Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ઉત્તરપ્રદેશમાં઼઼ નાણાના જોરે મૌલવીઓ ધર્માતરણ કરાવતા સનસનાટી ભર્યા કૌભાંડમાં ગુજરાત એટીએસે ઝડપી પાડેલા શહેરના અલાઉદ્દીન શેખને આજે ડોદરા લવાા ખળભળાટ મચી ગયો હતો. આરોપીના ઘરે તપાસ કર્યા બાદ ત્રણ કલાક એસઓજીની કચેરીમાં સઘન પૂછતાછ કરીને શકમંદ મનાતા એકાઉન્ટન્ટની અટકાયત કરીને અમદાવાદ લઇ ગઇ હતી.

યોગીના રાજમાં ભાજપ સરકાર હોવા છ઼તાં લઘુમતી કોમના કટ્ટરવાદીઓ હિન્દુ ગરીબ પરિવારને નાણાના જોરે લોભલાલચ આપી ધર્માંતરણ કરતા હોવાનું સનસનાટીભર્યું કૌભાંડ સપાટી પર આવતા દેશભરની એજન્સીઓ સતર્ક બનીને ઠેરઠેર છાપા મારે છે. કેન્દ્ર સરકાર સુધ્ધાને હચમચાવી દેતા ધર્માંતરણના કેસમા ગુજરાત અને યુપી એટીએસે સંયુકત ઓપરેશન હાથ ધરતા યુપીના બે મૌલવીઓ, વડોદરાના ઉદ્યોગપતિ સહિત છ ઇસમો તો સકંજામાં આવી ચૂકયા છે. વડોદરામાં ફેકટરી ધરાવતા સલાઉદ્દીન ઝીયાઉદ્દીન શેખનું નામ ખુલતા જ અમદાવાદ એટીએ઼સ ચાપતી નજર રાખીને શકમદને એકસપ્રેસ હાઇવે પૂર્વે ધાબા ઉપર ચા પીતા પીતા ઝડપી પાડ્યો હતો. બે એનજીઓ ચલાવતો સલાઉદ્દીનનુ઼ કનેકશન યુપીના મૌલવીઓ સાથે સીધુ નીકળ્યુ હતું. અને ૧૦ લાખ રૂપિયા ત્રણ તબક્કામાં હવાલા મારફતે નાણા ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજયમાં પણ મોકલ્યા છે.

અમદાવાદ એટીએસે ચુનંદા કમાન્ડો સાથેનો સ્ટાફ લઇને ટેમ્પો ટ્રાવેલર્સ દ્ારા સલાઉદ્દીને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે વડોદરા તેના નિવાસસ્થાન લાવ્યા હતા અને ફતેગંજ સ્થિત ક્રિષ્ણાદિપ એપાર્ટમેન્ટના ફલેટ નં.301માં સર્ચ હાથ ધર્યુ હતું.઼઼઼઼઼઼઼઼઼઼ એટીઅ઼ેસની ટીમને ઘરમાંથી મહત્વનુ઼ મનાતું એપલ કંપનીનુ આઇપેડ હાથ લાગ્યુ હતું. સર્ચ ઓપરેશન દરમ્યાન સ્થાનિક રહીશોના લોકટોળા ઉમટી પયા હતા. એટીએસ સલાઉદ્દીનને ત્યારબાદ એસઓજી કચેરી લાવી હતી. જયાં સ્થાનિક સ્ટાફને બહાર કાઢીને સઘન પછતાછ હાથ ધર્યા બાદ 3ે30 વાગે સમગ્ર કાફલો અમદાવાદ જવા રવાના થયો હતો.

મુસ્લિમ મેડિકલ અને આફમી ચેરિટેબલ ટ્રસ્ટનો સંચાલક સલાઉદ્દીન પાણીગેટ હરણખાના રોડ સ્થિત મુસ્લિમ મેડિકલ હેલ્થ સેન્ટરનું ટ્રસ્ટ તથા આફમી ચેરિટેબલ ટ્રસ્ટ બંને સલાઉદ્દીને નોંધણી કરાવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. વિદેશથી મબલખ ફન્ડિંગ ટ્રસ્ટમાં મેળવીને પરપ્રાંતના મૌલવીઓ અને કાઝીને હવાલા મારફતે મોકલતો હતો. મૌલવીઓ ગરીબ હિન્દુ પરિવારોને બેકાર યુવાનોને નોકરીની ગરીબને આર્થિક તેમજ અપરિણીત યુવાનોને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા હતા. અત્યાર સુધીમાં આશરે 1000 હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યાનો ભાંડો ફક્ત યુપીમાં જ ફૂટ્યો છે. આજ પ્રવૃત્તિ અન્ય રાજ્યમાં પણ પોલીસે તપાસી છે.

મુસ્લિમ મેડિકલના એકાઉન્ટન્ટની અટકાયત કોરોનાકાળ દરમિયાન સેવા અને અદ્યતન સારવાર મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં સલાઉદ્દીનની સલાહ સૂચનાથી પૂરી પડાતી હતી તે દવાખાનામાં એકાઉન્ટન્ટની ફરજ બજાવતા ફરીદ શેખને પણ એટીએસે શકમંદ તરીકે પૂછતાછ અર્થે એસઓજી કચેરી બોલાવ્યા હતા.

સલાઉદ્દીન ISI સાથે જોડાયાની શંકા પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈ સંસ્થા સાથે પણ શહેરના હવાલાકાંડ અને ફન્ડિંગ કૌભાંડના રેલા સંકળાયેલા હોવાની એજન્સીને શંકા ઉદભવી છે. દેશના ધર્મ નિરપેક્ષ અને કોમી એખલાસભર્યા વાતાવરણને ડહળી નાંખવા સક્રિય મનાતી આઈએસઆઈ ગુપ્તર એજન્સી દેશ-વિદેશમાં બદનામ થઈ ચૂકી છે.

To Top