Vadodara

ભાજપના રંગમાં ભંગ : મોદીનો રોડ શો રદ

વડોદરા :  ૧૮જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવવાના હોવાથી પાલિકા તંત્ર એકશન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી ૧૮મી જુને વિવિધ કાર્યક્રમો માટે વડોદરાની મુલાકાતે આવનાર હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પરંતુ સત્તાવારા કોઇ જાહેરાત કરાઇ નથી.૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર પાંચ લાખથી વધુ  લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં જ્યારે વડોદરા શહેરમાં થી ચૂંટણી જીત્યા ત્યારે તેમને વડોદરા શહેરમાં રોડ શો કર્યો હતો તેના બાદ ૧૮મી  જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી બીજી વાર રોડ શો કરવાના હતા જેને કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારીના ભાગરૂપે એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીની રોડની સમીક્ષા કરવામાં આવી હતી. તેમના રોડ શોમાં જે ટેમ્પરરી ઉભા કરેલા દબાણોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી વડોદરા શહેર જિલ્લામાંથી તથા રાજ્યમાંથી લાખો લોકો આવવાના હોય જેને લઈને પાલિકા દ્વારા તેમના ગાડીઓના પાર્કિગની વ્યવસ્થા તેમની પ્રાથમિક સુવિધા પુરી પાડવા માટે તંત્ર સજ્જ  બની રહ્યું છે.

એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ પર જવાના રોડ પર આવતા મોટા વૃક્ષોનું પાલિકા દ્વારા ત્રીમીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ જે ચાલતા ન હોય તેને પણ રીપેર કરવામાં આવી રહ્યા છે. વિવિધ રસ્તામાં જે ગાબડા પડી ગયા હતા તેના પર પણ પેચ વર્ક કરવામાં આવી રહ્યા છે.  આમ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા  આવવાના હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ધુમાડો કરતા પણ પાલિકા સહેજ પણ ખચકાતા નથી.

જો આજ પ્રાથમિક સુવિધા માટે જો કોઈ નાગરિકે જણાવ્યું હોત તો તેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરમના ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસાઈ ગયા હોય પણ કામગીરી ગોકળગાયની ગતિએ ધીમે ધીમે થઈ હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો હાલ પૂરતો રદ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ત્રણ કારણો હોઇ શકે તેમાં મુખ્યત્વે દિવસેને દિવસે કોરોનાના કેસો છેલ્લા ત્રણ દિવસમાં વધી રહ્યા છે બીજુ કારણ સિક્યુરિટી પર્સલ ત્રીજ કારણ ગરમી અને વરસાદ વિઘ્ન ન બને તે હોઇ શકે. જોકે તંત્રને હાશકારો પરંતુ મોદી સભા સંબોધશે.

પીએમનો રોડ શો હાલ પૂરતો મોકુફ
પીએમઓ ઓફીસથી અત્યાર સુધી ફક્ત ૧૮ મી જુને પાવાગઢ ખાતે દર્શન કરીને વડોદરા ખાતે લેપ્રસી ગ્રાઉન્ડ પર સભા સંબોધશે હાલ પુરતો રોડ શો  મોકૂફ રખાયો છે.પરંતુ તેવી કોઈ સત્તાવર જાહેરાત અત્યાર સુધી થઇ નથી.
– ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી

શાસકોની આબરૂ ઉઘાડી ના પડે તે માટે શહેરના સિમાડે મોદીનો રોડ શો ?
૧૮મી જુન એટલે પાલિકા અને સત્તાધારી પક્ષ માટે સોના કરતો પણ મોઘો દિવસ ગણાશે કારણ કે વડા પ્રધાનનરેન્દ્ર મોદી જયારે રોડ શો કરવાના હોવાથી પાલિકા અને સત્તાધારી પક્ષ પોતાનું પાપ છુપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોડી વડોદરા સંસ્કારી નગરીનો નજારો જોઈ ન જાય તે માટે નપાણીયા શાક્ષકો અને તંત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શોનો રૂટ વડોદરા સંસ્કારી નગરીની બહાર યોજવામાં આવ્યો હતો. જેથી ત્યાના શહેરીજનોને કોઇપણ અરજી આપ્યા વગર કે કોર્પોરેશનને જાણ કર્યા વગર જ દરેક પ્રાથમિક સુવિધાઓ મળી ગઈ હતી.

આમ જયારે ૧૮ જુને વડાપ્રધાન રોડ શો કરવાના હતા પરંતુ હવે તે ખાલી લેપ્રસી ગ્રાઉન્ડ પર સભા સંબોધશે ત્યારે રોડ શો યોજવાના હોવાથી ત્યાં લાખો રૂપિયાના ખર્ચે ત્યાના નાગરિકોને સુવિધાઓ વગર કોપોરેશનમાં જાણ કાર્ય વગર મળી હતી. જયારે બીજી બાજુ વડોદરા શહેરના એસ ટી ડેપોમાં જ્યાં વડોદરા શહેરમાં રાજ્ય તથા રાજ્ય બહરથી હજારો લોકોમાં અહી આવે છે પરંતુ એસટી ડેપો અને રેલ્વે સ્ટેશન સામસામે આવેલા છે. જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા પહેલીથી તો હતી જ તેવા હવે પંડ્યા બ્રીજથી રેલ્વે સ્ટેશન તરફના માર્ગ પર કામગીરી છેલ્લા ૬ મહિના થી પણ વધુ સમય થી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જોઈ કદાચ ૧૮મી જુનનો આ રોડ શો આ વિસ્તારમાં યોજાયો હોત હજારો લોકોને જે હાલાકીનો સામના કરવો પડે છે તે સામનો કરવો પડત નહી.

વડાપ્રધાનના રોડ શોના રુટ પર રખડતા ઢોરોનું ફુટ પેટ્રોલિંગ
૧૮ જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો યોજવાના હતા. જેથી કલેક્ટર, કમિશ્નર અને પાલિકા તંત્રની સાથે સાથે રસ્તા પર રખડતા ઢોરોએ પણ એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ મી જુને વડોદરા સંસ્કારી નગરીમાં એરપોર્ટ સર્કલથી મનીષા ચોકડી સુધીની રોડ શો યોજવાના હતા. ત્યારે આ રોડ શોના રૂટ પર રખડતા ઢોર ફૂટ પેટ્રોલિંગ નીકળ્યા હોય તેમ રસ્તે રખડતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં ટ્રાફિકમાં કેવી રીતે અવરોધ રૂપ થવું તેનું નિરીક્ષણ કર્યું હતું.

Most Popular

To Top