Vadodara

ઓછા પ્રેસરથી મળતા પાણીની સમસ્યાનુ સત્વરે નિરાકરણ લાવવા તાકીદ કરાઇ

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા મળેલ સ્થાયી સમિતિના અધ્યક્ષતામાં તમામ ખાતાના કાર્યપાલક ઈજનેર, તમામ વોર્ડ ઓફિસર સાથે રહીને શહેરના નાગરિકોને ઓછા પ્રેસરથી મળતા પાણીની સમસ્યા, રોડ પર પડેલ ખાડા, ડ્રેનેજની સમસ્યા, દબાણ અંગેની સમસ્યા તેમજ સાફ સફાઈ સમસ્યા બાબતે નિરાકરણ લાવવા સુચના આપી હતી. વધુમાં પાલિકા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ હિતેન્દ્ર પટેલે ખુલ્લા પ્લોટમાં કરેલા દબાણો દુર કરી તનો ઉપયોગ શહેરી જનો ઉપયોગકરી શકે,રોંડ વચ્ચે ઉભા લાઈટના થાંભલાઓ તેમજ નડતરરૂપ અવરોધો દુર કેવી રીતે દુર કરી શકાય તેના સૂચનો કર્યા હતા. ઉપરાંત ડ્રેનેજની સમસ્યા, દબાણ અને સફાઈના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી. ભર ઉનાળે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળે છે. તત્ર માટે લોકો માટે પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બને છે.  વડોદરા શહેરના જળાશયોમાં પાણીનું સ્તર ખૂબ જ નીચે જતું રહે છે. તેના કારણે પાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રી મોન્સુનની બેઠક મળી હતી.જેમાં જળાશયોમાં પાણીનું સ્તર જળવાય રહે તે માટે બેઠકમાં ચર્ચા કરી હતી. વડોદરામાં દર વરસે  પાલિકામાં પ્રી મોન્સુન ની બેઠક મળે છે.

પરંતુ પ્રિ કામગીરી દેખાતી નથી. પાલિકાના દાવા પોકળ નીકળે છે. જો સમયસર વરસાદ ન પડે તો અન્ય નવા કોઈ સ્ત્રોત ઉભા કરવા પડશે. જો જરૂર પડે તો પાણી ખરીદવાની પણ નોબત આવશે. ત્યારે આજ રોજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ હિતેન્દ્ર પટેલ દ્વારા શહેરમાં આવેલ જળાશયોની મુલાકાત લીધી હતી. પાણીનો બચાવ કઈ રીતે કરવો તેની આજ રોજ તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. વસ્તી અને વિસ્તાર વધવાની સાથે પાણીની જરૂરિયાત પણ વધી છે.પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ દુર કરવા માટે સિંધરોટ ખાતે પાણીની નવો સ્ત્રોત ઉભો કરવામાં આવી રહ્યો છે. આમ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ હિતેન્દ્ર પટેલ દ્વારા શહેર જિલ્લામાં આવેલા આજવા, પ્રતાપુરા, મહીસાગર અને ખાનપુર માં આવેલ તમામ જળાશયોનું નિરીક્ષણ  કરવામાં આવ્યું હતું. 

Most Popular

To Top