National

હનુમાન જયંતિના અવસરે નીકળેલી શોભાયાત્રામાં મુસ્લિમોએ ક્યાંક ફૂલો વરસાવ્યા તો ક્યાંક ઠંડા પીણાથી સ્વાગત કર્યું

દિલ્હી : ભારતમાં (India) બે સમુદાયો વચ્ચે અવાર નવાર સંઘર્ષની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના શનિવારે (Saturday) હનુમાન જયંતિના (Hanuman jayanti) અવસર પર દિલ્હીના (Delhi) જહાંગીરપુરીમાં થઈ હતી. પરંતુ આ સિક્કાની એક બાજુ હતી. દિલ્હીમાં જ હનુમાન જયંતિના અવસર પર સાંપ્રદાયિક સૌહાર્દની એવી ઘટના સામે આવી જેણે જહાંગીરપુરીની ઘટનાને શરમાવી દીધી. નોઈડામાં હનુમાન જયંતીના અવસર પર નિકળેલા જુલુસનું મુસ્લિમોએ જોરદાર સ્વાગત કર્યું. એટલું જ નહીં હનુમાન ભક્તોને ગરમીમાં રાહત આપતા ઠંડા પીણા પણ પીવડાવ્યા. બાજુ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સામાજિક સદભાવની અનોખી મિસાલ જોવા મળી. ભોપાલમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હનુમાન જન્મોત્સવના અવસર પર કાઢવામાં આવેલી શોભાયાત્રા પર ફૂલ વરસાવ્યા. 

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારનાં રોજ હનુમાન જન્મ ઉત્સવ માટે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ હિંદુ તેમજ મુસ્લિમ જાતિ વચ્ચે તણાવ ઊભો કરવાનું કાર્ય કર્યુ હતું. તેવા સમયે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રવિવારના રોજ નોઈડામાં મુસ્લિમ યુવકો દ્વારા હનુમાન જન્મ જયંતિના દિવસે જે શોભાયાત્રા નીકળી હતી તેનો હિસ્સો બનનાર તમામનું મુસ્લિમ સમુદાયના યુવકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. મુસ્લિમ સમુદાયના યુવકોએ જે કાર્ય કર્યુ છે તે ઘટનાએ સમગ્ર ભારતની આંખ ખોલી છે. જાતિભેદભાવ ન કરતાં સાથે મળી એકતાની ભાવનાથી તમામે આગળ વધવું તે આ ઘટના પરથી જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ મુસ્લિમ સમુદાયના યુવકોએ હનુમાન જન્મ જયંતિના અવસરે જે શોભાયોત્રા કાઢી હતી તે તમામને ઠંડા પાણીની સેવા પૂરી પાડી હતી. મુસ્લિમ સમુદાયના યુવકોને જેવી વાતની જાણ થઈ કે શોભાયાત્રા તેઓના વિસ્તારના રસ્તા ઉપરથી પસાર થશે તેવી તરત તેઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાંના રસ્તા ઉપરથી પસાર થનારા તમામ લોકો આ જોઈ ચોંકી ઉઠયા હતા તેમજ તેઓ પણ આ દ્રશ્યને નીહાળી રહ્યાં હતાં. આ સાથે તેમાંથી ધણાં લોકો બોલતા હતા કે આ આપણું ભારત છે. બીજી તરફ ભોપાલમાં રસ્તાઓ પર જ્યારે હનુમાન જન્મોત્સવનું જૂલૂસ નીકળ્યું હતું ત્યારે ત્યાં હાજર મુસ્લિમ સમુદાયના લોકોએ તેનું સ્વાગત કર્યું હતું અને ફૂલો વરસાવ્યા હતા. આ દ્રશ્ય સાચા અર્થમાં ભારતને પ્રસ્તૂત કરે છે. લોકોને આ ધટના જોઈ પ્રેરણા મળે છે કે કોમીભેદભાવ ન કરતા લોકોએ સંપીને રહેવું જોઈએ.

Most Popular

To Top