SURAT

સુરતમાં આવેલા નવા પીઆઈ સાહેબના આવા ખર્ચા પણ કાઢવા પડતા હોય ડી-સ્ટાફ પરેશાન

સુરત (Surat) : શહેર પોલીસમાં (Police) જાતભાતની ઘટનાઓ ઘટી રહી છે. તેમાં શહેર પોલીસ બેડામાં હાલમાં એક પીઆઇનો (Police Inspector) ભ્રષ્ટાચાર (Corruption) ચર્ચામાં છે. આ પીઆઇ હાલમાં શહેરના કોટ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને હાજર થતાની સાથે જ તેઓએ ડીસ્ટાફને (D Staff) દોઢ લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ચર્ચા છે.

  • પીઆઈ સાહેબ આવ્યા અને ડી-સ્ટાફને દોઢ લાખનો ચૂનો લાગી ગયો
  • શહેરમાં નવા પીઆઈએ આવતાની સાથે જ તેમની ફોર વ્હીલમાં દોઢ લાખનો ખર્ચો કરાવ્યો
  • પોતાના જાતિના જમાદારાને ડી-સ્ટાફમાં રાખવા માટે પણ મીટિંગ બોલાવી

આ પીઆઇએ પહેલા દિવસે ચાર્જ લેતાની સાથે જ જે તે ડીસ્ટાફને તેમની ગાડીમાં ટાયર બદલવા, સીટ કવર બદલવા, સ્પેશયલ સ્ટીલ એલોયમેન્ટ વ્હીલ નાંખવા તથા ટીવી સ્ક્રીન અને ગાડીના કામની અન્ય સોપારી આપી હતી. આ ઉપરાંત પોતાના ઘરની વસ્તુઓ લાવવા માટે પણ આદેશ આપી દીધો હતો.

શહેરમાં નાના પોલીસ સ્ટેશનમાં એવુ કહેવાય છે કે ટેબલ નીચેની આવક નહીવત હોય છે. અલબત નવા સાહેબની સોપારીથી ડીસ્ટાફ હાલમાં ટેન્શનમાં છે. તેમાં સાહેબને બિલ આપવાની હાલમાં કોઇની હિંમત નથી. આ ઉપરાંત આ સાહેબ ડીસ્ટાફમાં પણ તેમના જાતિના એક જમાદારને ભાગીદાર રાખવા માટે તથા તેની સલાહ લેવા માટે દબાણ કરતા હોવાની વાત શહેર પોલીસ બેડામાં ચર્ચાઇ રહી છે.

આવતાની સાથે જ ડીસ્ટાફને દોઢ લાખનો ખર્ચો કરાવનાર નવા પીઆઇ હાલમાં પોલીસ બેડામાં ચર્ચામાં છે. આ તમામમાં કમિ. અજય તોમર આવા વિવાદીત પીઆઇ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે. ડીસ્ટાફ હવે ગુના ઉકેલવાની જગ્યાએ સાહેબનો ખર્ચો કેવી રીતે કાઢવો તેનુ ટેન્શન વધારે લેતો થઇ ગયો છે. નવા પીઆઇએ વધુ એક લાખની સોપારી આપી છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના હાથ નીચેના અધિકારીઓને ઘરની શાકભાજી લાવવા, પત્નીને શોપિંગ પર લઈ જવા જેવા નાના-મોટા કામ સોંપી શોષણ કરાતું હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. એક રીતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાવાતા આવા કામો પ્રત્યે તેમના હાથ નીચે કામ કરતા અધિકારીઓમાં છૂપો અસંતોષ હોય છે, પરંત તેઓ શિસ્તના પગલે વિરોધ કરી શકતા નથી.

Most Popular

To Top