World

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલા ચૂંટણી લડશે, નોમિનેશન ભર્યું, જાણો કોણ છે?

પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) આવતા વર્ષે 2024માં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી (General Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ (Hindu Lady) ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લામાં સામાન્ય બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. સવિરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે.

હિંદુ સમુદાયની સદસ્ય સવિરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવિરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સભ્ય પણ રહી ચૂક્યા છે.

એક અહેવાલ મુજબ, સોમવારે (25 ડિસેમ્બર) ખૈબર પખ્તુનખ્વાના સ્થાનિક નેતા સલીમ ખાન, જે કૌમી વતન પાર્ટી સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે સવેરા પ્રકાશ બુનેરથી સામાન્ય બેઠક પર આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો સબમિટ કરનાર પ્રથમ મહિલા છે. સવિરા પ્રકાશે 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે કામ કરી રહી છે. સવેરા પ્રકાશે મહિલા પાંખના મહાસચિવ તરીકે કામ કરતી વખતે સમુદાયના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

તેમણે મહિલાઓના ભલા માટે કામ કર્યું છે. આ ઉપરાંત પર્યાવરણને સ્વચ્છ રાખવાની કામગીરી પણ કરવામાં આવી છે. તેણીએ વિકાસ ક્ષેત્રે મહિલાઓની ઐતિહાસિક ઉપેક્ષા અને દમન પર પણ ભાર મૂક્યો હતો અને જો તેઓ ચૂંટાય તો આ મુદ્દાઓને સંબોધિત કરવાનું લક્ષ્ય રાખે છે.

એક ઈન્ટરવ્યુમાં સવિરા પ્રકાશે કહ્યું કે તે તેના પિતાના પગલે ચાલીને વિસ્તારના વંચિતો માટે કામ કરશે. તેમણે 23 ડિસેમ્બરે તેમના ઉમેદવારી પત્રો સબમિટ કર્યા અને આશા વ્યક્ત કરી કે પીપીપીનું વરિષ્ઠ નેતૃત્વ તેમની ઉમેદવારીને સમર્થન આપશે. તબીબી પરિવાર સાથે જોડાયેલા સવિરા પ્રકાશે કહ્યું કે માનવતાની સેવા કરવી મારા લોહીમાં છે.

તબીબી અભ્યાસ દરમિયાન તેમનું સ્વપ્ન ધારાસભ્ય બનવાનું હતું. તે સરકારી હોસ્પિટલોમાં નબળા મેનેજમેન્ટ અને લાચારીને દૂર કરવા સક્ષમ બનવા માંગે છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ના તાજેતરના સુધારામાં સામાન્ય બેઠકો પર પાંચ ટકા મહિલા ઉમેદવારોને સામેલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

Most Popular

To Top