Madhya Gujarat

ચરોતરના એક લાખ લોકો વડાેદરા જશે

આણંદ : આણંદ – ખેડા જિલ્લામાંથી આશરે એક લાખ જેટલા લોકો શનિવારના રોજ વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેશે. જેની તૈયારીનો આખરી ઓપ અપાઇ ગયો છે. એસટી બસ, સરકારી વાહન ઉપરાંત ખાનગી વાહનો મળી આશરે પાંચ હજાર જેટલા વાહનો વ્હેલી સવારથી જ વડોદરા તરફ રવાના થશે. જેના તલાટીથી લઇ ડેપ્યુટી કલેક્ટર સુધીના અધિકારીઓને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.

આણંદ જિલ્લામાંથી 50 હજાર અને ખેડા જિલ્લામાંથી 50 હજાર જેટલી વ્યક્તિને વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લઇ જવા માટે આગલા દિવસો વહીવટી તંત્રમાં ભાગ દોડ જોવા મળી હતી. વડોદરા ખાતે પ્રધાનમંત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં આણંદ ખાતેથી 500 એસટી બસ તથા બીજા દોઢ હજાર જેટલા ખાનગી વાહનો વ્હેલી સવારે જે તે તાલુકા કક્ષાએ પહોંચી જશે.

તેવી જ રીતે ખેડા જિલ્લામાં પણ એસટી બસ, અન્ય સરકારી વાહનો, ખાનગી વાહનો મળી ચરોતરમાંથી પાંચ હજાર જેટલા વાહનોનો કાફલો રવાના થશે. જેની આગલા દિવસે તડામાર તૈયારીઓ વહીવટી અધિકારીઓમાં જોવા મળી હતી. આ ઉપરાંત છેલ્લા બે દિવસથી 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 70 જેટલા પોલીસ જવાનો પાવાગઢ બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યાં છે. આ કાર્યક્રમથી ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નડિયાદ ડિવિઝનની સાડા ચારસો બસ ફાળવવામાં આવી
વડોદરા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બધુ મળી કુલ સાડા ત્રણ હજાર જેટલી એસટી બસ ફાળવવામાં આવી છે. જેમાં નડિયાદ ડિવિઝનની જ 450 બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરાની 200, અમદાવાદની 250, ભરૂચની 125, મહેસાણાની 450 સહિતની બસનો સમાવેશ થાય છે. કુલ 16 ડિવિઝનની 3500 બસ ફાળવવામાં આવી છે. માેટી સંખ્યામાં બસાે ફાળવી દેવામાં આવતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના રૂટાે કેન્સલ કરવામાં આવ્યા હતા. જેના કારણે અપડાઉન કરતા નાેકરીયાત વર્ગ, િવદ્યાર્થીઆે, વેપારીઆેને ભારે મુશ્કેલીનાે સામનાે કરવાે પડ્યાે હતાે. અપડાઉન કરતા લાેકાેને ના છુટકે ખાનગી વાહનાેનાે સહારાે લેવાે પડ્યાે હતાે. તેના કારણે ખાનગી વાહન ચાલકાેઅે ભાડા પણ બે ગણા કરી દીધા હતા. કેટલાંક કિસ્સામાં મુસાફરાે પણ ખચાેખચ ભરવામાં આવ્યા હતા.

Most Popular

To Top