Vadodara

નિઝામપુરા સ્મશાનમાં ગંદકી વચ્ચે મૃતકોનો થતા અંતિમ સંસ્કાર

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના અણઘડ વહીવટને કારણે સ્માર્ટ સિટી વડોદરાના મોટાભાગના મોક્ષધામની સ્થિતિ અંત્યંત કથળેલી છે.  અસુવિધાઓની વ્યાપક ભરમાર છે. સમસ્યાઓ અને તકલીફો વચ્ચે અંતિમ સંસ્કાર કરવા માટે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના નિઝામપુરા સ્થિત સ્મશાનની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે.વારંવાર રજૂઆતો પછી પણ સાફ-સફાઈ કરવામાં આવતી નથી.તેમજ ગેસ ચિતા અનેક દિવસો સુધી બંધ હાલતમાં રહે છે.
અવગડોનું અંતિમધામ સમાન નિઝામપુરા  સ્મશનની દુર્દશાને કારણે મોતનો મલાજો જળવાતો નથી. વડોદરા મહાનગર પાલિકાના અણઘડ વહીવટ અને નઘરોળ તંત્રના વાંકે સ્માર્ટ સિટી વડોદરાના  મોક્ષધામમાં જ વ્યાપક અસુવિધાઓની ભરમાર છે સ્માર્ટ સિટીના મોટા મોટા દાવાઓ વચ્ચે નિઝામપુરા સ્મશાનની કથળેલી સ્થિતિ છે.

પારાવાર સમસ્યાઓ અને તકલીફો વચ્ચે  અંતિમ સંસ્કાર કરવા આવતા લોકોમાં પણ ભારે નિરાશ છે.અનેક રજૂઆતો અને વિરોધને પગલે નિઝામપુરા સ્મશાનમાં પણ રીનોવેશન પણ કરવાની જરૂર હોવાની માંગ થઈ રહી છે વડોદરા મહાનગર પાલિકાની હદમાં લગભગ ૩૪ જેટલા સ્મશાન ગૃહ કાર્યરત છે પરંતુ ૩૪પૈકી મોટાભાગના સ્મશાન ગૃહની હાલત બદ થી બદતર  બની છે.તેમાં નિઝામપુરા સ્મશાનનો પણ સમાવેશ થાય છે.સ્મશાનની દુર્દશા દિવસે દિવસે કથળી રહી છે. પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે આવતા લોકો પણ પારાવાર મુશ્કેલીઓને લઇ ભારે નારાજ છે.સ્મશાનમાં ઘણા સમયથી ગેસ સુધી ગેસ ચિતા બંધ રહે છે.ગેસ ચિતા ક્યારેક ચાલુ રહે તો ક્યારેક બંધ રહે છે જેથી લોકોને અનેક મુશ્કેલીઓ પડે છે.

આ ઉપરાંત નિઝામપુરા સ્મશાન લાકડાઓની પણ ભારે અછત છે. દાતાઓ લાકડા આપે ત્યારે અંતિમ સંસ્કાર થાય છે.જ્યારે સાફ સફાઈ કર્યા બાદ ઢગલા જ્યાં ત્યાં મૂકી દેવામાં આવે છે જેને કારણે સ્મશાનમાં ગંદકીની ભરમાર જોવા મળે છે અને ગંદકી વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર થાય છે. સમસ્યાઓની ભરમાર વચ્ચે નિઝામપુરા સ્મશાન ખાતે  અંતિમક્રિયા માટે આવતા લોકો ખુબ જ દુઃખી થાય છે અને આ અંગે અનેકવાર રજૂઆત પછી પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આવનારા સમયમાં નિઝામપુરા સ્મશાનનું રિનોવેશન નહીં થાય તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરશે તેમ જાણવા મળ્યું છે.

Most Popular

To Top