Gujarat

ગુજકેટ-૨૦૨૨ : સુરતમાં 14, 195 વિદ્યાર્થી આવતીકાલે પરીક્ષા આપશે

સુરત: ધોરણ-12 સાયન્સ (Science) પછીના ડિગ્રી (Degree) સહિતના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં એડમિશન માટેની ગુજકેટ (Gujcet) આગામી ૧૮મી એપ્રિલના રોજ લેવામાં આવશે. સુરત (Surat) શહેર અને જિલ્લામાં 14,195 વિદ્યાર્થી પરીક્ષા (Exam) આપશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના એ, બી અને એ-બી ગ્રૂપના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

  • ૧૮મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા યોજાશે
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના એ, બી અને એ-બી ગ્રપુના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • સુરતનાં ૭૧ કેન્દ્રના ૭૧૨ બ્લોકમાં પરીક્ષા યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ લેવાશે. સુરત ખાતે ગુજકેટ-૨૦૨૨માં ૧૪,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ૭૧ કેન્દ્રોના ૭૧૨ બ્લૉકમાં પરીક્ષા લેવાશે. સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી લેવામાં આવશે.

80 ગુણનું પ્રશ્નપત્ર રહેશ
ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. ૪૦-૪૦ પ્રશ્નો બંનેના રહેશે. કુલ ૮૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ૧૨૦ મિનિટનો સમયગાળો આપવામાં આવશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રોની આસપાસ સભા, સરઘસ, ઝેરોક્ષની દુકાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ પરીક્ષાર્થીઓને કોઇ ખલેલ ન પહોંચે તે માટે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામાં પ્રમાણે પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવા, કોઈ સભા કરવી કે બોલાવવી નહીં તેમજ કોઈ સરઘસ કાઢવા પર ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહન લઇ જવા કે લાવવા, પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન લાવવા, પરીક્ષા કેન્દ્રો નજીક ઝેરોક્ષ મશીન (કોપીયર મશીન) ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Most Popular

To Top