સુરત : કોરોના (CORONA)ને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (VACCINATION)કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
સુરત: કોરોનાના સેકન્ડ વેવ (CORONA SECOND WAVE)ને પગલે ભારત (INDIA)માં અને ખાસ કરીને ગુજરાત (GUJARAT)માં ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારતીયો દ્વારા સહાય કરવામાં...
અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અસરકારક સાબિત થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર વધી રહ્યા છે. શહેરના રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો બબલ (BIO BUBBLE)માં કોરોના વાયરસ (CORONA VIRUS)ની એન્ટ્રી થવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટયા છે ત્યારે હવે રસીકરણ તેજ બન્યુ છે. જેના પગલે રાજયમાં અત્યાર સુધીમાં સવા કરોડ લોકોએ રસી લીધી છે....
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,820 પર પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. સોમવારે...
રાજ્યમાં 29 શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રમો અમલમાં છે, તે આગામી ૫મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. અલબત્ત શહેરી અને ગ્રામ્ય...
અંકલેશ્વર: કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી...
નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 (COVID-19)ના વકરેલા રોગચાળા વચ્ચે વધુ પ્રમાણમાં ડૉકટરો (DOCTORS), નર્સો (NURSES) જેવા આરોગ્ય કર્મચારીઓ (HEALTH WORKER) મળી રહે...
નવી દિલ્હી : ફાઇઝર (PFIZER) કંપની પોતાની ફાઇઝર-બાયોન્ટેકની રસીને ભારત (INDIA)માં ઝડપથી મંજૂરી મળે તે માટે ભારત સરકાર (INDIAN GOVT) સાથે ચર્ચા...
નવી દિલ્હી, તા. ૩: ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાએ ઘણુ બિહામણુ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વકરેલા રોગચાળાની સાથે તેને લગતી...
નવી દિલ્હી : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમમાં કોવિડ-19ના બે પોઝિટિવ (COVID POSITIVE) કેસ મળ્યા પછી ખેલાડીઓ ખાસ કરીને વિદેશી ખેલાડીઓ થોડી...
નવી દિલ્હી : ક્રિકેટરમાંથી કોમેન્ટેટર (COMMENTATOR) બનેલા માઇકલ સ્લેટરે ભારતમાંથી ઓસ્ટ્રેલિયનોની ઘરવાપસીને પ્રતિબંધિક કરવા બદલ પોતાના દેશના વડાપ્રધાન (PM) સ્કોટ મોરિસનની આકરા...
મેલબોર્ન : કોરોનાથી પ્રભાવિત ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પુરી થયા પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને સ્વદેશ પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ (CHARTER FLIGHT)ની...
ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં પશ્ચિમ બંગાળ (WEST BENGAL) સહિતના રાજ્યોની ચૂંટણીના પરિણામો (ELECTION RESULT) જાહેર થયા છે, તેમાં ખાસ કરીને પશ્ચિમ...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની 29 મેચ પુરી થયા પછી હવે કોરોના વાયરસે આઇપીએલના બાયો બબલ (BIO BUBBLE)માં...
ઉત્તર પ્રદેશ (UP)માં ત્રિ-સ્તર (THIRD STAGE)ની પંચાયતની ચૂંટણી (ELECTION) પક્ષ માટે મહત્વપૂર્ણ છે અને તે યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા તેને લીટમસ પરીક્ષણ...
કાબુલ :અફઘાનિસ્તાન (AFGHANISTAN)ની રાજધાની (CAPITAL)ના ઉત્તર છેડે શનિવારે મોડીરાતે ઘણા ઈંધણ ટેન્કરો (PETROLEUM TENKAR)માં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 7 લોકો...
પશ્ચિમ બંગાળ(WEST BENGAL)માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સૌથી મોટી જીત (BIGGEST VICTORY) મેળવનાર પક્ષના સુપ્રિમો મમતા બેનર્જી (SUPREMO MAMTA BENARGY) ત્રીજી વખત...
નવી દિલ્હી: દેશભરમાં વધી રહેલા કોરોના કેસોમાં લોકોમાં ભારે તણાવમાં છે. આને કારણે, લોકો વિવિધ પ્રકારના પગલા લેવાનું શરૂ કરે છે, જે વધુ...
કોરોના (CORONA)ને હરાવવા, ભારતે દરેક માટે રસી (VACCINE) ઉપલબ્ધ કરી છે, પરંતુ સૌથી મોટો સંકટ હવે રસીનો અભાવ (SHORTAGE) છે. દેશના ઘણા ભાગોમાં,...
સુરત: શહેર (surat)માં કોરોના(corona)નો પ્રથમ કેસ 17 મી માર્ચે 2020 ના દિવસે નોંધાયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ (positive) દર્દીઓની...
નવી દિલ્હી : દેશમાં 13 વિરોધી પક્ષના નેતાઓ(opposition leader)એ રવિવારે કેન્દ્ર સરકારને કોરોના કેસો(corona cases)માં થયેલા અભૂતપૂર્વ ઉછાળાને ધ્યાનમાં લઈને દેશભરમાં નિ:શુલ્ક...
દેશમાં શનિવારે કોરોના ( corona) ના નવા 392,488 કેસો મળી આવ્યા હતા. જે એક દિવસ પહેલા નોંધાયેલા 401,993 કેસની તુલનમાં લગભગ 9,500...
આજે ચોમેર નિરાશા ( despair) નું વાતાવરણ જોવા મળે છે. કેટલાય લોકો હતાશા ( hoprless) થી પીડાઇ રહ્યા છે, ત્યારે આપણી આસપાસ...
પશ્ચિમ બંગાળ( west bangal) વિધાનસભાની ચૂંટણી ( election) ઓનાં પરિણામો આવી ગયા છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસે ( trunumul congress) મોટો વિજય મેળવ્યો...
કોરોનાની બીજી લહેરે અનેક સ્વજનો ગુમાવ્યા તેની યાદ તો જેઓએ કુટુંબના આધારસ્તંભ, મોભી ગુમાવ્યો હોય તેને જિંદગીભર સતાવતી રહેશે. કેમકે માયાવી જીવનમાં...
જીવનમાં દરેક વ્યકિતને લાંબુ જીવવાની તમન્ના હોય છે અને સાથે સાથે કશું નવું કરી જવાની ખ્વાઇશ પણ હોય છે. પરંતુ જીવન અને...
અત્યારની કોરોનાની મહામારીમાં સાધનો ખૂટી પડ્યાં અને મેન પાવરની પણ એટલી જ ભયંકર અછત ઊભી થઇ છે. કોઈ પણ સરકારી ખાતામાં જઈએ...
તા. 20 જૂન 2020 ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્રમાં ‘પ્રસિધ્ધિની આ તે કેવી ઘેલછા’ શીર્ષક હેઠળ લખેલું કે કોરોના સામે આપણી પાસે ત્રણ જ...
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
સુરત : કોરોના (CORONA)ને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (VACCINATION)કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા ચાલી રહ્યાં છે. સુરત મનપા (SMC) દ્વારા એક જ દિવસમાં 50 હજારથી વધુને વેક્સિન આપી શકાય તેવા આયોજનો (PLANING) કરવામાં આવ્યાં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી વેક્સિનનો પૂરતો જથ્થો જ આપવામાં આવતો નહી હોવાને કારણે સુરતમાં તમામ કેટેગરીમાં વેક્સિનેશન મળીને માત્ર 10 હજારની આસપાસ જ વેક્સિને આપી શકાય છે.
વેક્સિનના આવા ધાંધીયાને કારણે સુરતમાં આગામી બે દિવસ, મંગળ અને બુધ, 45 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવી પડી છે, તો બીજી તરફ 18 વર્ષથી વધુની વયના માટે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન (REGISTRATION ON WEBSITE) જ થઈ શકતું નથી. બે દિવસ માટે સુરતના તમામ સેન્ટરો પર એપોઈન્ટમેન્ટ ફુલ (APPOINTMENT FULL) બતાવવામાં આવી રહી છે. સેન્ટર અને સ્ટાફની તૈયારી હોવા છતાં પણ વેક્સિન નહીં હોવાથી 18 વર્ષથી મોટી વયના માટે મોટાપાયે વેક્સિનેશન કરી જ શકાતું નથી.
સુરતમાં એવી હાલત છે કે 45 વર્ષથી વધુની વયના લોકો માટે કેન્દ્ર સરકાર વેક્સિનનો જથ્થો પુરો પાડે છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના લોકો માટે રાજ્ય સરકાર વેક્સિન આપી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર અને 45 વર્ષથી વધુ વયના લોકો માટે અપાતો વેક્સિનનો જથ્થો પુરતો આવતો નહીં હોવાને કારણે મંગળ અને બુધવારે આ ત્રણેય કેટેગરી માટે વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી રહી છે. બીજી તરફ 18 વર્ષથી 44 વર્ષની વય જુથ માટે જે વેક્સિનેશન ચાલે છે તેનો રાજ્ય સરકારે પુરતો જથ્થો આપ્યો હોવાથી આ બંને દિવસ આ કેટેગરીના લોકો માટે વેક્સિનેશન યથાવત રહેશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 7,69,035 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મુકાઇ ગયો છે. જયારે 1,67,887 લોકો એવા છે કે જે બંને વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે. કુલ 9,63,922 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.
સુરતમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનના બીજા ડોઝ માટે ઘરે બેઠા મેસેજથી જાણ કરો : મેયર
શહેરમાં વેક્સિનેશનના રજીસ્ટ્રેશન તેમજ ફર્સ્ટ ડોઝ અને સેકન્ટ ડોઝ વગેરેના અલગ અલગ સેન્ટરો વગેરેને કારણે લોકો અટવાઇ રહ્યાં છે. તેથી શાસકો અને કમિશનર વચ્ચે થયેલી મીટિંગ દરમિયાન મેયર હેમાલી બોઘાવાલાએ એવી સૂચના આપી છે કે જેમ મનપા દ્વારા બાળકોને રસીકરણ માટે તેના વાલીઓને મોબાઇલ પર મેસેજ મોકલવામાં આવે છે. તેમ 45 વર્ષથી વધુના લોકો તેમજ ફ્રન્ટલાઇન અને હેલ્થવર્કરો કે જેને બીજો ડોઝ આપવાનો હોય તેનો ડેટા હવે મનપા પાસે ઉપલબ્ધ હોવાથી તેને પણ મેસેજથી જાણ થાય તેવી વ્યવસ્થા ઉભી કરો, મેસેજમાં બીજા ડોઝ માટેનું શિડ્યુઅલ તેમજ સ્થાન જાણ કરો કે જેથી લાઈનો લાગે નહીં અને લોકોએ પણ એકથી બીજા સ્થળે દોડવું નહીં પડે.
રજિસ્ટ્રેશન થયા બાદ પણ વેક્સિન નહીં મળતી હોવાની બૂમો ઉઠી
શહેરમાં વેક્સિનની અછત વચ્ચે વેક્સિન લેવા માટે ઉત્સુક લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે એવી પણ બુમ ઉઠી છે કે વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા બાદ પણ મેસેજ આવતા નથી. જેને કારણે જે તે સેન્ટર પર ગયા બાદ પણ ત્યાં તેની એન્ટ્રી થઈ શકતી નથી. વારંવાર સાઇટ બંધ થઇ જાય છે તેથી રજિસ્ટ્રેશન કરવામાં પણ મુશ્કેલી થઇ રહી છે. યોગ્ય પ્રચારના અભાવે પ્રથમ અને બીજો ડોઝ લેનારા લોકો એક જ જગ્યાએ ભેગા થઇ જાય છે તેથી ભીડ થાય છે અને ઘણા લોકોને ધરમનો ધક્કો પણ થાય છે.