Top News

More Posts

   The Latest

Most Popular

રાજસ્થાન: પાકિસ્તાનમાં (Pakistan) હિન્દુ પરિવાર પર અત્યાચારના (Atrocities) કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. જેમાં 10 પાકિસ્તાની પરિવારના (Family) સભ્યો પાકિસ્તાનના ત્રાસથી અન્ય દેશમાં સહારો લેવા મજબૂર બન્યા છે. આ પરિવાર છેલ્લા કેટલા સમયથી રાજસ્થાનના (Rajsthan) બાડમેરમાં રહે છે. પરિવારનું કહેવું છે કે પાકિસ્તાનમાં છોકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. છોકરીઓનું અપહરણ કરી બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે. આવી સ્થિતિમાં પરેશાન પરિવારને અન્ય દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. પાકિસ્તાનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પરિવારો વિઝા વિના ભારત આવી રહ્યા છે. દસ લોકોનો આવો જ એક પરિવાર સોમવારે બાડમેર પહોંચ્યો હતો. તે લગભગ ત્રીસ દિવસથી બાડમેરના ધોરીમાન વિસ્તારના રોહિલા ગામમાં તેના સંબંધીના ઘરે રોકાયો હતો. પરિવારનું કહેવું છે કે તેમને પાકિસ્તાનમાં દરરોજ ધમકીઓ મળતી રહે છે. પરિવાર આ પરિસ્થિતિથી ગભરાયને પાકિસ્તાન છોડી અન્ય દેશમાં શરણ લેવા મજબૂર બન્યા છે.

આ પાકિસ્તાની પરિવાર નેપાળ થઈને ભારત પહોંચ્યો છે. તેઓ લગભગ દોઢ મહિના પહેલા આવ્યા હતા. પાકિસ્તાનના મીરપુરમાં રહેતા પરિવારનો રાજેશ મેઘવાલ તેના ઘરની મહિલાઓ સહિત બાળકો સાથે પાકિસ્તાનથી દુબઈ પહોંચ્યો હતો. અહીં તે નેપાળ થઈને ભારતમાં પ્રવેશ્યો હતો. લખનૌથી જોધપુર રોડ માર્ગે ભારતમાં અહીં પહોંચ્યો. જોધપુરના સલુરી ગામમાં તેઓ લગભગ દસ દિવસ સંબંધીઓ સાથે રહ્યા હતા. જોધપુરથી 16 એપ્રિલે આ પરિવાર ધોરીમન્નાના રોહિલા ગામ પહોંચ્યો હતો. તે તેના સંબંધી સાથે રહે છે.

સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ કરી
તેમના સંબંધીઓ હજુ પણ પાકિસ્તાનમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવિધ સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી આવેલા પરિવારના સભ્યોની પૂછપરછ કરી છે, તેમની શોધ કરવામાં આવી છે. પરિવારે જોધપુર અથવા બાડમેરમાં સ્થાયી થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે બાડમેર સીઆઈડી ઓફિસમાં હાજર થયો અને પોતાની માંગણી રજૂ કરી. CID ઓફિસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને મામલાની જાણકારી આપી છે. હજુ સુધી મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

પુત્રનું અપહરણ
પાકિસ્તાનમાં સતત અત્યાચારો સહન કરી રહેલ પરિવાર લાંબા સમયથી સુરક્ષિત જગ્યાની શોધમાં હતો. પાકિસ્તાનથી ભારત આવેલી મહિલા રાણીનું કહેવું છે કે મારા પુત્રનું પાકિસ્તાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને માર માર્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. પરિવારને ધમકી આપવામાં આવી હતી કે, તમારી દીકરીઓ અને મહિલાઓને લઈ જઈશું. વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોયા બાદ પરિવારે નેપાળ જવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે તેને નેપાળમાં વિઝા મળી જશે. પરંતુ તે બન્યું નહીં. આવી સ્થિતિમાં, વિઝા ન મળવા પર તેઓ રોડ માર્ગે ભારતની સરહદમાં પ્રવેશ્યા.

કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી
એસપી દીપક ભાર્ગવના જણાવ્યા અનુસાર, હજુ સુધી બાડમેર પોલીસને કોઈ માહિતી કે કાગળ મળ્યો નથી. પાકિસ્તાની પરિવાર અહીં વિઝા વગર રહે છે. આ પરિવારે દુબઈ અને નેપાળમાં વિઝા મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ નિષ્ફળ ગયો. જોધપુર અને બાડમેર સીઆઈડી સમક્ષ હાજર થયા. વિવિધ સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ કરી હતી પરંતુ હજુ સુધી કશું જ શંકાસ્પદ મળ્યું નથી. નોટિસમાં આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ભારતના ગૃહ મંત્રાલય તરફથી બધુ સ્પષ્ટ થશે.

To Top