Madhya Gujarat

આણંદના યુવકની અમેરિકામાં ગોળી મારી હત્યા

આણંદ : આણંદના સોજિત્રાના મુળ નિવાસી અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સ્થાયી થયેલા યુવકની લૂંટના ઇરાદે આવેલા અશ્વેતોએ પોઇન્ટ બ્લેકથી ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટનાના પગલે તેમના ભાઇ સહિતના પરિવારજનો અમેરિકા જવા નિકળ્યાં હતાં. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી યુવાનોને લૂંટના ઇરાદે હત્યા કરાતી હોવાના બનાવો વારંવાર બનતાં રહે છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મુળ સોજિત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં સ્થાઇ થયાં હતાં. તેઓ ન્યુપોર્ટ ન્યુઝ કન્વીનિયન્સ સ્ટોરમાં બુધવાર રાત્રે કામ કરી રહ્યાં હતાં, તે સમયે ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે અશ્વેત શખસો ધસી આવ્યાં હતાં.

આ શખસોએ ગોળીઓ વરસાવતા બે કામદારોના મોત નિપજ્યાં હતાં. જેમાં પ્રેયસ પટેલનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં આણંદ ખાતે રહેતા તેમના પરિવારજનો શોક મગ્ન થઇ ગયાં હતાં. જ્યારે તેમના ભાઇ સહિતના કેટલાક પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર ગેસ સ્ટેશન પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે પહોંચેલી સ્થાનિક પોલીસે કેરવોક યોજી હતી અને સર્વેલન્સ વિડીયોમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા તરીકે ઝીણવટપૂર્વક અભ્યાસ કરી તપાસ હાથ ધરી છે. જેમાં કેટલાક શંકાસ્પદની પણ અટક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોજિત્રાના નવાઘરામાં રહેતા અને વિદ્યાનગર રહેતા દેવાભાઈના પુત્ર પ્રેયસનું હુલામણું નામ ચીકો હતો. તે અમેરિકાના ન્યુ પોર્ટ વર્જિનીયા ખાતે રહેતા હતાં. જ્યારે અમેરિકામાં તેમને પિટરના નામે ઓળખતાં હતાં. પ્રેયસ પટેલએ વિદ્યાનગર શહેર ભાજપા પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર તેજસભાઈ પટેલના ભાઇ હતાં. આ ઘટનાથી ચરાેતરમાં ફરી અેક વખત ચિંતાની લાગણી જન્મી છે. કારણ કે અેનઆરઆઈ હબ ગણાતા ચરાેતરના અનેક પરિવારના લાડકવાયા સંતાનાે અમેરિકામાં છે.

પ્રેયસ પટેલ ખૂબ જ દયાળુ વ્યક્તિ હતાં
પ્રેયસ પટેલના સ્ટોર પર ફરજ બજાવતાં કર્મચારીએ જણાવ્યું હતું કે, પ્રેયસ પટેલ ખૂબ જ દયાળું વ્યક્તિ હતાં. જેમણે સમાજ માટે શક્ય તેટલું બધું કર્યું છે. તેઓ તેમના કર્મચારીને બચાવવા જતા મૃત્યું પામ્યાં છે. તે સમુદાયનો આદર કરતાં હતાં અને અહીં આસપાસના દરેક વ્યક્તિ તેમનો આદર કરે છે, તે માણસ સાથે આવું થવાનું કોઇ કારણ નહતું.

પ્રેયસભાઈ 28 વર્ષથી અમેરિકામાં રહેતા હતાં
સોજિત્રાના નવાઘરાના વતની પ્રેયસ દેવેન્દ્રભાઈ પટેલએ છેલ્લા 28 વર્ષથી અમેરિકાના વર્જિનીયા ખાતે વેપાર – ધંધા અર્થે સ્થાયી થયાં હતાં. તેઓને બે સ્ટોર પણ છે. પરિવારમાં પત્નિ, બે પુત્રો છે. આ ઘટનાથી તેમના પરિવારજનો શોક મગ્ન બની ગયાં હતાં. જ્યારે વિદેશમાં વસતા ગુજરાતીના પરિવારમાં ચિંતાની લાગણી જન્મી છે.

અમેરિકામાં ગુજરાતી વેપારી સાેફ્ટ ટાર્ગેટ
અમેરિકામાં જાત મહેનત કમાણીથી સ્ટાેર બનાવી કમાતા ગુજરાતીઆે લુંટફાટ માટે સાેફ્ટ ટાર્ગેટ બન્યા છે. માેડી રાત સુધી ચાલુ રહેતા તેમના સ્ટાેરની આસપાસ નહીવત ગતિવિધી હાેય છે આ ઉપરાંત ગુજરાતીઆે લુંટારૂઆે સામે ખાસ આક્રમક પ્રતિક્રિયા આપી શકતા નથી કારણ કે તેમની પાસે કાેઈ હથિયાર હાેતું નથી. જેના કારણે તેમની હત્યા કરી લુંટવાના કિસ્સા વધી રહ્યા છે.

Most Popular

To Top