિગ્દર્શક ગુરુદત્તે હીરો ગુરુદત્તના મુખભાવ આ ગીતમાં દર્શાવ્યા નથી અને એ અર્થમાં આ ગીત પૂરેપૂરું નાયિકાનું જ છે. તેને તો આ પહેલાં પ્રેમની અનુભૂતિ હતી તે તો ફકત મનની હતી. તે જ વ્યવસાયમાં છે તેમાં મન નહીં, શરીર જ હોય. એટલે તે પોતે પ્રથમ પ્રેમની અનુભૂતિથી રોમાંચિત છે. પરદા પર ગીત જોશો તો તેની આંખમાં ચંચળતા મસ્તી પણ પ્રવેશેલી છે. એટલે જ તો જાણે ભાષા સાથે પણ ક્રીડા કરે છે. સળંગ પંકિત નહીં, નાના નાના લયથી વાત વ્યક્ત  કરે છે, સનસનાહટ સી હુઇ, થર્રથર્રાહટ સી હુઈ જાગ ઉઠે ખ્વાબ કઇ, બાત કુછ બની હી ગઈ… એક આછુ શું કંપન થયું લોહી વહાવતી નસોમાં એક આછી ધ્રુજારી જેવું થયું અને એક શમણાઓ જાગી ગયા. વાત કાંઇક બની જ ગઈ. સાહિરની કમાલ એ છે કે ઓછા શબ્દવાળા ત્રણ ટૂકડા છે પણ વાત ઊંડી અનુભૂતિની છે એવી અનુભૂતિ છે કે જેના કારણે અનેક શમણા જાગી ગયા.

નાની અમથી લાગતી વાત આમ તો કેટલી મોટી છે! ફિલ્મનાં સંજોગની વાત એ છે કે ગુરુદત્તનું પાત્ર તો કવિનું છે તેની સામે શું વ્યક્ત કરવું? કેવી રીતે વ્યક્ત કરવું? બસ જે છે તે પ્રેમ છે. જેને પ્રેમની વ્યાખ્યા કરતા બહુ આવડે એજ પ્રેમ કરી શકે એવી તો કયાં કોઇ શરત હોય શકે? પ્રેમ થાય તો શું શું થાય? બહુ બધુ થાય પણ બહુ બધુ કહેવાય નહીં. આ ગીત પ્રેમની અશબ્દ અભિવ્યક્તિનું છે. નૈન ઝૂક ઝૂક કે ઉઠે, પાંવ રૂક રૂકકે ઉટે આ ગઇ ચાલ નઇ, બાત કુછ બન હી ગઈ! પ્રેમમાં બસ આવું થાય. પોતાના પ્રિય પાત્રને જોવા પાંપણ ઉઠે પણ ભીતર એટલું બધું અવ્યક્ત તોફાન મચ્યું હોય કે પાંપણ ફરી ઝૂકી જાય. સાહિર આ આખી વાત માત્ર પાંચ જ ટૂંકા શબ્દમાં વ્યક્ત કરે છે. આંખો નમી નમીને ઉઠી. એ જ રીતે પગો ય અટકી અટકીને ઉપડયા. ચાલવું ય છે ને નથી ચાલવું. પ્રથમ પ્રેમની ક્ષણોમાં કાંઇ ખબર જ પડે કે શરીરમાં મનમાં શું બની રહ્યું છે. પોતાની પરનું નિયંતંરણ જ ચાલી જાય. નૈન ઝૂક ઝૂક કે ઉઠે, પાંવ રૂક રૂક કે ઉઠે આ જ તો છે પ્રેમને જેના કારણે અચાનક જ નવી ચાલ આવી જાય. તમારો લય બદલાય જાય.

સાહિર બહુ સૂક્ષ્મ ભાવ પકડે છે. ઝુલ્ફ શાને પે મુડી, એક ખુશસ્બુ સી ઉડી, ખૂલ ગયે રાઝ કઇ બાબત કુછ બન હી ગઈ. વાળ છટાભેર, ઠાઠથી ઉડયા ને એક સુગંધ સમી ઉઠી. પ્રેમમાં પડો તો અચાનક પોતાના દેહસૌંદર્યનો ખ્યાલ આવે ને એ સૌંદર્યમાં કામણ પણ જાગે. પ્રેમની પ્રથમ અનુભૂતિમાં શરીરમાંથી એક જૂદી ગન્ધ ઉઠે. આછા પરસેવા સાથે આ ગન્ધ એ બે વચ્ચે જ અનુભવાય. બસ, આટલું બને અને (પ્રેમનાં અનેક રહસ્યો ખુલી જાય. એકબીજાને કહ્યા વિના એકબીજા શું કહેવું છે તે કહેવાય જાય. નાની અમથી ચેષ્ટા હોય પણ મનના અનેક સંકેતો તે કહી દે. બાત કુછ બની હઈ ગઈને તોય પોતાને જ ખબર ન પડે કે એણે શું કહ્યું ને મેં શું સાંભળ્યું બસ જે વાત બનવાની હતી તે બની ગઈ! ગીત પૂરું કરો ત્યારે થાય કે અહા, કેવુ મસ્ત છે! પ્રેમની મસ્તી અહીં હૃદયનાં હિલ્લોથી વ્યક્ત થઇ છે. સચિન દેવ બર્મને વધુ વાદ્યો વિના, ગીતા દત્તાના અવાજમાં રહેલી મસ્તીને ભય સાથે પ્રેમની કુંવારી અનુભૂતિ ગવડાવી છે. પરદા પર વહીદાજી વડે જે જાદુ થાય છે તે તો જોવાથી અનુભવાશે. – બ.ટે.

Most Popular

To Top