Top News

More Posts

   The Latest

Most Popular

રમતોના મહાકુંભ એવા ટોક્યો ઓલિમ્પિક્સનો ( tokyo olympic) 23 જુલાઇથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે જાપાનની ( japan) સરકારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે જનારા ભારતીય ખેલાડી ( indian player) તેમજ કોચ ( coach) અને સપોર્ટ સ્ટાફ સહિતના અન્ય અધિકારીઓને ટોક્યો રવાના થતાં પહેલા એક અઠવાડિયા સુધી રોજ કોરોનાનો ટેસ્ટ ( corona test) કરાવવા જણાવ્યું છે. સાથે જ એવુ પણ કહેવાયું છે કે ત્યાં પહોંચ્યા પછી ભારતીય ખેલાડીઓ ત્રણ દિવસ સુધી આકરા ક્વોરેન્ટીનમાં રહીને કોઇ અન્ય દેશના કોઇપણ વ્યક્તિને મળી શકશે નહીં.

જાપાન સરકારે માત્ર ભારત જ નહી પણ કુલ 11 દેશના તમામ મુસાફરો, ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે આ નિયમ લાગુ કર્યા છે. આ માટે જાપાન સરકારનું એવું કહેવુ છે કે જ્યાં કોરોનાના અલગ વેરિયન્ટ જોવા મળ્યા છે તે દેશો માટે આ નિયમો લાગુ થશે.
હવે જાપાન સરકારે જ્યારે આ નિયમો લાગુ કર્યા છે ત્યારે ભારતમાં કોરોનાની સ્થિતિ ઘણી હળવી થઇ ગઇ છે અને તેની સામે જાપાનમા હજુ સ્થિતિ એટલી સુધરી નથી, વળી હવે બ્રિટનમાં કોરોનાની સ્થિતિ બગડવા માંડી છે અને નવો વેરિયન્ટ તો બીજા ઘણાં દેશોમાં જોવા મળ્યો છે તો આ માટે હવે જાપાન શું પગલાં ભરશે તે સવાલ ત્યાંની સરકારને પુછવો જરૂરી થઇ ગયો છે.

જાપાન સરકાર જે રીતે વિકાસશીલ દેશો સામે આવા આકરા નિયમો લાદી રહી છે ત્યારે જો હવે અમેરિકા અને બ્રિટનમા સ્થિતિ વણસવાના એંધાણ છે તો એવા વિકસીત દેશો સામે જાપાન સરકાર કેવા પગલા ભરશે તેના પર બધાની નજર છે. ખુદ જાપાનમાં સ્થિતિ હજુ એટલી અસરકારક રીતે કાબુમા નથી આવી ત્યારે તેઓ બીજા દેશ સામે કેવી રીતે આકરા નિયમો લાગુ કરી શકે એ સવાલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીએ જાપાન સરકારને પુછવો રહ્યો

To Top