Fashion

નેલ આર્ટથી હાથને બનાવો ખૂબસૂરત

નેલ આર્ટ એટલે નખોને આકર્ષક બનાવવાની કળા. પહેલાં નેલ્સ પર માત્ર નેલપેન્ટ લગાડવામાં આવતું હતું પરંતુ હવે એના પર જાતભાતની કલરફુલ ડિઝાઈન દોરી નેલ આર્ટ કરવામાં આવે છે. દર વખતે તો પાર્લરમાં જઈ ન શકાય. તમે ઘરે જ કરી શકો એવી કેટલીક ડિઝાઈન્સ જોઈએ. તમે આમાંથી તમારી કલ્પના અને સૂઝબૂઝથી અનેક ડિઝાઈન જાતે પણ ક્રીએટ કરી શકશો.

મિડલ લીફ આર્ટ
વચ્ચેની આંગળીઓના નખ પર કોઈ પણ પસંદગીનું બેઝ કોટ લગાડો. પછી પાતળી પીનથી ડિફરન્ટ શેડથી લીફની ડિઝાઈન કરો. સાઈડની બંને આંગળીઓના નખ પર કોઈ બીજો કલર ટ્રાય કરો.
મિક્સ નેલ આર્ટ
જો તમને બધાં કરતાં અલગ જ કોઈ ડિઝાઈન કરવાનો શોખ હોય તો નખ પર એક સાથે ઘણા પ્રકારની ડિઝાઈન કરી શકાય. બધા નખ પર જુદા જુદા પ્રકારના નેલ પેન્ટ્સથી પોલકા ડોટ્સ, આઈ શેપ, ફ્યુઝન શેડ કે સિમ્પલ લાઈન જેવી ડિઝાઈન બનાવી શકાય છે.

ન્યૂડ એન્ડ બ્રાઈટ
સૌથી પહેલાં નેલ્સ પર બેઝ કોટ લગાડો. એનાથી એમાં અલગ જ શાઈન આવશે. ત્યાર બાદ રેડ, મરૂન કે ડાર્ટ પિન્ક જેવા કોઈ પણ નેલ પેન્ટથી મનપસંદ શેપમાં આઉટલાઈન બનાવી બ્રાઈટ કલર ભરી દો. ડ્રેસના મેચિંગ કલર સાથે પણ આ નેલ આર્ટ ટ્રાય કરી શકાય છે.
સ્વીટ હાર્ટ
તમને બહુ સિમ્પલ નેલ આર્ટ પસંદ હોય તો આ આર્ટ કરો. એ માટે પહેલાં ન્યૂડ બેઝ કોટ લગાડો. ત્યાર બાદ બધા નખની વચ્ચે પાતળી પીનથી નાના નાના હાર્ટ કરો. પાતળા બ્રશથી હાર્ટની અંદર મનપસંદ શેડ્સ ભરી શકો છો.

એબસ્ટ્રેક્ટ આર્ટ ડિટેલ્સ
એબસ્ટ્રેક્ટ નેલ આર્ટ આજકાલ ટ્રેન્ડમાં છે. તેમાં તમે ઘણા કલર્સ ડિઝાઈન સાથે એક્સપરિમેન્ટ કરી શકો છો. એક નખ પર પાતળી પીનથી ગ્રાફિક પ્રિન્ટ કરો અને બાકી પર સિમ્પલ લુક આપો.
ગ્લિટર ડોટ આર્ટ
આ આર્ટ કરવી બહુ સિમ્પલ છે. નખ પર કોઈ પણ મનપસંદ ગ્લિટર નેલ પેન્ટથી ડોટ્સ બનાવો. નખ પાસે આંગળી પર પણ એક-એક ડોટ કરો. ક્ષણ વારમાં આ ટ્રેન્ડી નેલ આર્ટ તૈયાર થઈ જશે.

લાઈન બિટવિન
બહુ સિમ્પલ નેલ આર્ટ કરવી હોય તો આ એક સારો વિકલ્પ છે. બધા નખ પર પહેલા ન્યૂડ શેડ લગાડી શાઈની લુક આપો. ત્યાર બાદ નેલ્સની વચ્ચોવચ ત્રણ કલરથી લાઈન કરો. દરેક નખ પર કલર્સની પોઝિશન ચેન્જ કરી શકાય.
સ્ટાર આર્ટ
બધા નખો પર પહેલાં ન્યૂડ શેડનું નેલ પેન્ટ લગાડો. ત્યાર બાદ કોઈ બ્રાઈટ કલરના નાના-મોટા સ્ટાર્સ દોરો. છેલ્લે બેઝ કલરનું કોટિંગ પણ કરી શકો. એનાથી નેલ આર્ટ લાંબો સમય ટકશે.

ડોટ હાર્ટ
નખ પર નાના ડોટના આકાર જેવા હાર્ટ બહુ ક્યુટ લાગશે. એ માટે દરેક નખ પર કોઈ પણ એક જગ્યાએ એકદમ નાનું હાર્ટ કરો.
મિનિમલ નેલ આર્ટ
એકદમ સિમ્પલ આ નેલ આર્ટ હંમેશાં સૌનું ધ્યાન ખેંચશે એ માટે સૌથી પહેલાં બધાં નખ પર ન્યૂડ શેડ લગાડો. ત્યાર બાદ નેલ્સના ટોપ કે બોટમ પર લીફ કે કોઈ પણ નાની ડિઝાઈન કરો.
સ્માઈલી આર્ટ
બધા નખો પર અલગ અલગ તરહના નાના-મોટા સ્માઈલી બનાવવાનો ટ્રેન્ડ છે. એ માટે કોઈ એક નખ પર બેઝ કોટ લગાડી એને પ્લેન જ રાખો. બાકીના નખ પર અલગ-અલગ સાઈઝના સ્માઈલી બનાવી શકાય છે.

Most Popular

To Top