Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એલોપેથી તબીબોએ તાજેતરમાં જ પેન ડાઉન સહિત આંદોલનના વિવિધ માર્ગ અપનાવી સરકાર પાસે પોતાની માંગણીઓ સંતોષાવ્યા બાદ આયુર્વેદ તબીબોએ પણ પોતાને એલોપેથી તબીબો સમકક્ષ ગણી ઉચ્ચતર પગાર ધોરણની માંગ ઉઠાવી છે. જેમાં આયુર્વેદ મેડિકલ ઓફિસર એસોસિએશને સરકાર સામે માંગ ઉઠાવતા ભરૂચ જિલ્લાના આયુર્વેદ તબીબોએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

આયુર્વેદ મેડિકલ ઓફિસર એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચતર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નો અંગે માંગ ઉઠાવી છે. જેમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના 25થી વધુ તબીબોએ પણ પોતાનું સમર્થન આપી સૂર પુરાવ્યો છે. આયુર્વેદ તબીબોના જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં બે વર્ષથી આયુર્વેદ તબીબોએ પણ એલોપેથી તબીબોની જેમ જ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. છતાં તેમને એલોપેથી તબીબો સમકક્ષ ઉચ્ચ પગાર ધોરણ આપવામાં આવતું નથી. આયુર્વેદ તબીબો છેલ્લાં 10 થઈ 17 વર્ષોથી પોતાની ફરજ નિભાવે છે. હાઇકોર્ટે પણ ટીફૂ કમિશનને ધ્યાને લઇ 100 ટકા લાભો આપવાની હિમાયત કરી છે. સુપ્રીમ કોર્ટે પણ બે મહિનામાં 50 ટકા લાભ આપવા તાકીદ કરી હતી. છતાં તેનો અમલ કરવામાં આવતો નથી. જેમાં આયુર્વેદ તબીબોને પણ ઉચ્ચ પગારધોરણ આપવામાં આવે. એટલું જ નહીં નોન પ્રેક્ટિસ એલાઉન્સ ચૂકવવામાં, પણ જ્યારે ઠરાવ કરવામાં આવે ત્યારે તેમાં આયુર્વેદ તબીબોનો સમાવેશ કરવામાં આવે તેવી ઓન માંગ ઉઠાવવામાં આવી છે.

To Top