Vadodara

અક્ષર પબ્લિક શાળામાં જ બુક સ્ટોલ શરૂ કરાયો

વડોદરા : આ વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે  ખાનગી શાળાએ શાળામાંજ પુસ્તકો અને નોટબુક વેચવાનું શરૂ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અગાઉ પણ આ ઓરકારની ફરિયાદી વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામા આવી હતી. શાળાઓ ખુલતા જ શાળાઓ ની મનમાની સામે આવી રહી છે. વડોદરા શહેરની અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા શાળામાં જ પુસ્તકો વેચવાનું શરૂ કરી દેવાતા વિવાદ સર્જાયો છે

વડોદરા શહેરના સેવાસી રોડ પર આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ માં શાળા સંકુલ ના પાછળ ના ભાગે ખાનગી સ્ટેશનરી દ્વારા પાઠ્ય પુસ્તકો વેચવાનું શરૂ કરી દેવાયું હતું.જેનો વિડીયો વાલીઓ એ જ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેતા સ્કૂલ દ્વારા વિદ્યા નામે ચાલતો વેપાર છતો થયો હતો. શાળા દ્વારા પુસ્તકો વેચવાનું બંધ કરી દેવાયું હતું.

બે વર્ષ પહેલા ખાનગી શાળા અક્ષર પબ્લિક સ્કૂલ, સેવાસીને ફી નિયમન સમિતિ દ્વારા શાળાની અંદર પુસ્તકો વાંચી અને બિલ નહીં આપવા માટે દંડ ફટકાર્યો હતો. ત્યારે આજ શાળા દ્વારા આ વર્ષે શાળા પરિસરમાં ખાનગી પુસ્તક વિતરણ દ્વારા પુસ્તકનું વેચાણ થયું છે જે કાયદા થી વિપરીત છે. સમગ્ર મામલે ડી.ઇ.ઓ નું કહેવું છે કે અગાઉ પણ આ શાળાનો વિવાદ સામે આવ્યો છે અને અમે તપાસ કરીને યોગ્ય પગલા લઈશું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ શાળા ને દંડ ફટકરવામાં આવ્યો છે છતાં શાળા સંચાલકો સુધરતા નથી જેથી ડી.ઈઓ કચેરી જો યોગ્ય પગલાં નહીં લે તો આંદોલન ની ચીમકી વડોદરા પેરન્ટ્સ એસોસીએશને ઉચ્ચારી છે.

બુક સ્ટોલવાળા સાથે મિલીભગત
શાળાના સંચાલકોની બુક સ્ટોલ સાથે મિલીભગત છે. શાળાની જગ્યામાં બુક સ્ટોલવાળા ત્યાં શું કરી રહ્યા હતા? સ્કૂલના વાલીઓ એટલે બહાર નહીં આવતા તેમના બાળકો સ્કૂલમાં ભણે છે. વાલીઓને શાળામાંથી જ પાઠ્ય પુસ્તક ખરીદવા માટે દબાણ કરાતું હતું. જેને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શાળા સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.
– દિપક પાલકર, પ્રવકતા, વડોદરા પેરેન્ટ્સ એસો.

સ્કૂલનો કોઈ રોલ નથી
બુક સ્ટોલનો જે વિવાદ ઊભો થયો છે તેમાં સ્કૂલનો કોઈ રોલ નથી. વાલીઓની ભલામણથી સ્કૂલના પાછળના ભાગે ચાલુ કરાયું હતું. વાલીઓને તા.6-7-8 અને 9ના રોજ બાળકો માટે બુક લેવા માટે કહ્યું હતું. પરંતુ તે ફરજિયાત ન હતું કે બુક સ્કૂલમાંથી જ લેવી એવું કોઈ સર્ક્યુલર પણ બહાર પડાયું નથી. વાલીઓ માટે સ્કૂલના સંચાલકો સારુ કરવા ગયા, પરંતુ વિવાદ ઊભો થઈ ગયો. સ્કૂલે કોઈ રૂપિયા લીધા નથી. ગત વર્ષે ગરમીમાં સ્કૂલની બહાર સ્ટોલ રાખવામાં આવ્યું પરંતુ આ વર્ષે વાલીઓની ભલામણના કારણે સ્ટોલ શાળામાં રખાયો હતો. – દિપક ગુર્જર, એડમિન, અક્ષર પબ્લિક સ્કૂલ

Most Popular

To Top