પલસાણા : કડોદરાના (Kadodra) અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતિના દિવસે મંદિરના (Temple) ભંડારા (Bhandara) બાબતે થયેલી બબાલ બાદ પોલીસે (Police) મુખ્ય સૂત્રધાર પોલીસની...
દેશમાં કોરોના પાછીપાની કરી રહ્યું છે ત્યાં હવે કોરોનાના કારણે ભારતમાં થયેલા મોતના આંકડાઓના વિષયે ચર્ચા પકડી છે. મળતી માહિતી મુજબ WHOએ...
નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે રવિવારે (Sunday) ડબલ હેડરની પહેલી મેચમાં (Match) પંજાબ કિંગ્સે લિવયામ લિવિંગસ્ટોનની અર્ધસદીની મદદથી મુકેલા...
સુરત: (Surat) વલથાણ-પૂણા ગામ કેનાલ રોડ પર યોજાયેલા ફોગવાના અધિવેશનને સંબોધતાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વિવર્સો અને શહેરના અગ્રણીઓની સભાને...
દિલ્હી : ભારતમાં (India) બે સમુદાયો વચ્ચે અવાર નવાર સંઘર્ષની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના શનિવારે (Saturday) હનુમાન...
સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં જોઇ રહેલા અરવિંદ નામના રેતીચોરે એક મહિલા રાજકારણીના (Politician) પતિ સાથે ગોઠવણ...
સુરત : 15 દિવસમાં જ વેપારીને પેમેન્ટ (Payment) આપી દેવાનું કહીને આંગડીયા પેઢી (Angadiya firm) મારફતે 20 લાખથી વધુનો હીરાનો (Diamond) માલ...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના (Jyotiraditya Scindia) હસ્તે કેશોદ એરપોર્ટ (Airport) ખાતે...
સુરત: ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે પોકેટ કોપ મોબાઇલ ફોનની (Mobile Phone) મદદથી ચોરીની મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને બે...
સુરત : કતારગામમાં (Katargam) અંકુર વિદ્યાલયની સામે આવેલી જગ્યાને બોગસ કબજા રસીદ અને પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર (Father-Son) તેમજ...
દમણ: સંઘપ્રદેશ દમણમાં (Daman) ભરઉનાળે પીવાના પાણીની (Drinking Water) બૂમરાણ મચી જવા પામી છે. છેલ્લા પાંચ દિવસથી પીવાલાયક પાણી સ્થાનિક રહીશોના નળમાં...
અમદાવાદ: ગાંધીનગરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા 11 દિવસ બાદ જેલમાંથી છૂટ્યા, તેમણે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું...
સુરત: ગુજરાતના (Gujarat) સુરતમાં (Surat) એક એવું રેસ્ટોરન્ટ આવેલું છે કે જ્યા જઇ તમને તમારુ બાળપણ યાદ આવી જશે. ટ્રેનના રમકડા તો...
ગાંધીનગર: પંજાબમાં (Punjab) આમ આદમી પાર્ટીએ (AAP) કરેલા વાયદા પ્રમાણે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) જાહેરાત કરી છે કે, પંજાબમાં ૧...
સુરત: આ વર્ષની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની (Film) એક KGF: ચેપ્ટર 2 જે ગુરુવાર એપ્રિલ 14 ના રોજ રિલીઝ થઈ...
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવાના છે. તેઓ 21 અને 22 એપ્રિલે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે. તેમની યાત્રા આવતા...
ભરૂચ: ભરૂચના (Bharuch) મહંમદ હુજેફા બેલીમ, ઉસામા જોગીયાત, વૈભવ પટેલ, અશફાક તલાટી, ઇરબાઝ પટેલ, સલમાન પટેલ, નિકિતાબેન અને જિગર ચોકસી સહિતના વિઝાવાંચ્છુકોએ...
નવી દિલ્હી: હનુમાન જયંતિના અવસર પર દિલ્હીના (Delhi) જહાંગીરપુરીમાં નીકળેલી શોભાયાત્રા (Procession) પર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો (Stoned) કર્યો હતો. જે બાદ...
સુરત : પુણાગામના (Puna) વિશ્વકર્મા બીઆરટીએસ (Brts) જંકશન નજીક બીઆરટીએસ બસના (Bus) ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું મોત (Death) નીપજ્યું હતું....
સુરત: ધોરણ-12 સાયન્સ (Science) પછીના ડિગ્રી (Degree) સહિતના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં એડમિશન માટેની ગુજકેટ (Gujcet) આગામી ૧૮મી એપ્રિલના રોજ લેવામાં આવશે. સુરત (Surat)...
સુરત: (Surat) પાસોદરા ચોકડી પાસે 200 તેલના ડબ્બા (Cans of Oil) લઇને આવતા ડ્રાઇવરને બે એક્ટીવા ચાલકે ઊભો રખાવ્યો હતો. ટેમ્પોથી ગાયનું...
દિલ્હી: (Delhi) દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાનજીની જન્મજયંતિ (Hanuman Jayanti) પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન બે પક્ષો વચ્ચે હંગામો થયો હતો....
મુંબઈઃ લોકેશ રાહુલે (K L Rahul) ફરી એકવાર કરી બતાવ્યુ કે તેને ક્લાસિકલ રાહુલ કેમ કહેવામાં આવે છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં...
હથોડા: (Hathoda) કુંવારદા, સિયાલજ, મોટી નરોલી, વાલેસા થઈને પસાર થઇ રહેલા એક્સપ્રેસ હાઇવેનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. જ્યારે બીજી તરફ...
જો તમે સ્કૂટર ચલાવતી વખતે રાજા જેવો અનુભવ કરવા માંગો છો, તો BMW Motorrad Indiaનું આ સ્કૂટર તમારી ઈચ્છા પૂરી કરશે. એટલું...
કાનપુર: હાલમાં બોલિવૂડ એક્ટર (Bollywood actor) વરુણ ધવન (Varun Dhawan) કાનપુરમાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. શુક્રવારે વરુણ ધવન કાનપુરમાં...
ચંડીગઢ: પંજાબ(Punjab)નાં મુખ્યમંત્રી(CM) ભગવંત માન(Bhagvant Man)ને સત્તામાં આવ્યાને એક મહિનો જ થયો છે. ત્યાં તો તેમની સામે પોલીસ ફરિયાદ(Police complaint) નોંધાઈ ગઈ....
મુંબઈ: IPLની 15મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં (CSK) સુરેશ રૈના (Suresh Raina) વાપસી કરી શકે છે. દીપક ચાહરના (Deepak Chahar) બહાર થયા...
તમિલનાડુ: હાલમાં જ રીલિઝ થયેલી સાઉથના સુપરસ્ટાર (South Superstar) થલાપતિ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’ (હિન્દીમાં રો) રિલીઝ પહેલા જ વિવાદમાં (Dispute) આવી ગઈ...
સુરત: (Surat) ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Assembly Election) મોસમ વચ્ચે પ્રવર્તમાન એપ્રિલ મહિનામાં સુરત જિલ્લાના ઉમરપાડા, માંગરોળ અને માંડવી તાલુકાની ૧૩ ગ્રામપંચાયતોના...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા

પલસાણા : કડોદરાના (Kadodra) અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતિના દિવસે મંદિરના (Temple) ભંડારા (Bhandara) બાબતે થયેલી બબાલ બાદ પોલીસે (Police) મુખ્ય સૂત્રધાર પોલીસની PCR વાનના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઇવરને (Driver) પકડી જામીન (Bail) પર છોડી દેતાં અરિહંત પાર્ક ખાતે ફરી બબાલ થઇ હતી અને અરિહંત પાર્કની અંદાજે 50થી વધુ મહિલાએ (Women) કડોદરાથી અંત્રોલી પોલીસ મથક સુધી રેલી કાઢીને પહોંચી હતી અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ‘ગલી ગલી મેં શોર હૈ પોલીસ વાલે ચોર હે’ જેવા સુત્રોચ્ચાર (Slogan) કર્યા હતા.
આ રેલી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશને પહોંચી હતી. અહીં ગંભીર ઘટનાને શાંત પાડવાને બદલે કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.અશોક મોરીએ કેટલીક મહિલાઓ (Women) સાથે તોછડું વર્તન કર્યું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન (Police Station) પહોંચેલી મહિલાઓને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી હતી. અરિહંત પાર્ક ધણાં સમયથી આ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે આવા સમયે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય ત્યારે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ રેલીમાં મહિલાઓ સાથે વૃધ્ધો પણ જોડાયા હતા. નવનિયુક્ત પોલીસ વડા આ પરિસ્થિતિ ઉપર ખુદ સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવે એ જરૂરી છે
પોલીસે વોન્ટેડ આરોપીને પકડવાનાને બદલે ફરિયાદી વિરુદ્ધ એન.સી ફરિયાદ દાખલ કરતા મામલો બીચકયો
બે દિવસ પહેલા થયેલી બબાલ મામલે પોલીસે રાતોરાત મહિલાને ફરિયાદી બનાવી 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જોકે પોલીસ આ વોન્ટેડ આરોપીને પકડવાનો બદલે ફરિયાદી પક્ષના ત્રણ થી ચાર ઈસમો વિરુદ્ધ એન.સી.ફરિયાદ નોંધી હતી વધુમાં મહિલાઓ એ આક્ષેપો કર્યા હતા કે કડોદરા પોલીસ મથકના પી.એસ.આઈ.અશોક મોરી મહિલાઓને અપશબ્દો કહી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું એ મામલે પોલીસે અરિહંત પાર્કના હનુમાનજી મંદિરના મહંતને ઊંચકી લાવી મોડી સાંજ સુધી ડિટેઇન કરતા મામલો બીચકાયો હતો.