Surat Main

કોરોના સતત બિજા દિવસે ઓલટાઈમ હાઈ: આ સોસાયટીઓ કરવામાં આવી કલસ્ટર

સુરત(Surat): શહેરમાં કોરોનાની (Corona) ત્સુનામી આવી છે. પ્રતિદિન નોંધાતા કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી જ રહ્યા છે. કોરોનાની બીજી લહેર વખતે પણ દિવસમાં જેટલા કેસો નથી નોંધાયા તેટલા કેસો હવે નોંધાઈ રહ્યા છે અને તમામ રેકોર્ડ (Record) તુટી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ ઓલટાઈમ હાઈ 2690 કેસો નોંધાયા છે અને કુલ કેસનો આંક 1,28,695 પર પહોંચ્યો છે. તેમજ વધુ 910 દર્દીઓ સાજા થવાની સાથે 1,13,360 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ ઘટીને 88.08 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં કોરોનાથી સંક્રમિત થઇ રહેલા કેસ પૈકી એક વ્યકિત સ્વિઝરલેન્ડથી આવેલા છે. તેમજ જે સંક્રમિતો છે તેમાં અડધો અડધ તો વેકસીન લઇ ચુકયા હોવા છતા સંક્રમિત થયા હોય શહેરીજનોને સાવચેતી રાખવા મનપા દ્વારા અપિલ કરાઇ છે.

વધુ કેસ મળતા આ સોસાયટીઓ ક્લસ્ટર કરાઈ
-ઉધના ઝોન-એના ઉધના વિસ્તારના સુડા આવાસમાં 6 કેસ
-વડોદ વિસ્તારના અમીઝરા રેસી. સોસાયટીમાં 6 કેસ
-કતારગામ વિસ્તારના જે કે પી નગરમાં 5 કેસ,
-અમરોલી વિસ્તારના શ્રીનાથ રો હાઉસ સોસાયટીમાં 7 કેસ
-વરાછા ઝોન-એ ઝોનના વરાછા વિસ્તારના કૈલાશ એપા.
-ઉધના ઝોન-બી ઝોનના ઉન વિસ્તારના નિઝામી નગર

વધુ 4 શાળાઓ બંધ કરાવાઈ, સંખ્યાબદ્ધ શાળાના અમુક વર્ગ બંધ કરાવાયા
શહેરમાં વધુ 64 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં સત્ય સાઈ શાળામાં 2 કેસ, ધર્મજીવન શાળામાં 3 કેસ, અને કસ્તુરબા વિધાયલયમાં 12 કેસ તેમજ જે બી ડાયમંડ શાળામાં 14 કેસ આવતા આ શાળાઓ બંધ કરાવવામાં આવી હતી. આ સિવાય સંસ્કાર ભરતી, સંસ્કાર ભારતી શાળા, સેંટ ઝેવિએર્સ શાળા, એસ પી બી કોલેજ, કન્ટ્રી સાઇટ શાળા, ફાઉન્ટેડ હેડ શાળા, સીટીઝન શાળા, ડી પી એસ શાળા, ભગવાન મહાવીર કોલેજ, એસ ડી જૈન શાળા, ગુરુકુળ શાળા, ટી એન્ડ ટી વી તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં આવ્યા હતા. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા હતા અને આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 842 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.

મનપાના 127 કર્મીઓ, સીવીલ હોસ્પિટલના 52 કર્મચારી કોરોનાની ચપેટમાં આવ્યા
શહેરમાં સંક્રમણને નાથવા માટે દિવસ રાત ફીલ્ડમાં કામ કરતા મનપાના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. એક જ દિવસમાં મનપાના કુલ 127 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા. તે ઉપરાંત ઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી, આસી. હેલ્થ ઓફીસર અને મેડીકલ ઓફીસરો તેમજ પેરા મેડીકલ સ્ટાફ મળી કુલ 52 કર્મચારીઓ છેલ્લા 3 દિવસમાં પોઝીટીવ આવ્યા છે. તે ઉપરાંત એક જ દિવસમાં 52 સિવિલમાં અને સ્મીમેરના 35 કર્મીઓ પોઝિટિવ આવ્યા હતા.

Most Popular

To Top