વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી(Gnanavapi) મસ્જિદ(Mosque) સંકુલના સર્વે(Survey) દરમિયાન સોમવારનાં રોજ શિવલિંગ મળ્યા હોવાના હિંદુ પક્ષે કરેલા દાવા મામલે રાજકારણ શરુ થઇ ગયું છે....
ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ ત્રણ જગ્યાએ એક જ પ્રકારના ધાતુના ગોળા (Metal Ball) પડવાની ઘટના બની હતી. ત્યાર બાદ લોકોમાં...
સુરત : વ્યારાનગરની ઐતિહાસિક્તા (Historical place) અંગે સને 2012માં મહાશોધ નિબંધ તૈયાર કરાયો હતો. વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીમાં રજુ કરાયેલા આ મહાનિબંધમાં...
ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં પાણીની (Water) તંગી વર્તાય રહી છે. કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ઉનાળાના કારણે નાના ડેમો (Dam) સૂકા...
સુરત: (Surat) રાંદેર તાડવાડી ખાતે ફ્લેટમાં એક યુવક નગ્ન (Nude) થઈને ગાળો બોલતો હતો. પડોશી મહિલાએ મોબાઈલમાં (Mobile) તેનો વિડીયો ઉતાર્યા બાદ...
શ્રીનગર: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં કાશ્મીરી પંડિતો(Kashmiri Pandits)ની હત્યા બાદ હવે તેઓને ધમકી(Threat) ભરેલા પત્ર આપવાની ઘટના સામે આવી છે. આતંકી સંગઠન...
સુરત: (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનવાની શક્યતા વચ્ચે લોકોના ટોળાએ કિશોરીની (Girl) છેડતી કરનાર રોડ રોમિયોને (Romeo)...
ભાવનગર: ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગના (food poisoning) કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) સિહોરમાં (Sihor) લગ્નમાં છાશ પીધા બાદ 200થી...
બાંગ્લાદેશ: ભારત(India)નાં પાડોશી દેશો હાલમાં આર્થિક સંકટ સામે જ્જુમી રહ્યા છે. એક તરફ શ્રીલંકા(Sri Lanka) અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની (Nepal) મુલાકાત લીધી હતી. તેઓ નેપાળના વડાપ્રધાન (Nepal’s PM)...
ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiy Koli Samaj) પ્રમુખ કુંવરજી બાવળિયાને (Kunwarji Bawaliya) સમાજમાંથી સસ્પેન્ડ (Suspended) કરતા વિવાદ વધી ગયો હતો. રવિવારે...
વારાણસી: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ આજે પૂર્ણ થયું હતું. આ દરમિયાન હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે ત્યાં શિવલિંગ મળી આવ્યું...
દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છવાઇ ગયા છે. હવે તેઓ સતત ત્રીજી વખત પણ વડા પ્રધાન બને તેવી શક્યતા રાજકીય પંડિતો...
નવી દિલ્હી: નાણામંત્રી(Finance minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitaramn) ને લઈ એક બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓએ અમેરિકી ડોલર(Dollar)ની સરખામણીમાં ભારતીય...
‘‘સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું, લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી...
સનાતન ધર્મમાં એવા અગણિત ધર્મપ્રતીકો છે જેની સાથે તેનું મહત્ત્વ અને અનેક ધર્મકથાઓ જોડાયેલી છે. સૌથી વધુ આસ્થા મંદિર સાથે જોડાયેલી છે....
શ્રીમદ્ ભગવદ્ ગીતા’ – વિશ્વનું સર્વોચ્ચ અધ્યાત્મદર્શન ! યુદ્ધના મેદાનમાં? એક મહાન યુદ્ધ – મહાભારત યુદ્ધના મેદાનમાં? હા, શ્રીમદ્ ભગવદ્ ગીતા’ યુદ્ધના...
સંતુર- આ શબ્દ સાંભળવામાં જેટલો મધુરો છે તેના કરતાં કંઇક ગણા મધુરા તેના સ્વર છે. તેની નજાકત તેના સો તારમાંથી રેલાતા અવાજોમાં...
અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લંઘન...
બાળમિત્રો, એક અનોખા ગામની વાત આજે જાણીએ. માણસને સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ જરૂરી છે. નવજાત શિશુથી માંડી એક વર્ષનું બાળક સરેરાશ...
લોકડાઉનમાં રિંકુ અને ડોલી ખૂબ કંટાળી ગયા હતા એટલે એની મમ્મીને કહ્યું મમ્મી બહાર ફરવા લઈ જાઓ યા તો મને વાર્તા કહો!!...
તાજેતરમાં આ લખનારે જૂનાગઢની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાની મુલાકાત લીધી ત્યારે ધૂણી ધખાવીને બેઠેલા નાગા બાવાઓ સાથે પણ વાતો કરી. પોતાનું શરીર...
નાટક ભજવનારાઓએ નાટ્યતત્ત્વ શું છે, કોઇ નાટક દેશ યા દુનિયામાં વારંવાર ભજવાયું હોય તો કેમ ભજવાયું, તેનું અધ્યયન કરતા રહેવું જોઇએ. એવું...
સાંભળવામાં સમજફેર થાય-લખવામાં ભૂલ થાય તો કયારેક આંધળે બહેરું કુટાય ને કાન્તિલાલને બદલે શાંતિલાલ પીટાઈ પણ જાય. તાજેતરમાં આપણે વિશ્વના સૌથી શક્તિશાળી...
સુરત : આરએનસી એન્ટરપ્રાઇઝ અને એડીએસ કલ્ચરના પ્રોપાઇટરોની અંદાજે દસ કરતાં વધારે લોકોએ કરેલી પ્રિપ્લાન છેતરપિંડીથી કાપડ બજાર ચોંકી ગયું છે. તેમાં...
મૃત્યુ દુઃખદ ઘટના છે પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત...
સુરત: કાપોદ્રા (Kapodra) ખાતે ધોરણ-10 ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે...
83 વર્ષની વયે, મંગળવારે અલવિદા ફરમાવી ગયેલા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માની (વાંસળીવાદક હરિપ્રસાદ ચોરસિયા સાથે) પહેલી હિન્દી ફિલ્મ “સિલસિલા”(1981) નહોતી. તેમની પહેલી...
વડોદરા: ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ વ્રજ સિદ્ધિ ટાવરના પાર્કિંગમાં એક મહિલા પોતાના એકટીવા ઉપર બેઠી હતી અચાનક આવી ચડેલા ટ્રાફિકના...
વડોદરા: વડોદરાના ફતેગંજ પોલીસ મથકની ટીમે નવાયાર્ડ નાળા પાસેથી મારક હથિયારો ભરેલ બે ફોર વ્હીલ કાર સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા....
વડોદરામાં ઈંધણ માટે ‘હાહાકાર’: પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી કતારો, વાહનચાલકોમાં ભારે ગભરાટ
સયાજીગંજના દર્શનમ ટ્રેડ સેન્ટર-2 ખાતે સ્માર્ટ વીજ મીટર લગાવતા વિવાદ
જળક્રાંતિ ટ્રસ્ટ: રાષ્ટ્રનિર્માણ અને પ્રકૃતિરક્ષાનું મહા અભિયાન
ઈરાન સામે યુદ્ધવિરામ? ટ્રમ્પે જાહેરાત કરી: પાંચ દિવસ સુધી પાવર પ્લાન્ટ્સ પર કોઈ હુમલો નહીં! બીજી તરફ બેમાંથી એક્કેય પક્ષ પોતાની માગણી છોડવા રાજી નથી.
‘વૈભવ ક્યારેય પ્રોફેશનલ નહીં બને?’ જિતેશ શર્માની ટિપ્પણીથી ચર્ચા
50 દિવસમાં સોનું-ચાંદી ધરાશાયી, રોકાણકારોને મોટું નુકસાન
હોર્મુઝ સંકટ પર ચીનની અમેરિકાને ચેતવણી: ‘સૈન્ય કાર્યવાહી રોકો, વાતચીત કરો’
ઓપી રોડની આનંદવન સોસાયટીમાં ‘અશાંતધારા’ મુદ્દે તણાવ: કલેક્ટરની મંજૂરી વિના મિલકતનો કબજો સોંપવાની હિલચાલ
તાત્કાલિક PSLમાંથી ખસી જાઓ, PSL પહેલા વોર્નર-સ્મિથને પાકિસ્તાન ન આવવાની ચેતવણી
મિડલ ઇસ્ટ યુદ્ધ લાંબું ચાલશે તો COVID જેવી તૈયારી રાખવી પડશે: મોદી
યુદ્ધના કારણે શકીરાની ભારત ટૂર રદ, ચાહકો નિરાશ,19 વર્ષ બાદ આવવાની હતી ભારત
ડભોઇના માર્ગો પર વૈશ્વિક યુદ્ધની પરોક્ષ અસરના દ્રશ્યો: ગેસની અછત, મુસાફરીમાં કરકસર અને બદલાતું રોજિંદું જીવન
AIMIMની એન્ટ્રીથી બંગાળ રાજકારણ ગરમાયું, નવા સમીકરણો ઊભા
યુદ્ધવિરામ માટે કોણ ઝૂકશે? અમેરિકા-ઈરાન બંને પોતાની માંગ પર અડગ
પ્રતિબંધિત ઓનલાઈન જુગાર રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 5 આરોપી ઝડપાયા
મિડલ ઇસ્ટ યુદ્ધની અસર પર આજે સંસદમાં પીએમ મોદીનું નિવેદન, ગેસ સપ્લાય પર રહેશે ખાસ ધ્યાન
જેતપુર પાવી પંથકમાં ખુલ્લા ચેમ્બરોનો ખતરો યથાવત: ઇકો ગાડી ખાડામાં ફસાઈ
હાલોલમાં વર્ષ પ્રતિપદા નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શિસ્તબદ્ધ પથ સંચલન, દેશભક્તિના સ્વરો સાથે ગૂંજી ઉઠ્યું નગર
વિરાટ કોહલીએ ચાર્ટર્ડ ફ્લાઇટની અફવા ફગાવી, ઈન્સ્ટાગ્રામ પર આપી પ્રતિક્રિયા
ન્યૂયોર્ક એરપોર્ટ પર ભીષણ અકસ્માત: વિમાન અને ફાયર ટ્રક અથડાયા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં સગીરાને સોશિયલ મીડિયા મારફતે ફસાવી દુષ્કર્મ: આરોપી ઝડપાયો
મકરપુરામાં બેફામ કાર ચાલકે કાબૂ ગુમાવ્યો: કાર વીજ થાંભલા સાથે અથડાઈ ડિવાઈડર પર ચડી
વડોદરામાં ‘વન ડે વન ક્લીન રોડ’ સામે ‘રોજ એક નવી લાઈન લીકેજ’ મિશન!
આલમગઢના રાણીયા તળાવમાં ન્હાવા પડેલા બે યુવાનો લાપતા, ગામમાં શોકની લાગણી
દેશની સુરક્ષામાં ભંગ? એરફોર્સ સ્ટેશનથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા સિવિલયન કર્મચારીની ધરપકડ
ગુજરાતના એક્સપોર્ટરો પર યુદ્ધનો ભાર: UAE-ઓમાનના બંદરો પર 5,500 કન્ટેનર અટવાયા
વડોદરા : ધોળા દિવસે ચાકુની અણીએ યુવક પાસેથી મોબાઇલની લૂંટ
શાસક ગમે એટલો અપલખણો હોય, કમસેકમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ!
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1,800 પોઈન્ટ અને નિફ્ટી 575 પોઈન્ટ નીચે
વેશપલટો શક્ય, વિચારપલટો અશક્ય
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી(Gnanavapi) મસ્જિદ(Mosque) સંકુલના સર્વે(Survey) દરમિયાન સોમવારનાં રોજ શિવલિંગ મળ્યા હોવાના હિંદુ પક્ષે કરેલા દાવા મામલે રાજકારણ શરુ થઇ ગયું છે. હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો હતો કે શિવલિંગ(Shivling) જ્ઞાનવાપી સંકુલમાં મળી આવ્યું હતું. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અરજી પર કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને આ જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો હતો. જેના બાદ રાજકીય ગરમાવો આવ્યો છે.
શિવલિંગ મળવાનાં દાવા મામલે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કર્યું હતું જેમાં તેઓએ કહ્યું કે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર જ્ઞાનવાપીમાં બાબા મહાદેવના પ્રાગટ્યએ દેશની સનાતન હિન્દુ પરંપરાને પૌરાણિક સંદેશ આપ્યો છે. આગળ લખ્યું છે કે તમે સત્ય ગમે તેટલું છુપાવો, પરંતુ એક દિવસ તે સામે આવે છે કારણ કે સત્ય શિવ છે.
દેશના દરેક શિવ ભક્ત ખુશ છે: કેશવ પ્રસાદ મોર્ય
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શિવભક્ત હોવાના કારણે જ્ઞાનવાપીમાં શિવલિંગ મળવાની માહિતીથી હું ખૂબ જ ખુશ છું. દેશનો દરેક શિવભક્ત ખુશ છે. નંદીજી સદીઓથી રાહ જોઈ રહ્યા હતા કે મારા નિર્દોષ બાબા મને કયારે મળશે અને હવે મળી ગયા. કમિશનર નામદાર કોર્ટના આદેશથી ત્યાં ગયા હતા. સર્વે કરવામાં આવ્યો અને શિવલિંગ મેળવવાની વાત થઈ. તેમણે કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને ભવિષ્યમાં કોર્ટ જે પણ આદેશ આપશે તે તેઓ આવકારશે.
જ્ઞાનવાપી મસ્જિદ હતી, અને કયામત સુધી રહેશે: ઓવૈસી
બીજી તરફ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વળતો જવાબ આપતા કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી, અને કયામત સુધી રહેશે, ઇન્શાઅલ્લાહ.
‘ભાજપને ભગવાન માત્ર મસ્જિદમાં જ મળે છે’: મહેબૂબા મુફ્તી
અહીં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તેને ભ્રમિત કરવાની રાજનીતિ ગણાવી છે. કહ્યું કે એવું બની શકે કે તેમને મસ્જિદમાં જ ભગવાન મળે. વધુમાં પ્રશ્ન પૂછતા કે જાણકારો મસ્જિદની પાછળ પડેલા છે, શું આ પછી બધું બંધ થઈ જશે? તેમણે કહ્યું કે અહીં વાતાવરણ બદલવાની જરૂર છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે આ દિવસે સ્વર્ગમાં બેઠેલા સીતારામ ગોયલ અને રામસ્વરૂપ જી હસતા હશે. સર્વત્ર શિવ. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદે કહ્યું છે કે શિવલિંગની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થવી જોઈએ અને તેને કોઈ સ્પર્શ કરી શકે નહીં.
મામલો કોર્ટમાં પહોંચ્યો
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શિવલિંગ મળવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સોમવારે સર્વે બાદ શિવલિંગને સુરક્ષિત રાખવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે. આના પર વારાણસી કોર્ટે વારાણસીના ડીએમને તાત્કાલિક અસરથી જ્યાં શિવલિંગ મળ્યું હતું તેને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. સીલ કરેલી જગ્યાએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે પ્રતિબંધિત સ્થળની સુરક્ષા અને જાળવણીની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી વારાણસીના ડીએમ, પોલીસ કમિશનર અને સીઆરપીએફ કમાન્ડન્ટની રહેશે.