SURAT

સુરતનો રત્નકલાકાર મોબાઈલ ફોન અને બાઈક ચોરી કરતો ઝડપાયો

સુરત: ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે પોકેટ કોપ મોબાઇલ ફોનની (Mobile Phone) મદદથી ચોરીની મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને બે મોટરસાઇકલ તથા બે મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યો હતો. આરોપી રત્નકલાકાર છે અને મોજશોખ માટે ચોરીના રવાડે ચઢ્યો હતો.

ક્રાઈમ બ્રાંચને કાપોદ્રા, કર્મનાથ મહાદેવના મંદિર પાસે મોબાઈલ અને બાઈક ચોર ઊભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી હિતેશ અંબાલાલ બાલુરામ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન તથા એક હોન્ડા મોટરસાઇકલ મળી 58 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જે મુદ્દામાલ પોતાના મિત્ર સંદીપ ઉર્ફે કાળિયા સાથે મળી ચોરી કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેના મિત્ર સંદીપ ઉર્ફે કાળિયોએ સાથે મળી એક મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તે પણ કબજે કરાઈ હતી. આરોપી પાસેથી બે મોબાઈલ અને બે બાઈક કબજે લેવાઈ હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ ગુના ઉકેલાયા હતા. ઘરના સભ્યો સૂતેલા હોય તેવા મકાનમાંથી મોબાઇલ ફોન ચોરી કરી તથા મોટરસાઇકલ ડાયરેક્ટ/ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરતા હતા. આરોપી હિતેશ રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. પરંતુ મોજશોખ માટે તેણે ચોરી શરૂ કરી હતી.

કતારગામમાં બોગસ કબજા રસીદથી જગ્યા પચાવીને મારબલનો વેપાર શરૂ કરી દેવાયો
સુરત : કતારગામમાં (Katargam) અંકુર વિદ્યાલયની સામે આવેલી જગ્યાને બોગસ કબજા રસીદ અને પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર (Father-Son) તેમજ કબજા રસીદ લખી આપનારની સામે લેન્ડ (Land) ગ્રેબિંગની ફરિયાદ (Complaint) નોંધાઇ હતી. તેઓએ જગ્યા ઉપર પતરાના શેડ બનાવીને મારબલ અને કોટા-સ્ટોનનો વેપાર (Bussiness) શરૂ કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરની સામે ગોપીનાથ સોસાયટીની સામે પાર્વતીનગર સોસાયટીમાં રહેતા રમાબેન જમનભાઈ માધાણી (ઉ.વ.૫૫) અને તેમના પરિવારની માલિકીની જગ્યા કતારગામની અંકુર વિદ્યાલયની સામે આવેલી છે. આ જગ્યા રમાબેનએ મુળ જમીન માલિક ગણપતભાઇ પાસેથી ખરીદ કરી હતી, જગ્યાની ઉપર રમાબેનના પતિ જમનભાઇનું નામ રેવન્યુ રેકર્ડ ઉપર નોંધાયું હતું. સને-2008માં જમનભાઇનું અવસાન થયા બાદ રમાબેન અને તેમનો પુત્ર મંથીલ જમીનના માલિક બન્યા હતા અને વારસાઇ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા તેઓએ જમીન ઉપર જઇને જોયુ ત્યાં ક્રિષ્ના મારબલના નામથી ઇશ્વરભાઇ છગનભાઇ ડાભી, તેનો પુત્ર હસમુખએ કબજો જમાવીને ત્યાં વેપાર શરૂ કરી દીધો હતો. આ બાબતે રમાબેનએ ઇશ્વરભાઇને જમીન ખાલી કરી દેવા માટે કહેતા તેઓએ કહ્યું કે, આ જગ્યા અમે મુળ જમીન માલિકોની પાસેથી સને-2001માં ખરીદ કરી છે. આ માટે તેઓએ પાવર ઓફ એર્ટની તેમજ પ્રવિણ ખીમજીભાઇ ગોહિલે લખી આપેલી કબજા રસીદ રજૂ કરી હતી. પરંતુ સને-2000માં જ જમીનના મુળ પાવરદાર પરસોત્તમભાઇ મગનભાઇ પટેલ ગુજરી ગયા હતા અને પ્રવિણભાઇ ગોહિલે બોગસ કબજા રસીદ ઊભી કરીને જમીન વેચી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે રમાબેનએ વકીલ ચંદ્રેશ પીપલીયા મારફતે જિલ્લા કલેક્ટરમાં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે અરજી કરી હતી. કલેક્ટરના આદેશ બાદ કતારગામ પોલીસે ઇશ્વર ડાભી, તેનો પુત્ર હસમુખ ડાભી અને બોગસ કબજા રસીદ બનાવનાર પ્રવિણ ગોહિલની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને તપાસ શરૂ

Most Popular

To Top