National

નુપુર શર્માનાં નિવેદન બાદ ફાંસી આપવાની માંગ કરાઈ, યુપીના અનેક શહેરોમાં હિંસા

ઉત્તર પ્રદેશ: AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલે ઔરંગાબાદમાં એક પ્રદર્શન દરમિયાન કહ્યું કે નુપુર શર્માને ફાંસી (Hanging) પર લટકાવી દેવી જોઈએ. જો તેને આસાનીથી મુક્ત કરવામાં આવશે તો આવી બાબતો અટકશે નહીં. તેમણે કહ્યું કે આજે સરકારે (Government) કતાર અને કુવૈતની તાકાત જોઈ છે. જલીલે કહ્યું, ‘ઈસ્લામ શાંતિનો ધર્મ છે, બીજેપીના પ્રવકતાની ટિપ્પણીના કારણે ઈસલામ ધર્મના લોકો નારાજ છે. ધાર્મિક લાગણી દુભાવનારાઓને સજા કરવા માટે કડક કાયદો ઘડવાની જરૂર છે. અમે આ કાયદાને લઈને સંસદમાં અવાજ ઉઠાવીશું.

ઉત્તર પ્રદેશમાં હિંસાના સંદર્ભમાં યુપીમાં કુલ 136 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 45ની સહારનપુરથી, 37ની પ્રયાગરાજમાંથી, 20ની હાથરસમાંથી, 07ની મુરાદાબાદમાંથી, 04ની ફિરોઝાબાદમાંથી, 23ની આંબેડકરનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં શુક્રવારની નમાજ(Namaz) બાદ દેશના અનેક શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે. દિલ્હી(Delhi)માં જામા મસ્જિદ(Jama Masjid)ની બહાર જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પણ શુક્રવારની નમાજ બાદ મોટી સંખ્યામાં નમાઝીઓ એકઠા થયા હતા. પ્રયાગરાજ(Prayagraj)માં શુક્રવારની નમાજ બાદ પોલીસ(Police) પર પથ્થરમારો(Stoned) કરવામાં આવી રહ્યો હતો.

પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં શુક્રવારની નમાજ અદા કર્યા બાદ લોકો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસે બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ કોઈએ પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારથી સતત પથ્થરમારો ચાલુ છે. લગભગ એક કલાક સુધી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પથ્થરમારાના કારણે પોલીસને થોડી પાછળ આવવું પડ્યું હતું. હાલમાં જ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે.

પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
શુક્રવારની નમાજ બાદ પ્રયાગરાજમાં ભીષણ પથ્થરમારો થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડે છે અને ધમકી આપવી પડે છે કે – ‘બહુ થઈ ગયું’. પથ્થરમારો દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે ચપ્પલ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓ લાઉડસ્પીકર પર પથ્થરમારો કરનારા બદમાશોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પથ્થરમારામાં એસએસપીને પથ્થર વાગ્યો
પ્રયાગરાજના અટાલામાં પથ્થરબાજી દરમિયાન પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન SSP અને DM પર પણ પથ્થરમારો થયો છે. જેમાં તોએને પથ્થર વાગ્યો છે. પોલીસ પથ્થરબાજોને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રયાગરાજમાં શેરીઓ અને અગાસી પરથી પોલીસ પર પથ્થરમારો
કાનપુરના મુસ્લિમ વિસ્તારમાં શુક્રવારની નમાજ બાદ હજારોની ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે હોબાળો મચી ગયો હતો. જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારે ટોળું શેરીઓ અને ટેરેસ પર પહોંચી ગયું અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આરએએફની સાથે સમગ્ર જિલ્લાની ફોર્સને બોલાવવામાં આવી છે. આ ઘટના બપોરે 2 વાગ્યાની આસપાસ નમાજ બાદ બની હતી.

હાવડામાં રેલવે વ્યવહારને અસર
નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો સતત જોર પકડી રહ્યો છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ પૂર્વ રેલવેના હાવડા-ખડગપુર રૂટ પર ચેંગેલ સ્ટેશન પર વિરોધીઓએ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે દક્ષિણ પૂર્વ રેલવેની સેવા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે ગઈકાલથી રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં મુખ્ય સચિવ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે.

રાંચીમાં હિંસક વિરોધ પ્રદર્શન
રાંચીમાં નુપુર વિરોધ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. આ દરમિયાન ભીડ દ્વારા ભારે પથ્થરમારો થયો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પથ્થરમારામાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જે બાદ પોલીસે ભીડને હટાવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ જ ભીડ પર કાબૂ મેળવી શકાયો હતો. પ્રશાસન રાંચીના આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

કર્ફ્યુ લાદવાની તૈયારીઓ
રાંચીના ડીસી છવી રંજને જણાવ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. શહેરના લોકોએ શાંતિ જાળવવી જરૂરી છે. ડીસીએ કહ્યું કે હવે આ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવશે. વિસ્તારના લોકોને અપીલ છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દુર રહેવા માટે અપીલ કરી છે.

મુરાદાબાદમાં પોલીસે બદમાશો પર લાઠીચાર્જ કર્યો
મુરાદાબાદમાં પણ હંગામો, પોલીસે બદમાશોને માર માર્યો પ્રયાગરાજ સિવાય મુરાદાબાદમાં શુક્રવારની નમાજ બાદ હંગામો થયો હતો. મુરાદાબાદના પોલીસ સ્ટેશન મુગલપુરા વિસ્તારમાં નમાઝ બાદ ઉગ્ર હંગામો થયો હતો. થોડીવાર માટે હંગામો શાંત થયો, પરંતુ પછી હંગામો શરૂ થયો અને નુપુર શર્માના ફોટાને હવામાં ઉડાવીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પોલીસે દોડીને બદમાશોને માર માર્યો હતો.

Most Popular

To Top