Vadodara

સમા સાવલી રોડ પર ST બસ નીચે કચડાતા યુવકનું મોત

વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના 24 કલાક બાકી છે.વહિવટી તંત્ર દ્વારા તમામ તકેદારીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રજાને સહન કરવી પડતી હાલાકીનું ધ્યાન કોણ રાખશે તે સૌથી મોટો પ્રશ્નો છે. ત્યારે એક તરફ પ્રધાનમંત્રીના રૂટ પર રિહર્સલ ચાલી રહ્યું હતું અને બીજી તરફ સમા બ્રીજ પાસે એસ.ટીના ચાલકે બાઇક સવાર યુવકને કચડી નાખતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને કલાકો સુધી તેનો મૃતદેહ રઝડતો હતો. રસ્તા પરથી ઉપાડવા માટે કોઇ સરકારી વાહન પણ પહોંચ્યું ન હતું.

શહેરના સમા રોડ પર આવેલા ઊર્મિ બ્રીજ ઉતરતા અવારનવાર અનેક અકસ્માતો સર્જાય છે, તેવામાં આજે બપોરના સમયે એક તરફ પ્રધાનમંત્રીના રૂટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. જયારે બીજી તરફના મુખ્ય માર્ગોપરનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યાં હતા. આ દરમિયાન અનેક સ્થળે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. હરણી સ્થિત ગાંગડી ગામમાં રહેતા જીતુભાઇ ચંદુભાઇ ઓઢ ઘરેથી પોતાની બાઇક લઇ કિશનવાડી સ્થિત પોતાની સાસરીમાં જવા માટે નિકળ્યાં હતા.

રસ્તામાં ટ્રાફિક જામ હોવાથી ઉર્મિ સ્કૂલનો બ્રિજ ઉતરી ઇ.એમ.ઇ તરફ વળ્યા હતા. જ્યાં પાછળથી પૂરઝડપે આવી રહેલી એસ.ટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ધડાકાભેર બાઇકને અડફેટમાં લેતાં જ સવાર ઉછળીને રોડ ઉપર પટકાયો હતો તે સાથે જે બસનું આગળનું તોતિંગ વ્હીલ શરીર પર ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. બનાવના પગલે પસાર થતા વાહન ચાલકો મા અરેરાટી વ્યાપી ગઇ હતી.મૃતક જીતુ ચંદુભાઇ ઓઢના પરિવારને બનાવની જાણ થતા જ માતા-પિતા સહિતનાં પરિવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા.

પોતાના લાડકવાયાનો નસ્વર દેહ જોતાં જ માતાપિતા ઉપર આભ તૂટી પડ્યું હોય તેમ ચોંધાર આંસુએ રડી પડ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 કલાક ભારદારી સહિતના વાહનો સમા સાવલી રોડ પરથી પસાર થતા હોય છે છતાં ટ્રાફિક નિયમન અંગે સુરક્ષા અને સલામતી બાબતે પગલા લેવાતા નથી.તંત્ર ની લાપરવાહી સામે કોઇ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી તેથી તેમનાં જ પાપે. અનેક નિર્દોષ લોકોને રોડ અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.એસ.ટી બસના ચાલકે સાવધની રાખી હોત તો આ દુર્ઘટના ન ઘટી હોત.

Most Popular

To Top