National

કલકત્તામાં શૂટઆઉટ: પોલીસ કોન્સ્ટેબલે આડેધડ ફાયરીંગ કર્યા બાદ પોતાને ગોળી મારી આપઘાત કર્યો

કલકત્તા: (Culcutta) કલકત્તામાં આવેલા બાંગ્લાદેશના (Bangladesh) ડેપ્યુટી હાઈકમિશન કચેરીની (High Commission) બહાર ચોંકાવનારી ઘટના બની છે. કોલકાતામાં ગુરૂવારે ગોળીબાર (Firing) થયો છે. ત્યાં હાજર બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એક પોલીસકર્મીએ (Police Constable) ગોળીબાર કર્યો હતો. તેની બંદૂકમાંથી નીકળેલી ગોળી એક મહિલાને વાગી હતી. ગોળીબારમાં અન્ય એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. બે લોકોને ગોળી માર્યા બાદ કોન્સ્ટેબલે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જે મહિલાને ગોળી વાગી તે બાઇક ચલાવતી હતી. આ મહિલાનું મોત થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે હુમલાખોર પોલીસકર્મી લગભગ એક કલાક સુધી તે જ સ્થળે નાસતો રહ્યો હતો.

  • ફાયરીંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ તુડુપ લેપ્ચા હતું
  • રજા પરથી આવ્યા બાદ આજે સવારે જ તે ડ્યૂટી પર જોડાયો હતો
  • તે લાંબા સમયથી ડિપ્રેશનની બિમારીથી પીડાતો હતો
  • આડેધડ ફાયરીંગ કર્યા બાદ કોન્સ્ટેબલ એક કલાક સુધી ભાગતો રહ્યો હતો
  • આખરે પોતાને જ ગોળી મારી તેને જાહેરમાં આપઘાત કરી લીધો હતો
  • આ ઘટનામાં બે જણા ઘાયલ થયા હોવાના અહેવાલ
  • પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા

પોલીસે કહ્યું, આ ઘટનામાં અમારા કોન્સ્ટેબલનું મોત થયું છે, જ્યારે બે જણા ઘાયલ થયા છે. સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યાં છે, ત્યાર બાદ જ જાણી શકાશે કે ખરેખર શું બન્યું હતું, જેના લીધે કોન્સ્ટેબલે આડેધડ ફાયરીંગ કર્યું. વધુમાં આ ઘટનાને કોઈ વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નહીં હોવાનું પોલીસે ઉમેર્યું હતું.

પોલીસે વધુમાં કહ્યું કે, મરનાર પોલીસવાળાનું નામ તુડુપ લેપ્ચા હતું. તે કોલકતાની આર્મ પોલીસની 5મી બટાલિયનનો સભ્ય હતો. કલકત્તામાં આવેલા બાંગ્લાદેશના હાઈ કમિશન કચેરીની બહાર તેને ડ્યૂટી સોંપવામાં આવી હતી. રજા પરથી આવ્યા બાદ આજે સવારે તે ડ્યૂટી પર પરત ફર્યો હતો. તે ડિપ્રેશનથી પીડાતો હોવાનું જાણવા મળ્યું છે. હાઈ કમિશન કચેરીની બહાર ફાયરીંગ કર્યા બાદ તે લગભગ એક કલાક સુધી ભાગતો રહ્યો હતો, ત્યાર બાદ તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો તેમ નજરે જોનારાઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top