Vadodara

શહેરમાં મંદિર તોડ્યાને મેયર સુરતમાં મેચ હાર્યાં

વડોદરા : અન્ય શહેરોમાંથી શીખ મેળવી કામગીરી કરવા ટેવાયેલા વડોદરાના મેયર વધુ એક વખત નબળા પુરવાર થયા છે.સુરતના યજમાન પદે યોજાયેલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશનની મેયર કમિશ્નર ઈલેવન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં મેયર ઈલેવનની ટીમનો 41 રનથી પરાજય થયો હતો. કોરોનાનાકપરા કાળ દરમિયાન બે વર્ષ બંધ રહેલ મેયર કમિશનર ઈલેવન ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ વર્ષે કોરોના નબળો પડતા સુરત ખાતે યોજાઈ હતી.રાજ્યના આઠ શહેરોની મહાનગર પાલિકાઓની ટીમે આ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો.સુરત ખાતે રમાયેલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશનની મેયર કમિશ્નર ઈલેવન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે સુરત મેયર ઈલેવન અને વડોદરા મેયર ઈલેવન વચ્ચે રમાઈ હતી.

જેમાં વડોદરા મેયર ઈલેવનનો 41 રનથી પરાજય થતા વડોદરા મેયર ઈલેવનને વિજય થવાનો વ્યક્ત કરાયેલ વિશ્વાસ તૂટ્યો હતો.ટોસ જીત્યા બાદ પ્રથમ બલ્લેબાજી કરતા સુરત મેયર ઈલેવને વીસ ઓવરના અંતે 173 રન બનાવ્યા હતા.સુરત મેયર ઈલેવનના 174 રનના લક્ષયનક નો પીછો કરવા મેદાનમાં ઉતરેલા મેયર ઈલેવને 20 ઓવરના અંતે 132 રન જ ફટકારી શકતા 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.મેયર ટીમ હારની માળા પહેરતા શહેરમાં તરહ તરહની વાતો પણ વહેતી થઈ હતી.જે તે વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરાના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી રખડતા ઢોર મુદ્દે મેયરની નબળી કામગીરી હોવાનું નિવેદન આપ્યું હતું.જે ખરેખર શબ્દો સાર્થક થતા જોવા મળી રહ્યા છે.

અગાઉ વડોદરામાં પ્રેક્ટિસ દરમિયાન શ્રીરંગ આયરેએ બેટિંગ દરમિયાન ફટકે બાજી કરતા મેયર કેયુર રોકડીયાને બોલ વાગતા ઘાયલ થયા હતા.જ્યારે સુરત ક્રિકેટ મેચ દરમિયાન પણ તેમના સ્નાયુઓ ખેંચાઈ જતા ગ્રાઉન્ડ ઉપરજ ફિઝિયોથેરાપી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.બીજી તરફ મેયર સ્માર્ટ સીટીમાં પણ નબળા પુરવાર થયા છે.જ્યારે સુરત આ બાબતે આગવું સ્થાન ધરાવે છે.એ પછી સ્માર્ટ સીટીમાં હોઈ કે પછી અન્ય બાબતોમાં હોઈ પરંતુ હરહંમેશ અન્ય શહેરો પરથી શીખ લઈ ટેવાયેલા વડોદરાના મેયરે કરેલા જીતના આશાવાદ પર સુરત મેયર ટીમે પાણી ફેરવી દીધું હતું.જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન બેસ્ટ બોલર મનોજ પટેલ,બેસ્ટ કીપર બાળુ સુર્વે અને મેયરને બોલ ફટકારવામાં ચર્ચાના એરણે ચઢેલા શ્રીરંગ આયરેને બેસ્ટ બેસ્ટમેન તરીકેની ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top