Vadodara

મ્યુ.કમિશ્નર કચેરી પાસેથી જ ગટરના ઢાંકણાની ચોરી

વડોદરા : વડોદરા શહેરમાં ગટરના ઢાંકણા ચોર ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે હાલમાં મેયરના વોર્ડમાં જાહેર માર્ગ પરથી ગટરના ઢાંકણાની ચોરી થઇ હોવાની ઘટના બાદ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ગેટ બહાર બે ગટરના ઢાંકણાની ચોરી થતાં પાલિકામાં લગાવેલ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. વડોદરા મહાનગર પાલિકાના શાસકો હાલ વિકાસને વેગ આપી રહ્યા છે.

પરંતુ શાસકો જ્યાં બેસે છે.તેજ પાલિકાની વડી કચેરી ખાતે દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે.લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તેમ લાગી રહ્યું છે. પાલીતાણા ની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ગેટ બહાર બે ગટરના ઢાંકણાની ચોરી થઇ હોવાનું સપાટી પર આવવા પામી છે.ગતરોજ જેતલપુર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટી બહાર મેયરના વોર્ડમાં જાહેર માર્ગ ઉપર ત્રણ થી ચાર ગટરના ઢાંકણા ની ચોરી થઈ હતી.જે બાદ મ્યુનિસિપલ કમિશનર ગેટ બહાર પણ ગટરના ઢાંકણા ની ચોરી થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

શું આ ગેટમાંથી આવતા શાસકો અને પોતે મ્યુનિસિપલ કમિશનરને આ વાતની જાણ હોવા છતાં અજાણ બની રહ્યા છે કે પછી સિક્યુરિટી બેદરકારી છતી થઈ છે તેવા સવાલો ઊઠવા માંડ્યા છે.એક તરફ લાખો રૂપિયાના ખર્ચે પાલિકામાં સીસીટીવી કેમેરા લગાવાયા છે.તો શું આ કેમેરા બંધ હાલતમાં છે.કોઈ ચોર ઈસમ આ ગટરના ઢાંકણા ચોરી કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ નથી થયો.હાલ તો આ ખુલ્લી ગટરોએ અકસ્માતને આમંત્રણ દીધું છે. પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ગેટ થી અનેક લોકોની અવરજવર રહેતી હોય છે આવા સમયે આ ખુલ્લી ગટરોના કારણે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ ?

સિક્યુરિટીઓ તૈનાત છતાં ઢાંકણાની ચોરી
પશ્ચિમ વિસ્તારમાં અગાઉ ગટરના ઢાકણાં ચોરી ગયાના બનાવોનો સીલસીલો શરૂ  થયો હતો. જો કે ત્યારબાદ પાલિકા દ્વારા ગટરના ઢાંકરણા લગાવવામા આવ્યા હતા. થોડા દિવસ અગાઉ મેયરના સોસાયટીના ઘરની બહારથી પણ ગટરના ઢાંકણાની ચોરી થઇ હતી. ખંડેરવા માર્કેટ ખાતે પાલિકાની વડી કચેરી જ્યારે સિક્યુરીટીના જવાનો ખડે પગે ફરજ બજાવે છે ત્યાં પણ ચોરીનો સીલસીલો યથાવત રહ્યો હતો. શહેરમાં ચોક્કસ ચોરોની ટોળકી દ્વારા ગટરના ઢાંકણાને નિશાન બનાવાઇ રહ્યા છે. શરમજનક કહેવાય કે પાલિકાની વડી કચેરી પાસેથી જ ગટરના ઢાકણા ચોરાઇ ગયા ?

Most Popular

To Top