Vadodara

સાંજે વરસાદની ધમાકેદાર બેટિંગ માત્ર 20 મિનિટમાં જ 71 મીમી નોંધાયો

વડોદરા : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડતાં મોડી સાંજે 20 મિનિટની વરસાદની ધમાકેદાર બેટીંગ એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા. પાણી ભરાવાના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ .પાલિકાની પ્રિમોન્સુન કામગીરી તદ્દન ફેલ. નાગરિકોના કરોડો રૂપિયાનું જાનમાલનું નુકસાન.શહેર માં 72 એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા શહેરમાં વરસી રહ્યા છે અને પાલિકાના પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી રહ્યા છે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જોકે મોડી સાંજે 20 મિનિટના વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઇ હતી.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઇ જતા વેપારીઓને પોતાનો માલ સામાન ખસેડવાનો વારો આવ્યો હતો. એમ જી રોડ, પાણીગેટ,રાવપુરા, અમદાવાદી પોળ,સંગમ ચાર રસ્તા, આજવા રોડ, વાઘોડિયા રોડ,સમાં, કારેલીબાગ, સમાં, હરણી સહિત વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે રોડો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. મોટાભાગના રોડો ઉપર વરસાદી પાણી ભરાયા ભરાઈ ગયા હતા. વાહન ચાલકો ના વાહન વરસાદી પાણી ઘૂસવાથી બંધ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.

શહેરના નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.જેના કારણે વેપારીઓએ માલસામાન સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયા નાગરિકોના વેરામાંથી ખર્ચાય છે પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ-નેતાઓ ના ભ્રષ્ટાચાર ના કારણે રૂપિયા પાણીમાં જાય છે. ઓફિસ ટાઇમ પછી વરસાદ પડે તો કર્મચારીઓ પોતાના કચેરીઓમાંથી ગાયબ થઈ જાય છે. શહેરમાં આવે 71 એમએમ વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top