Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ શહેર થોડાક દિવસો પહેલા ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગનું જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. પહેલા દિવસે શહેરીજનો વેક્સિન લેવા ઉમટી પડ્યા હતા. પરિણામે વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશનનું સવારે ૯ થી ૧ અને બપોરે ૩થી ૭ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે કોરોનાએ કહેર મચાવ્યો છે, અને કેસોની સંખ્યા તેમજ મૃત્યુની સંખ્યા ખૂબ વધતા શહેરીજનો કોરોનાથી ફફડી ઉઠયા છે.

શહેરીજનો કોરોનાનાથી એટલી હદે ડરી ગયા છે કે, હવે કોઇપણ ભોગે કોરોનાથી બચવું છે. આથી આજથી શરૂ થયેલા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં લોકો વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. ગાડીઓમાં અને ટુ વ્હીલ પર બેસીને ઘરના તમામ લોકો વેક્સિન લેવા દોડી આવ્યા હતા. એક તબક્કે વેક્સિન ન લેવાની મનોવૃત્તિ ધરાવતા લોકો પણ કોરોનાના ડરથી ગભરાઈને હવે વેક્સિન લેવા દોટ મૂકી હતી.

To Top