Surat Main

દક્ષિણ ગુજરાતના ભંગારના વેપારીઓનું 1516 કરોડનું કૌભાંડ પકડાયું, દેશના 46 શહેરોમાં ફેલાયેલું હતું નેટવર્ક

સુરત : (Surat) સુરત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI) દ્વારા લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિક ભંગારના વેપારીઓ (Scrap Traders) દ્વારા જુદી જુદી બોગસ ફર્મ (Bogus Company) બનાવી દેશના 10 રાજ્યોમાં આચરવામાં આવેલા 1516 કરોડના બોગસ બીલિંગ કૌભાંડનો (Bogus Billing Scam) પર્દાફાશ કર્યો છે. ડીજીજીઆઈ દ્વારા ભંગારના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (Transporter) દ્વારા બોગસ ફર્મ ઊભી કરી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input Tex credit) મેળવવાના કૌભાંડમાં વાપીના ટ્રાન્સપોર્ટર સહિત 6 વેપારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

  • સુરત ઉપરાંત વાપી, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, જયપુર, ભુવનેશ્વર, હૈદરાબાદ, લખનઉ, બેંગ્લુરુ, નાગપુર, ભોપાલ અને પૂણેમાં નેટવર્ક ફેલાયેલું હતું
  • સ્ટીલ, પ્લાસ્ટિક અને લોખંડના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓએ એકબીજાના મેળાપીપણામાં બોગસ બિલો બનાવી આઇટીસી ક્રેડિટ મેળવી તેને પાસઓન પણ કરવાનો ગોરખ ધંધો ચલાવી રહ્યાં હતાં.

રૂપિયા 1500 કરોડના બોગસ બિલિંગ બીલિંગ કૌભાંડમાં દેશના કુલ 10 રાજયોમાં 46 કંપનીઓના 79 ઠેકાણે તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરત, વાપી સહિત દક્ષિણ ગુજરાતમાં 33 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. ડીજીજીઆઈ દ્વારા દરોડા દરમિયાન 231 કરોડની ટેક્સચોરી (Tax Fraud) શોધી કાઢવામા આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જ 14.14 કરોડની રિકવરી કરી છે. રિકવરીમાં (Recovery) રૂપિયા 1.80 કરોડ રોકડ રકમનો પણ સમાવેશ થાય છે.

ડીજીજીઆઇના એડિશનલ ડાયરેક્ટર સતીષ ધાવલેની મળેલી માહિતી પછી 10 રાજ્યોમાં માહિતી ભેગી કરી પુરાવાઓ મળ્યા પછી એક જ દિવસે સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતાં. સુરત ઉપરાંત વાપી, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, જયપુર, ભુવનેશ્વર, હૈદરાબાદ, લખનઉ, બેંગ્લુરુ, નાગપુર, ભોપાલ અને પૂણેના સ્ટીલ, પ્લાસ્ટિક અને લોખંડના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓએ એકબીજાના મેળાપીપણામાં બોગસ બિલો બનાવી આઇટીસી ક્રેડિટ મેળવી તેને પાસઓન પણ કરવાનો ગોરખ ધંધો ચલાવી રહ્યાં હતાં. આ કૌભાંડમાં એવી કંપનીઓ પાસે બિલ મેળવાયા હતા જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. બોગસ નામ સરનામે કંપનીઓ રજિસ્ટર્ડ કરી લેવામાં આવી હતી. ટ્રાન્જેક્શન જેન્યુઈન લાગે તે માટે માલની એક જગ્યાથી બીજી જગ્યાએ ડિલિવરી માટે પણ બોગસ ટ્રાન્સપોર્ટેશન રસીદો (એલઆર) બનાવવામાં આવી હતી. આ કૌભાંડમાં વિભાગને આગામી દિવસોમાં વધુ રિકવરી મળી શકે છે. કારણકે ઘણા ડોક્યુમેન્ટની તપાસ બાકી છે.

આટલા લોકો સામે કાર્યવાહી કરાઈ
10 રાજ્યોની 79 કંપની, દક્ષિણ ગુજરાતમાં 33 સ્થળો પર આવેલી કંપનીઓ, 11 ટ્રાન્સપોર્ટર, 4 વે-બ્રિજ ઓપરેટર

5.19 કરોડની આઈટીસી ઉસેટી લેનાર વાપીના ટ્રાન્સપોર્ટર રાજેશ ભાનુશાળીની ધરપકડ
સુરત: લોખંડ, પ્લાસ્ટિક, સ્ટીલના ભંગારના વેપારીઓ બોગસ કંપનીઓ બનાવી માત્ર કાગળ પર સોદા દર્શાવતા હતા. જીએસટી વિભાગને આ સોદા જેન્યુઈન લાગે તે માટે ભંગારના વેપારીઓએ ટ્રાન્સપોર્ટર ને પણ સાધ્યા હતાં. ટ્રાન્સપોર્ટર તેમને માલની અવર જવર માટે બિલો ઇસ્યુ કરતા હતાં. સુરત ડીજીજીઆઈ દ્વારા આ મામલામાં વાપી-કોપરલીની ટ્રાન્સપોર્ટ કંપની સ્વામી ટ્રેડિંગના રાજેશ ભાનુશાળીની ધરપકડ કરી આજે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે (Court) આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ (Jail) હવાલે મોકલી આપ્યો હતો. ભંગારની વેચાણની પ્રક્રિયા 11 ટ્રાન્સપોર્ટર અને ઓવરલોડિંગ ચેક કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ભંગારીયાઓ વિરુદ્ધની તપાસ દરમિયાન ડીજીજીઆઈ સુરતની ટીમે 11 જેટલાં ટ્રાન્સપોટર્સ અને ઓવરલોડ ચેક કરનારા ઓપરેટરોને ત્યાં પણ દરોડા પાડયા હતા. કુલ 33 ઠેકાણે તપાસ કરવામાં આવી હતી. માલના વજનના ખોટા પુરાવાઓ આપનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top