ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ...
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષયે બુધવારે સવારે ટ્વીટ કરીને આ દુ: ખદ સમાચાર વિશે માહિતી આપી છે....
‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા...
ઘેર બેઠા માથાકૂટ કરવા માટે ભગવાને પતિને પત્ની અને એ જ રીતે પત્નીને પતિ આપ્યો છે. પતિની ગતિ ન્યારી છે પણ માણસ...
સુરત સોનાની મૂરત’ આ પ્રચલિત કહેવતને હવે બદલીને ‘સુરત હીરાની મૂરત’ કહેવું જોઈએ. આજે ભારતનું જે શહેર, સૌથી વધુ ઝડપથી વિકાસ પામી...
60 વર્ષથી વધુની જો તમારી ઉંમર છે અને તમારાં અંગોમાં ખાસ કરીને હાથમાં ધ્રૂજારી /કંપારી/ ઝણઝણાટી આવે છે, તમારી ચાલ ધીમી પડે...
મેદારને વીમો લેવા માટે પ્રેરવા માટે વીમા કંપની તરફે વિવિધ પ્રકારની પ્રલોભક રજૂઆતો થતી હોય છે પરંતુ, એ જ વીમેદાર જયારે એ...
શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે પ્રશ્ન: મારી ઉંમર ૨૫ વર્ષની છે. ઘરવાળા લગ્ન માટે દબાણ કરે છે. મને છોકરીઓ...
જે નાગરિકોને ‘સત્તા નિર્ભર’ રાખવા માંગે છે એ સરકાર આત્મનિર્ભરતાની વાત કઇ રીતે કરે છે? લોકો સમજી ગયા છે કે આ એક...
બેસિલસ કાલ્મેટ ગુરીન’[BCG] નામની વેક્સિનને સો વર્ષ પૂર્ણ થયાં છે. આજે જેમ કોરોનાની વેક્સિન લાખો લોકોના જીવ બચાવી રહી છે તેવી જ...
કેટલાક સંબંધો એવા હોય છે જેમાંથી છૂટકારો મળતો નથી. જીવનભર નિભાવવા પડે.’ રાધાબેન મંદિર સામે બેઠાંને બોલ્યાં. લાલાને દૂધ–દહીંથી નવડાવીને વસ્ત્રો પહેરાવીને...
૧૯૯૬ માં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા પર આવ્યું હતું તેના કરતાં ૨૦૨૧ નું તાલિબાન વધુ ચાલાક અને ચબરાક છે. તેનો પુરાવો એ...
તમે કોફી રાખો છો?’ ચશ્મા આંખો પરથી હટાવી પોતાના દુપટ્ટા વડે ચહેરા પરથી પરસેવો લૂછતાં એક સુંદર યુવતીએ મને પૂછ્યું. મારા બાંકડે...
ખરેખર આપણે કઠણ કાળજાનાં થઇ ગયાં છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને બનાવ્યાં ત્યારે...
તાજેતરમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન કર્યું કે ભારતમાં મુસ્લિમોની બહુમતી થશે તો કાયદા- કાનુન કોર્ટ બધુ ખત્મ થઇ જશે અને...
મેટ્રો રેલવે બે પ્રકારની જાણી છે. એક તો એ છે કે, જમીનની અંદર બોગદાં (ટનલો) ખોદીને, એમાં ગાડીઓ દોડાવવામાં આવે છે તે....
ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય એવો ઉદાત્ત ભાવના દાખવીને શિક્ષકોને આદર, પ્રતિષ્ઠા આપી છે. બાળકના...
શાકભાજીનો પ્રશ્ન આજે વર્ષોથી પેચીદો છે. જો પોતાના ખેતરમાંના શાકભાજી અને બીજા પાક મોટાં શહેરોમાં જાતે ડાઇરેક્ટ બજારોમાં આવીને વહેંચે તો પ્રજાને...
અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી.જલ્દી ઘરનાં બધાં ઊઠી ગયાં. બધાએ દોડાદોડી કરી મૂકી. ડોક્ટરને બોલાવ્યા,ડોકટરે કહ્યું, ‘હાર્ટએટેક છે જેમ બને...
પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ...
થોડા દિવસ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે કહ્યું તેનો અર્થ કંઈક એવો થાય છે કે ભારતનું હિન્દુત્વ ખતરામાં છે. હિન્દુઓની...
ગયા મહિને ૧પમી ઓગસ્ટના દિવસે આપણે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનના ફાઇટરોએ તે દેશની રાજધાની...
દાહોદ: દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી એક સાથે ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો...
ગોધરા : ગોધરામાં આશરે ૭૫ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. કોવિડ 19, કોરોનાને કારણે તમામ ઉત્સવોની ઉજવણી સીમિત કરવામાં આવી રહી છે.ગુજરાત...
આણંદ : કડાણા તાલુકાના મોટાપડાદરા ગામે રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ...
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ રેશનકાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી....
આણંદ : આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલી અનાજ – કરિયાણાની દુકાનને શટર તોડ ગેંગે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે શટર ઉંચુ...
વડોદરા : સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. રાજ્યમાં ફરી ચોમાસુ બેસતા છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી અને ઉકળાટમાં થી પણ લોકોને...
વડોદરા : વડોદરાજિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી ઉપર ભ્રષ્ટાચારના વહીવટ ઉપર આક્ષેપો મુકનાર અને સાવલીના ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન...
ગોધરા: દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામના ગ્રામજનોની અદલવાડા સિંચાઈ યોજના અને હડફ, કબુતરી યોજના અસરગ્રસ્તો હોય આ તમામ અસરગ્રસ્તોને ડુબાણમાં ગયેલ...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી (Education Minister) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ (Teachers) સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારતાં આખરે એને રદ કરવામાં આવ્યો છે. હવે શિક્ષકો અગાઉના કલાકોની માફક જ કામ (Work) કરી શકશે.

6 કલાકની ડ્યુટીના 8 કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે, પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર ન હતા. રાજ્યની મોટા ભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11થી 5નો છે. જે અનુસાર 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે, એવો રાજ્યના શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારતાં આખરે એને રદ કરવામાં આવ્યો છે.

2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ ત્યારે નિયામક દ્વારા કરાયેલ પરિપત્રમાં RTEના ઉલ્લેખ અનુસંધાને આઠ કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો હતો. આજની પરિસ્થિતિમાં દરેક શાળામાં PTC, B.Ed થયેલ ટ્રેન ટીચર ઉપલબ્ધ છે. સરકારી અન્ય કચેરીમાં કર્મચારી આઠ કલાક નોકરી કરે છે તો શાળામાં પણ શિક્ષકોએ આઠ કલાક ફરજ બજાવી જોઈએ તેવું શિક્ષણમંત્રીએ કહ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આપવામાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે.