નેશનલ ગેમ્સની તૈયારી ચાલતી હતી. માઈન્ડ કોચ બધાને પર્સનલી મળીને તેમનો પ્રોબ્લેમ જાણીને મોટીવેશન આપી રહ્યા હતા અને બધાની ગેમ્સમાં સુધારો થવા...
દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલે મહિનાઓની ઇન્તેજારી પછી રાજકારણમાં હાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ ખાતેના લેઉવા પાટીદારોના...
જામનગર : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) દેશભરમાં વિરોધ (Protest) થઈ રહ્યો છે. બિહાર સહિત ઘણા રાજ્યોમાં યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા...
રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને તેની પોતાની પવિત્રતા હોય છે. રાજ્યસભાની દરેક ચૂંટણી સમયે તેની પવિત્રતાનું ધોવાણ થતું હોય છે, ત્યારે...
ભરૂચ(Bharuch): બે કોમ વચ્ચે ભાઈચારા માટે કેટલાંક સ્થળોનો અતૂટ નાતો હોય છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ(Railway Platform) પર લગભગ આઠ દાયકા પહેલાની પીર...
કેન્દ્ર સરકારે શરૂ કરેલી અગ્નિપથ યોજના હવે કેન્દ્ર સરકાર માટે જ અગ્નિપથ સમાન બની રહી છે. આ યોજનાના વિરોધમાં દેશના અનેક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકારે ભારતીય સૈન્યમાં કામચલાઉ ભરતી માટેની ‘અગ્નિવીર’ યોજના જાહેર કરી તેને પગલે ઉત્તર ભારતમાં જે તોફાનો ફાટી નીકળ્યા તે યુવાનોમાં ઉકળી...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં કેટલાક બિનઅધિકૃત વ્યક્તિઓને નિજમંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે મંદિરના એક વારાદારી સેવકે ડાકોર...
આણંદ : ચરોતરની દિકરીએ માનવતાના ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, તેઓ છેલ્લા સાત વર્ષથી બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી રહ્યાં છે....
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાંથી આશરે એક લાખ જેટલા લોકો શનિવારના રોજ વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેશે. જેની...
ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) લીમોદરા ગામે નદીમાં (River) નાહવા પડેલા 5 મિત્રો પૈકી એક યુવાનને મગરે (Crocodile) પકડી લેતાં જીવ સટોસટીનો જંગ એક...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ...
મને ઘણાં બધાં યોગાસન આવડે છે પણ સંખ્યા નથી ખબર કે કેટલા યોગ આવડે છે. મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે પણ...
આણંદ : આણંદના સોજિત્રાના મુળ નિવાસી અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સ્થાયી થયેલા યુવકની લૂંટના ઇરાદે આવેલા અશ્વેતોએ પોઇન્ટ બ્લેકથી ગોળી મારી...
આપણા દેશમાં પ્રાચીન કાળથી જ બધી ઉંમરનાં લોકો યોગ અને મેડિટેશન કરતા આવ્યા છે. છેલ્લાં બે વર્ષથી કોવિડને કારણે બાળકો અને યુવાનો...
વડોદરા: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા ખાતે આવતીકાલ ૧૮-૦૬-૨૦૨૨ ના રોજ પધા૨ના૨ છે . ત્યારે તેમને આવકા૨વા વડોદરા મહાનગરપાલિકાએ ગંગા સ્વરૂપ બહેનો...
વડોદરા : મોદી આવે છે તો ભાજપના તમામ નેતાઓ થી માંડીને નાનામાં નાના કાર્યકરોમાં પણ ઉત્સાહનો ભરપુર સંચાર જરૂર થાય છે. માત્ર...
નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલયે પણ અગ્નિવીરોને લઈને મોટી જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે તેમના મંત્રાલય હેઠળની...
સપ્તાહમાં ખૂબ બધા ‘ડે’ની ઉજવણીની ભરમાર આવી રહી છે. ‘ફાધર્સ ડે’, ‘યોગ ડે’, ‘મ્યુઝિક ડે’ તો આજે આપણે ‘મ્યુઝિક ડે’ મનાવીએ! જે...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આવતી કાલે વડોદરા શહેરમાં સભા સબોધવાના છે ત્યારે વડોદરા ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું....
વડોદર: વડોદરા શહેર નજીક આવેલ સિંધરોટ ગામ પાસે મહી નદીથી વડોદરા સુધી નાખવામાં આવેલી ૧૫૦ એમએલડી પાણીની લાઈનમાં એમ.જી.વી.સી.એલ.ની કેબલ નાખવાની કામગીરી...
નેલ આર્ટ એટલે નખોને આકર્ષક બનાવવાની કળા. પહેલાં નેલ્સ પર માત્ર નેલપેન્ટ લગાડવામાં આવતું હતું પરંતુ હવે એના પર જાતભાતની કલરફુલ ડિઝાઈન...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આજ રોજ વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) આજે માતા(Mother)ના જન્મ દિવસ(Birthday) નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. માતા હીરાબા(Hira Baa)નો આજે 100મો જન્મદિવસ છે. જેથી...
વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના 24 કલાક બાકી છે.વહિવટી તંત્ર દ્વારા તમામ તકેદારીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે....
વડોદરામાં આવતીકાલે નરેન્દ્ર મોદી આવનાર છે. તે પહેલા તેમના સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. તે રિહર્સલ દરમિયાન સામાન્ય...
12ના પરિણામો આવી ગયાં. પોતાની ઇચ્છાઓ, અભિલાષા પ્રમાણે સ્નાતક કક્ષાએ પ્રવેશના ફોર્મ ભરી દીધા અને ગુજરાત લેવલે ગુજકેટના આધારે મેરીટ લિસ્ટ પણ...
આજના સમયમાં કોઈ વ્યક્તિ 40 દીકરીઓના પિતા હોઈ શકે? અમને ખબર છે તમારા બધાનો જવાબ એક જ હશે. ના હોય! આ તો...
વિશ્વના તમામ પિતાઓને ‘ફાધર્સ ડે’ની હાર્દિક શુભેચ્છાઓ….માતાના માથે વાત્સલ્યની અને પિતાને માથે જવાબદારી નિભાવવાની જવાબદારી છે. માતામાં સ્ત્રીસહજ કોમળતા છે, જયારે પિતાની...
ફરી કોરોનાના કેસમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે અને તેમાં અધૂરામાં પૂરું ચોમાસાનું આગમન. ચોમાસું એટલે રોગોનો ભય. તેથી સ્વસ્થ રહેવાની…...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર

નેશનલ ગેમ્સની તૈયારી ચાલતી હતી. માઈન્ડ કોચ બધાને પર્સનલી મળીને તેમનો પ્રોબ્લેમ જાણીને મોટીવેશન આપી રહ્યા હતા અને બધાની ગેમ્સમાં સુધારો થવા લાગ્યો. નેશનલ ગેમની શરૂઆત થઇ. મહારાષ્ટ્ર સ્ટેટ નંબર 3 પર હતું અને 1 નંબર પર આવવા માટે તેમને 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલની જરૂર હતી. સાંજે મિટીંગ હતી. પરિસ્થિતિ બધાને ખબર હતી અને જે ખેલાડીઓની ઇવેન્ટ બાકી હતી, તેઓ એકદમ દબાણ હેઠળ હતા કે જો અમે નહિ જીતી શકીએ તો? આ ડર તેમને સતાવતો હતો. માઈન્ડ કોચ તેમના મનની ચિંતા સમજી ગયા હતા.
તેમણે એક ખાસ મિટીંગ બોલાવી અને બધા ખેલાડીઓને એક નાનકડી ફિલ્મ બતાવી, જેમાં એક પર્વતારોહક મોટો પર્વત ચઢી રહ્યો હતો. નાનકડી ફિલ્મ પૂરી થયા બાદ કોચે કહ્યું, ‘આ પર્વતારોહક જે પર્વત સર કરી ગયો, તેવો જ ઉંચો પર્વત તમારે બધાએ 2 દિવસમાં સર કરવાનો છે. મને ખબર છે કે તમે બધા બહુ જ ચિંતા, દબાણ અને ડર અનુભવો છો અને આ ખાસ મિટીંગ તમારા માટે જ રાખવામાં આવી છે.’ દરેક ખેલાડી પાસે જઈને માઈન્ડ કોચે ખેલાડીને તેની ખૂબી અને ખાસિયત અને તેમના રેકોર્ડ લખેલા કાર્ડ આપ્યા અને કહ્યું, ‘આ કાર્ડ હમણાં જ 3 વાર વાંચી જાવ. પછી આગળ વાત કરું છું.’ આ કાર્ડ બધા ખેલાડીઓએ 3 વાર વાંચ્યા.
પછી કોચે બધા ખેલાડીને બીજા 1 – 1 કાર્ડ આપ્યા. તેની ઉપર તેમને જે રેકોર્ડ તોડવાના છે તે લખ્યા હતા. આ કાર્ડ આપતા કોચ બોલ્યા, ‘આ તમારા બધાનો જુદો જુદો પર્વત છે, જે તમારે સર કરવાનો છે અને જો સામે દેખાતો પર્વત ગમે તેટલો ઉંચો હોય પૂરી હિંમત અને ધગશ સાથે તેને ચઢવાની કોશિશ કરો તો તે ચઢી જ શકાય. તેથી આ ઉંચો પર્વત ક્યારેય તમને રોકી શકવાનો નથી. તમને રોકી શકે છે એક નાની વસ્તુ ….’ ખેલાડીઓએ પૂછ્યું, ‘એટલે?’ કોચ બોલ્યા, ‘તમને પર્વત નહીં અટકાવી શકે, તમને અટકાવી શકે તે નાની વસ્તુ છે – તમારા શુઝમાં રહેલો નાનકડો પથ્થર અને યાદ રાખજો શુઝનો પથ્થર તમારી ઝડપ ઓછી કરી શકે છે. મનનો ડર અને ડગમગતો આત્મવિશ્વાસ તમને જીતથી દુર રાખી શકે છે. એટલે તમારી ખૂબીઓને વાંચીને ફરી યાદ કરી લો અને શૂઝના પથ્થરને દુર કરી મનમાંથી ડરને કાઢી સજ્જ થઇ જાઓ જીતનો પર્વત સર કરવા.’ માઈન્ડ કોચે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરી દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.