Charchapatra

હેતા ભૂષણના લેખોમાં જીવનનું ડહાપણ છે

 ‘ચાર્જિંગ પોઇન્ટ’ના પ્રેરણાત્મક લેખિકા હેતા ભૂષણના બહુધા લેખો માનવજીવનમાં સાચા સુખ, શાંતિ, આનંદ, આરોગ્ય, જીવનનો આંતર બાહ્ય વિકાસ, જીવન ઘડતરમય જ હોય છે. એક લેખમાં એમણે આપણા રોજીંદા જીવનમાં બોલાતા શબ્દોમાં અદ્‌ભૂત શકિત હોવાની વાત કરી છે. ને બોલાતા શબ્દો પર ધ્યાન આપવા સકારાત્મક વાણી બોલવા ખુબ જ ભાર મૂકયો છે. સાચે જ આપણે શબ્દો કાળજીપૂર્વક બોલીએ તો જીવનના અડધા દુ:ખો, સંતાપ, મટી જાય. આપણા શબ્દો પારસમણી સમાન છે. ભારતીય વેદાંતી સંસ્કૃતિનો વિશ્વમાં ડંકો વગાડનારા સાચા સંત સ્વામી વિવેકાનંદ લખે છે. દૃઢ, સકારાત્મક, વિચારધારા વાળા શકિતવાળાને ઘણા હાથ હોય છે. દૃઢ નિશ્ચય સંકલ્પ કરશો તો તમારા બે હાથમાં બારસો હાથનું બળ આવી જશે. પછી તમારે માટે અશકય જેવું કાંઇ જ ન રહે. વ્યર્થ નકારાત્મક વાણીથી આપણને અપાર નુકશાન થાય છે. કોઇની ટીકા, નિંદામાં શા માટે સમય બગાડવો. એવા અંધકારને અંતરમાં ઉતરવા જ શા માટે દઇએ. જે બાબતે કાંઇ જ થઇ શકે એમ નથી એના પસ્તાવામાં પુનરાવર્તન શા માટે કર્યા કરવા? દયા ખાઇ ખાઇને વધારે નિર્બળ શા માટે થવું?
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top