એક શ્રીમંત સદ્ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત.ઘરના મંદિરમાં રોજે રોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને...
વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ ને...
આપણી પાસે રાજય કક્ષાએ સાહિત્યના સર્જન તથા સંવર્ધન માટે કામ કરતી બે મુખ્ય સંસ્થાઓ છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ. આ સંસ્થાઓનું...
ભારતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદમાં કુલ ૨૪ ટકા ઘટ રહી છે અને આ વર્ષે આ મહિનામાં ૧૯ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે...
નડિયાદ: કઠલાલ તાલુકાની સીટી સર્વે ઓફિસના પટાવાળાએ ઓફિસના સર્વેયર અને ક્લાર્કના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કરવાના મામલે સાડા ત્રણ...
આણંદ : નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દાન કરીને યુનિવર્સીટી પ્રત્યેનું રુણ ચુકવ્યું હતું. અત્યાર સુધીમાં યુનિવર્સીટીમાં ભુતપુર્વક વિદ્યાર્થીઓ દ્વારા...
આણંદ ; આણંદ સ્ટેશન પરથી પસાર થતી ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરના બે મોબાઇલ અને રોકડ ભરેલું પર્સ અજાણ્યો શખસ...
આણંદ : રાજ્યના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રીના તમામ પડતર પ્રશ્નોનો વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી માગણી ફરી ઉઠી...
વડોદરા : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડતાં મોડી સાંજે 20...
વડોદરા : કોરોનાકાળ દરમિયાન કેટલાક લોકો સરકારની બેદરકારી નો ભોગ બન્યા તથા દવાઓ ઇંજેક્શનોમા કાળાબજારી, હોસ્પિટલોમાં અસુવિધાઓ થી પીડિત જનતાની પડખે કોંગ્રેસે...
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જ બનેલા આરસીસી રોડની હાલત દૈનિય બનવા પામી છે.જ્યારે ઓપીડી બહાર જ...
વડોદરા-ડભોઇ: વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના પલાસવાડા ગામમાં પાંચ મકાનોના તાળાં તોડી સોના- ચાંદીના ઘરેણાં અને રોકડ મળી રૂપિયા 5.33 લાખ ઉપરાંતનો મુદ્દામાલ...
ગુજરાતમાં (Gujarat) ભાજપની સરકાર (BJP Government) તમામ મોરચે નિષ્ફળ નીવડી છે, જેના કારણે ગુજરાતની પ્રજાએ ન કલ્પી શકાય તેવું દુઃખ થયું છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાંથી અડધા એટલે કે 6 કેસ સુરત મનપામાં નોંધાવા પામ્યા છે. આ...
સાપુતારા નવસારી : (Navsari Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ (Rain) પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ધોધમાર વરસાદનાં પગલે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ (River) બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના...
સુરત: (Surat) કહેવાય છે કે અસલ જુના જમાનામાં જ્યારે હોસ્પિટલોની સગવડ ન્હોતી અને મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ્ડ ન હતું ત્યારે દાઈને ઘરે...
સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા બે વર્ષના માસૂમનું (Child) મોત નિપજ્યું છે. એકનો એક...
સુરતના લિંબાયત વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીંના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી 2 વર્ષનો માસૂમ બાળક ગયા શનિવારે નીચે પટકાયો...
બાળકો જ દેશનું ભવિષ્ય છે તેમ 75 વર્ષથી કહીએ તો છીએ, પણ રાષ્ટ્રના ભાવિ ઘડતર માટે સાહિત્ય ક્ષેત્રે કંઇ રોકાણ થતું જોવા...
સુરત: (Surat) ગુજરાતમિત્ર’ 159 મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાતી અખબારી પત્રકારિત્વ તેની દ્વિશતાબ્દી ઉજવી રહ્યું છે ત્યારે ‘ગુજરાતમિત્ર’ના (Gujaratmitra) અખબારી કાર્યને...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના નવા મુખ્યમંત્રી (CM) તરીકેના શપથ લીધા બાદ સીધા જ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તાત્કાલિક સૌરાષ્ટ્રમાં...
કોંગ્રેસના પીઢ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું 80 વર્ષની ઉંમરે મેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. ફર્નાન્ડિઝ લાંબા સમયથી બિમાર હતા. યોગા કરતી વખતે તેમને...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે (Meteorological Department) આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)...
સુરત: (Surat) દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુરતીઓના (Surties) જીવ તાળવે ચોંટે છે. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઉકાઈ ડેમ (Ukai...
દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12...
છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર...
માનવજીવનમાં ક્યારેક ચિંતા, અકળામણ વધારે એવા પ્રસંગ-સંજોગોની અવરજવર થતી રહેવાની.ભાઈ જીવન છે! કોઈ પણ સ્થિતિ કાયમી નથી. હવે શું થશે? આવા વિચારો...
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમા...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
એક શ્રીમંત સદ્ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત.ઘરના મંદિરમાં રોજે રોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને પાઠ પણ. આ તેમનો વર્ષોથી નિયમ. ખૂબ ભાવથી પૂજા કરે.બધા તેમની ભક્તિ અને મંદિરના વખાણ કરે.તેમની શ્રધ્ધાના દાખલા આપે.દિલમાં ભરપૂર ભક્તિ હતી અને ઘરમાં ઈશ્વરકૃપાથી સાહ્યબી પણ હતી.પણ અચાનક નસીબનું પાનું પલટાયું અને બધું પળભરમાં બદલાઈ ગયું.ધંધામાં ખોટ જતાં ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું.પણ ન બદલાઈ તેમની ભક્તિ અને ભક્તિ કરવાની રીત.

એક દિવસ એક સંબંધી તેમના ઘરે આવ્યા.નાનકડા ઘરમાં પણ સુંદર સરસ મંદિર હતું અને સરસ શણગાર પણ.સંબંધી બોલ્યા, ‘વાહ તમે હજી આટલી જ સરસ પૂજા કરો છો.શું વાત છે? મને એમ કે આટલી ભક્તિ કરવા છતાં આવા દુઃખના દિવસો જોવા પડ્યા તો તમારી શ્રધ્ધા ડગમગી ગઈ હશે.કદાચ પૂજા પણ નહિ કરતાં હો.’ સદ્ગૃહસ્થે કંઈ માઠું ન લગાડ્યું અને હસતાં હસતાં બોલ્યા, ‘ભાઈ, એ તો કર્મના અને નસીબના ખેલ, એમાં મારો કાળીયો ઠાકર શું કરે? જીવ છીએ જે ભોગવવાનું હોય તે ભોગવવું જ પડે.’
સંબંધી બોલ્યા, ‘વાહ તમારા વિચારો અને ભક્તિ તો ઓછી થવાને બદલે વધુ નીખરી છે.’ સદ્ગૃહસ્થે કહ્યું, ‘સાવ સાચી વાત, મારા મનમાં રહેલી ભક્તિમાં સુધાર થયો છે તેનું એક રહસ્ય છે.મને એક એવો મિત્ર મળ્યો છે, જેણે આંગળી ઝાલીને જાણે મને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે.તેણે મને હંમેશ સમજાવ્યું છે કે ભગવાન ભાવનો અને તમારા પ્રેમનો ભૂખ્યો છે.તમે તેને શું આપી શકવાના છો, પ્રેમ સિવાય બીજું કંઈ જ નહિ.મારા મિત્રે મને સમજાવ્યું છે ભગવાન તમારો સૌથી સારો મિત્ર છે, જયારે બધા સાથ છોડી જાય ત્યારે પણ તે તમારી સાથે જ રહે છે માટે તેનાથી ડરવું નહિ અને તેનામાં વિશ્વાસ રાખી તેણે સર્જેલા સંજોગોથી પણ ડરવું નહિ.મારા મિત્રે મને સમજાવ્યું છે કે ભગવાન પાસે કંઈ ન માંગો.
તે આપણને માંગ્યા વિના જ સઘળું આપે છે.બસ સમર્પણ અને શ્રધ્ધા રાખવી જરૂરી છે.’ સંબંધી ચુપચાપ ગૃહસ્થની વાત સાંભળી રહ્યા.ગૃહસ્થ પોતાના લાલને પ્રસાદ ધરાવી દીવો કરતાં બોલ્યા, ‘આ ભગવાને દેવદૂત સમ મોકલેલા મારા મિત્રની વાતોથી મારી ભક્તિમાં એવો સુધાર થયો છે કે હવે હું સર્વશક્તિમાન ઈશ્વરથી ડરતો નથી. પરમ પરમાત્માને પ્રેમ કરું છું.હવે હું ભગવાન પાસે ઝોળી ફેલાવી કંઈ માંગતો નથી. કોઈ અપેક્ષા રાખતો નથી. મને ભરોસો છે કે તે મારી સાથે છે અને તે જે કરશે તે સારું જ કરશે.’ દેવદૂત સમ મિત્ર મળે તો નસીબ.પણ ન મળે ત્યાં સુધી આપણી ભક્તિમાં ડરના સ્થાને પ્રેમ અને અપેક્ષાના સ્થાને ભરોસો પરોવી ભક્તિમાં સુધાર કરીએ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.