Top News

More Posts

   The Latest

Most Popular

ભારત દેશ (INDIA) છેલ્લા એક વર્ષથી કોરોના રોગચાળો ફાટી નીકળવાનો સામનો (SURVIVE FOR CORONA SINCE ONE YEAR) કરી રહ્યો છે, એમ પણ દર્દીઓ વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ્ય સંભાળની ઘણી ખામીઓનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે હવે બોલિવૂડ હસ્તી (BOLLYWOOD CELEBRITIES)ઓ આ મુશ્કેલ સમયમાં પોતાની રીતે મદદ (HELP) કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. દરમિયાન અભિનેતા સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ (RADHE YOUR MOST WANTED BHAI) વિશે મોટી જાહેરાત કરી છે. 

સલમાન ખાન ‘રાધે’થી મળેલી તમામ આવક (INCOME)નો ઉપયોગ કોરોના યુગમાં દેશને મદદ કરવા માટે કરશે. આ દ્વારા કોવિડ રાહત સામગ્રી (COVID CARES FUND) જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે. આ પહેલા સચિન તેંડુલકર (SACHINE TENDULKAR) સહિતના ક્રિકેટરોએ પણ કોરોના સામેની જંગમાં પોતાની ભાગીદારી દર્શાવી હતી, ત્યારે હવે આ જાહેરાત થકી બોલીવુડના ભાઈએ સાચે જ પોતાનું મોટું મન બતાવ્યું છે..

અહીં ઉપયોગ કરશે રાધેની કમાણીનો

અભીનેતા સલમાન ખાને મોટો નિર્ણય લઈને તેની આગામી ફિલ્મ રાધેથી કમાણીનો એક મોટો ભાગ કોરોના સાથેની લડત માટે દાન આપવાનો નિર્ણય કર્યો છે. કલાકારોની મહેનતથી જમા થયેલ આ નાણાંથી વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને કોન્સેન્ટર્સ ખરીદવામાં આવશે. સલમાન ખાને આ મોટો નિર્ણય ફિલ્મના નિર્માતાઓ સાથે એક ચોક્કસ ચર્ચાના અંતે લીધો છે. સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ એસકેએફ (SALMAN KHAN FUND) કોવિડ રિલીફ માટે કામ કરી રહેલા ગીવ ઇન્ડિયામાં ફાળો આપી રહ્યું છે.

ભૂતકાળમાં પણ સલમાને કરી છે મદદ

સલમાન અગાઉ પણ કોવિડ કટોકટીના યુગમાં જરૂરિયાતમંદોને મદદ કરતો જોવા મળ્યો છે. પોલીસ, મેડિકલ સ્ટાફ અને બીએમસી સ્ટાફના મુંબઈના ફ્રન્ટલાઈન કામદારો સાથે જ સલમાન ખાને ભૂતકાળમાં કર્ણાટકના 18 વર્ષીય વિજ્ઞાનના વિદ્યાર્થીની મદદ પણ કરી હતી. આ વિદ્યાર્થીના પિતાનું તાજેતરમાં કોરોનાથી અવસાન થયું હતું.

જાણો ‘રાધે’ સાથે જોડાયેલી આ વાતો

પ્રભુદેવા નિર્દેશિત સલમાનની આગામી મોસ્ટવેટેડ ફિલ્મ ‘રાધે’ ઇદના અવસરે 13 મેના રોજ મલ્ટિપલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ઉપરાંત દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

To Top